Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeનેચર & વાઈલ્ડ લાઈફવ્હેલ શાર્ક દરિયાકિનારે !

વ્હેલ શાર્ક દરિયાકિનારે !

whale shark found
Share Now

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અનેક જળચર સૃષ્ટિઓ જોવા મળે છે. ટીવીમાં જોયેલા જળચર જીવો પોરબંદરથી જામનગર, દ્વારકા અને દીવના દરિયાની આસપાસના દરિયાકિનારે અવારનવાર જોવા મળતા હોય છે. ત્યારે આ જીવ સૃષ્ટિને જોવા માટે લોકો આતુર બનતા હોઈ છે. ત્યારે આવી જ ઘટના કંઈક બની છે દીવના દરિયાકાંઠે …ડાયનોસોરની કરતા પણ જૂની એવી વ્હેલ શાર્ક દીવના દરિયા કાંઠે આવી ચડી હતી. જે લોકો માટે આક્રર્ષણનું કેન્દ્ર બની હતી.

whale sahrk lifestyle

daily express

શાર્કને મનુષ્યનો સ્વાદ ગમતો નથી

વ્હેલ શાર્ક ગ્રહ પરના સૌથી ભવ્ય જીવોમાંનું એક છે. તેમનું સંપૂર્ણ કદ અને અતિ શાંતિપૂર્ણ જીવન દરેકને આશ્ચર્ય પમાડે છે.  આપણે બધા જાણીએ છીએ કે વ્હેલ શાર્ક માછલીનો એક પ્રકાર છે અને તેમાં ઘણી જાતિઓ જોવા મળે છે જેમ કે, કિલર વ્હેલ, સ્પૅર્મ વ્હેલ, બેલુગા વ્હેલ, બ્લુ વ્હેલ વગેરે. શાર્કની 400 થી વધુ જાતિઓ આઠ જૂથોમાં વહેંચાઈ છે. તેમાંથી, ફક્ત 30 જાતિઓ માનવો પર હુમલો કરવા માટે જાણીતી છે. મોટાભાગના શાર્ક કોઈને નુકસાન પહોંચાડતા નથી. જાણીને પણ તમને નવાઈ લાગશે કે શાર્કને મનુષ્યનો સ્વાદ ગમતો નથી. અને એટલે એ મનુષ્યનો શિકાર નથી કરતી.

સી ડોગ કહેવામાં આવતું

શું તમને ખબર છે શાર્ક શબ્દનો ઉપયોગ કોને કર્યો ? શાર્ક શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ 1569 માં થયો હતો, જ્યારે તે પહેલાં તેને ખલાસીઓ અને માછીમારો દ્વારા સી ડોગ કહેવામાં આવતું હતું.

મોટી શાર્કનું વજન લગભગ 4 હાથીઓના વજન જેટલું

હવે જાણીયે વ્હેલ શાર્કના કદ વિષે …શાર્ક કદમાં 6 ઇંચથી 46 ફૂટ સુધીની હોઈ શકે છે. વ્હેલ શાર્કની જુદી જુદી જાતિઓના કદ વિવિધ છે. નાનામાં નાના શાર્ક ડ્વાર્ફ લેટન શાર્ક અને પિગ્મી શાર્ક છે, જે કદમાં ફક્ત 20 સે.મી. (6 ઇંચ) છે. જયારે સૌથી મોટી શાર્ક વ્હેલ શાર્ક છે, જેનો કદ 46 ફુટ સુધી હોઇ શકે છે અને તેનું વજન 28 ટન સુધી હોઇ શકે છે. આ વજન લગભગ 4 હાથીઓના વજન જેટલું છે.

સ્ત્રી વ્હેલ શાર્ક પુરૂષ વ્હેલ શાર્ક કરતા કદમાં ખૂબ મોટી

શું તમને ખબર છે સ્ત્રી વ્હેલ શાર્ક પુરૂષ વ્હેલ શાર્ક કરતા કદમાં ખૂબ મોટી કેમ હોઈ  છે. મોટા કદનું કારણ એ છે કે સ્ત્રી વ્હેલ શાર્કને તેના ગર્ભાશયમાં બેબી શાર્ક રાખવું પડે છે. વ્હેલ શાર્કનું જીવનકાળ સામાન્ય રીતે 20-30 વર્ષથી 150 વર્ષ સુધીની હોય છે. મોટા કદના શાર્ક નાના કદના શાર્ક કરતા લાંબા સમય સુધી જીવે છે.

આ પણ વાંચો : ડ્રોન શુટિંગ પર પ્રતિબંધ

whale sahrk weight

live science

વ્હેલ શાર્ક સાઇલન્ટ કિલર

વ્હેલ શાર્કને સાઇલન્ટ કિલર તરીકે પણ ઓળખાઈ છે કારણકે વ્હેલ શાર્ક પાસે વોકલ કોર્ડ નથી. આને કારણે તે બોલી નથી શકતી. વ્હેલ શાર્ક તેનો શિકાર શોધવા માટે, આંખોની નહીં, ગંધની ભાવનાનો ઉપયોગ કરે છે. વ્હેલ શાર્કમાં 1 લિટર પાણીમાં 1 મિલિગ્રામ રક્તની ગંધ પારખવાની ક્ષમતા હોય છે. અને આ જ કારણ છે કે, ઘાયલ જીવો ખૂબ જ સરળતાથી વહેલ શાર્કનો શિકાર બને છે. વ્હેલ શાર્ક સ્પષ્ટ પાણીમાં માણસો કરતા 10 ગણી વધુ સારી રીતે જોઈ શકે છે. ઓછા પ્રકાશવાળા વિસ્તારોમાં પણ મોટાભાગે વ્હેલ શાર્કની નજર સારી હોય છે. તેનું નાઇટ વિઝન પણ ખૂબ જ તીક્ષ્ણ હોય છે. વ્હેલ શાર્કના કાન માથાની બહાર નહિ પણ માથાની અંદર હોય છે. વ્હેલ શાર્કની શ્રવણ શક્તિ પણ ખૂબ તીક્ષ્ણ છે. તે લગભગ 3000 ફૂટ દૂરનો અવાજ સરળતાથી સાંભળી શકે છે.

વ્હેલ શાર્ક ક્યારેય સૂતી નથી

વ્હેલ શાર્ક ક્યારેય સૂતી નથી કારણ કે ઓક્સિજન મેળવવા માટે તેને પાણી ઉપર પસાર થવું જ પડે છે . જો તે એવું ન કરે તો તે મરી જાય છે. તેથી જ વ્હેલ શાર્કને તરતા રહેવું પડે છે. શાર્કમાં સગર્ભાવસ્થાનો સમયગાળો 6 મહિનાથી 2 વર્ષ સુધીની હોય છે. ડોગફિશ શાર્કની ગર્ભાવસ્થા 2 વર્ષ છે. મોટાભાગની સ્ત્રી શાર્ક સંવર્ધન દરમિયાન તેમની ભૂખ ગુમાવે છે. જેથી ભૂખને લીધે તેઓ તેમના પોતાના બાળકોને જ ન ખાય જાય. શાર્કની મેમરી ખૂબ સારી હોય છે. તેઓ તેમના બાળકોને તે જ સ્થાને જન્મ આપે છે જ્યાં તેઓ તેનો જન્મ થયો હોય. માછલીથી વિપરીત, વ્હેલ શાર્ક ફક્ત આગળ જ તરી શકે છે. આનું કારણ છે કે તેની પાંખો કઠોર હોય છે, જેને સ્નાયુઓ દ્વારા નિયંત્રિત કરી શકાતી નથી.

જુઓ વિડીયો : વહેલ શાર્ક સૌરાષ્ટ્રના દરિયા કાંઠે

દીવમાં મૃત હાલતમાં મળી આવી શાર્ક

shark whale આ વાત તો થઇ વ્હેલ શાર્કની…પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં જોવા મળી શાર્ક વેલ પરંતુ મૃત હાલતમાં…   જી હા, દીવના જલંધર દરિયાકિનારે આશરે 22 ફૂટથી વધુ મોટી વેલ માછલીનો મૃતદેહ તણાઈને કિનારે પહોંચ્યો હતો, આ વેલ માછલી કોઈ કારણોસર મોટી અકસ્માતનો ભોગ બની અને દરિયાની અંદર પથ્થર સાથે ટકરાઈ મૃત્યુ પામી હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દીવ જીલ્લા ફિશરીઝ ઓફિસર સુકર આંજણીના જણાવ્યા મુજબ, આ વેલ માછલીનો વજન બે થી અઢી ટનથી વધારે હોઈ શકે, તેની ઉંમર આશરે પાંચથી સાત વર્ષની હશે તેવું આંકવામાં આવી રહ્યું છે આમ તો વેલ માછલીનું જીવન આયુષ્ય 20 વર્ષનું હોય છે, વેલ માછલીનો મૃત દેહ મળતા દીવના સ્થાનિક પર્યટકો અને સરકારી ઓફિસરો બહોળી સંખ્યામાં જોવા પહોંચ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment