Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝવાયુસેના પ્રમુખે પશ્ચિમી વાયુસેનાને સજ્જ રહેવા કરી હાંકલ!

વાયુસેના પ્રમુખે પશ્ચિમી વાયુસેનાને સજ્જ રહેવા કરી હાંકલ!

Share Now

એક તરફ જ્યાં પૂર્વી લદ્દાકમાં LAC પર ભારતીય લશ્કરનો ચીન સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. તે દરમિયાન વેસ્ટર્ન એર કમાન્ડર્સ દ્વારા કોન્ફરન્સ (Western Air Commander’s Conference) યોજ્વવામાં આવી હતી. આ સંમેલનમાં ઘણા અધિકારીઓ સામેલ થયા હતા. જેમણે કમાન્ડરની કામગીરીની પ્રશંસા કરી હતી. સાથે જ પશ્ચિમ એર કમાન્ડને કટોકટીની પરિસ્થિતિ માટે તાત્કાલિક તૈયારી દર્શાવવા, તેમજ ઉચ્ચતમ સ્તરની ઓપરેશનલ સજ્જતા જાળવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.

પશ્ચિમ હવાઈ કમાન્ડર્સની બે દિવસીય પરિષદ

પશ્ચિમ હવાઈ કમાન્ડના કમાન્ડર્સની બે દિવસીય પરિષદ 24 અને 25 જૂન 2021 ના ​​રોજ નવી દિલ્હીમાં યોજાઇ હતી (Western Air Commander’s Conference). કોરોનાને ધ્યાનમાં રાખીને, આ પરિષદ મિશ્રિત રીતે યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથી, અધિકારીઓ હાજર રહ્યા હતા, તો કમાન્ડરો વીડિયો કોન્ફરન્સિંગ (video conferencing) દ્વારા સંમેલનમાં જોડાયા હતા. મુખ્ય અતિથિ એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરીયાનું (Rakesh Kumar Singh Bhadauria), કમાન્ડર-ઇન-ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી દ્વારા (Vivek Ram Chaudhari) એર સ્ટાફના નેતૃત્વ હેઠળ સ્વાગત (welcome) કરાયું હતું.

રાકેશકુમારસિંહ ભદૌરીયાજીને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વૈશિષ્ટ સેવા મેડલ, વાયુ સેના મેડલ, અને એડીસી વગેરે સમ્માન મળેલ છે. તો વિવેક રામ ચૌધરીજીને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વાયુ સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.(Western Air Commander’s Conference)

દેશ સામે આવનારા પડકારો સામે સજ્જ રહેવા કરી હાંકલ

આ સંમેલન (Western Air Commander’s Conference) દરમિયાન, કમાન્ડરોએ ઉત્તર સરહદ પર દેશની સામે આવનારા પડકારો વિશે વિગતવાર ચર્ચા કરી. જેમાં વાયુસેનાના પ્રમુખે ઉભરતી સુરક્ષા પરિસ્થિતી અંગે વિસ્તૃત વિશ્લેષણ, ઓપરેશનલ સજ્જતામાં વધારો કરવા અને મજબૂત ભૌતિક અને સાયબર સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Strong physical and cyber security infrastructure) ઉભું કરવાની હાકલ કરી છે. સાથે જ ઓપરેશનલ સજ્જતાને સુધારવા, જાળવણીની પદ્ધતિઓમાં સુધારણા અને સાયબર સલામતીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પણ જુઓ : આખું ગામ એક રસોડે જમે છે?

એરફોર્સની કરી પ્રશંસા

કોરોના કાળના તણાવમાં પણ, ઝડપી પ્રતિસાદ અને ઉચ્ચ સમર્પણ ભાવથી દિવસ રાત કામ કરતા પશ્ચિમ હવાઇ કમાન્ડ અને એરફોર્સની તમામ સંસ્થાઓની પ્રશંસા કરી હતી. ગયા વર્ષે પૂર્વી લદ્દાખમાં તણાવ વધવાને કારણે, ભારતીય વાયુસેનાએ તેના તમામ ફ્રન્ટલાઈન લડવૈયાઓને અને સુખોઇ એસ -30 એમકેઆઈ (Sukhoi Su-30MKI), આઈએએફ જગુઆર (IAF jaguar) અને મિરાજ 2000(Dassault Mirage 2000) જેવા તમામ લડાકુ વિમાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

તેમણે વેસ્ટર્ન એર કમાન્ડના ફ્લાઇટ સેફ્ટી રેકોર્ડની પણ પ્રશંસા કરી અને સલામત ઓપરેશનલ વાતાવરણ માટે તમામ કમાન્ડરોને નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા વિનંતી કરી.(Western Air Commander’s Conference)

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment