અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ (Under–19 Cricket World Cup)આગામી વર્ષે વેસ્ટઈન્ડિઝ (West Indies)માં આયોજિત કરાશે. ICCએ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.
Under–19 Cricket World Cup ક્યા રમાશે
આઇસીસી (ICC)એ સત્તાવારી રીતે આગામી વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપની જાહેરાત કરી છે. જણાવી દઇએ કે, વેસ્ટ ઈન્ડિઝમાં સૌ પ્રથમવાર અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ટૂર્નામેન્ટની મેચ 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. જેમાં 16 દેશની ટીમ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચ રમાશે જેમાં ઈન્ડિયન ટીમ (Indian team)ના મેચની શરૂઆત 15 જાન્યુઆરીથી થશે. ઈન્ડિયાને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યું છે. જેમાં આયરલેન્ડ અને યુગાંડા જેવી ટીમો છે.
ઈન્ડિયા ચાર વાર જીત્યું
અંડર-19 વર્લ્ડ કપ (World Cup)માં ઈન્ડિયા ચાર વાર આ ખિતાબ જીતી ચૂક્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 3 વાર, પાકિસ્તાન 2 વાર અને ઇંગ્લેન્ડ-દ.આફ્રિકા-બાંગ્લાદેશ અને વેસ્ટઈન્ડિઝની ટીમ 1-1 વાર ટાઈટલ જીતી ચૂકી છે. જ્યારે 2016માં વેસ્ટ ઈન્ડિઝે આ ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચો: પ્રથમ T-20 માં ટીમ ઇન્ડિયાની જીત, કીવીને 5 વિકેટથી હરાવ્યું
Under–19 Cricket World Cup ટીમ અને ગ્રુપની માહિતી
- ગ્રુપ એ- બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, કેનેડા, સંયુક્ત અરબ અમીરાત
- ગ્રુપ બી- ભારત, આયરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુગાંડા
- ગ્રુપ સી- અફઘાનિસ્તાન, પાકિસ્તાન, પાપુઆ ન્યૂ ગિની, ઝિમ્બાબ્વે
- ગ્રુપ ડી- ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ
અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4