Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeડિફેન્સWeapon Series: ઈઝરાયલી રિમોટ કંટ્રોલ ગન ‘The SMASH 2000’

Weapon Series: ઈઝરાયલી રિમોટ કંટ્રોલ ગન ‘The SMASH 2000’

Share Now

ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકને ઠાર કરનારી ઈઝરાયલી રિમોટ કંટ્રોલ ગનની ભારત કરશે ખરીદી. સરહદે ડ્રોન દ્વારા પાકિસ્તાન તરફથી થતી હથિયારોની તસ્કરી અને હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાની વધી રહેલી હાજરીનો સામનો કરવા માટે ભારત તૈયારી કરી રહ્યું છે. આ તૈયારીમાં ભારતને મિત્ર દેશ ઈઝરાયલ સહાયક બની રહ્યું છે. ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકને ઠાર કરનારી ઈઝરાયલની કિલર રિમોટ કંટ્રોલ્ડ ગન સ્મેશ 2000 પ્લસની ભારતીય નૌસેના દ્વારા ખરીદી કરવામાં આવશે.

આજે આપણે વાત કરીશું, Indian Weapon Series with OTT India પર, ભારતીય સેનાઓના સૌથી આધુનીક અને સૌથી ખતરનાક શસ્ત્રોના વિષે. આજનો  ભારતીય શસ્ત્ર છે: ઈઝરાયલી રિમોટ કંટ્રોલ ગન (The SMASH 2000) 

ઈઝરાયલી રિમોટ કંટ્રોલ ગન (The SMASH 2000) 

જુઓ આ વીડીઓ: The SMASH 2000

ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. મોહસિન ફખરીજાદેહની તાજેતરમાં થયેલી હત્યા ઘણી ચર્ચાસ્પદ રહી છે. આ હત્યા પાછળ ઈઝરાયલ હોવાની ઈરાને આશંકા વ્યક્ત કરી છે. ડૉ. ફખરીજાદેહની હત્યા માટે અત્યાધુનિક ઈઝરાયલી રિમોટ કંટ્રોલ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્મેશ 2000 નામની આ રિમોટ કંટ્રોલ ગનની ખરીદી માટે ભારતીય નૌસેનાએ ઓર્ડર આપ્યો છે. સ્મેશ 2000 ગન ઓટોમેટિક હોવાની સાથે રિમોટ કંટ્રોલથી પણ ચાલી શકે છે અને સેટેલાઈટ દ્વારા નિર્દેશ લઈ શકે છે. આ રિમોટ કંટ્રોલ ગન ટાર્ગેટને ખુદ સ્કેન કરીને લૉક કરે છે અને બુલેટપ્રુફ વાહનમાં પણ તેનાથી બચવું મુશ્કેલ છે.

રિમોટ કંટ્રોલ્ડ કિલર ગનની ભારત કરશે ખરીદી

Smart Smash 2000 Hooper , Image Credit: Soldier System Daily

અહિયાં વાંચો: Weapon Series: ચિનૂક હેલિકોપ્ટર સાબિત થશે ગેમચેન્જર!

ચીન અને પાકિસ્તાનની બોર્ડર પર યુએવીની હરકતોની અવાર-નવાર ચર્ચા થતી રહે છે. પાકિસ્તાન ડ્રોન દ્વારા સરહદે હથિયારોની હેરાફેરી પણ કરે છે. પાકિસ્તાનની આવી હરકતનો જવાબ આપવા માટે ભારત પોતાના દોસ્ત ઈઝરાયલ પાસેથી ઘાતક રિમોટ કંટ્રોલ્ડ કિલર ગનની ખરીદી કરવા જઈ રહ્યું છે. સ્મેશ 2000 કિલગર ગનની (Smash Killer Gun 2000) પ્રારંભિક તબક્કામાં મર્યાદીત સંખ્યામાં ખરીદી કરાશે. સ્મેશ 2000 એન્ટી ડ્રોન કોમ્પ્યુટરાઈઝ્ડ ફાયર કંટ્રોલ અને ઈલેક્ટ્રો ઓપ્ટિક સાઈટ પ્રણાલી જેવી આધુનિક તકનીકથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે આ બંદૂક પોતાના લક્ષ્યને આપમેળે જ સ્કેન કરીને ટાર્ગેટ લૉક કરી શકે છે. તેના પછી દૂર બેઠેલો ઓપરેટર ટેબલેટ જેવા વાયરલેસ ડિવાઈસ દ્વારા ફાયર કરી શકે છે. 

સ્મેશની લાક્ષણિકતાઓ (Important Features of Smash 2000) 

Smash 2000 Image credit: jpost

  • ઈઝરાયલી કંપની સ્માર્ટ શૂટરે જુલાઈમાં સ્મેશ પ્રોડક્ટ (Smash Product) સાથે જોડાયેલી સ્મેશ હોપર ગનને વિકસિત કરી હતી.
  • આ ગનને લાઈટ રિમોટ કંટ્રોલ્ડ વેપન સ્ટેશનના નામથી પણ ઓળખવામાં આવે છે.
  • આ સિસ્ટમ સ્મેશ (Smash 2000) કોમ્પ્યુટરાઝ્ડ ગનસાઈટ અને દૂરથી નિયંત્રિત થનારા માઉન્ટથી બને છે.
  • તેને કોઈપણ ટ્રાયપોડ, જમીન અથવા કોઈ વાહન પર પણ લગાવી શકાય છે.
  • સ્મેશ 2000 ગનસાઈટને કોઈપણ ઓટોમેટિક ગનમાઉન્ટની જરૂરત હોતી નથી.
  • તે આપમેળે પોતાના લક્ષ્યને શોધીને તેને લૉક કરી લે છે.
  • આ હથિયાર 120 મીટર ઊંચાઈ સુધી ઉડી રહેલા ડ્રોનને તોડી પાડવા માટે સક્ષમ છે.

ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકની પણ આ ગનથી હત્યા થયાનું કહેવામાં આવે છે. 4 ડિસેમ્બર, 2020ના રોજ નેવી ડે (Navy Day) નિમિત્તે નૌસેનાધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહે ઘોષણા કરી હતી કે ડ્રોન હુમલાનો સામનો કરવા માટે નૌસેના સ્મેશ 2000 પ્લસ સિસ્ટમની ખરીદી કરી રહી છે. 2021ની શરૂઆતમાં નૌસેનાને સ્મેશ 2000 ફાયર કંટ્રોલ (Smash 2000 fire control system) સિસ્ટમની ડિલીવરી શરૂ થઈ જશે. 

અહિયાં વાંચો: Weapon Series: ભારતીય વાયુસેનામાં સામેલ લાદેન કિલર’અપાચે’

સ્મેશ ફાયર કંટ્રોલ સિસ્ટમ ઈલેક્ટો-ઓપ્ટિકલ રાઈફલ સાઈટ્સ

એક તરફ પાકિસ્તાન તરફથી હથિયારોની તસ્કરી માટે ડ્રોનના આધુનિક વર્ઝનનો ઉપયોગ થઈ રહ્યો છે. બીજી તરફ હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાની ગતિવિધિઓ વધી છે અને યુએવીનો ઉપયોગ થવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે ઈઝરાયલની સ્માર્ટ શૂટર ફર્મ દ્વારા નિર્મિત એન્ટી ડ્રોન સિસ્ટમ (Anti Drone System) સ્મેશ 2000 પ્લસની ખરીદી થઈ રહી છે. સ્મેશ ફાયર કંટ્રોલ સિસ્ટમ ઈલેક્ટો-ઓપ્ટિકલ રાઈફલ સાઈટ્સ છે અને તેને ભારતની એકે-47 અથવા એકે-103 રાઈફલો પર લગાવી શકાશે. આ સિસ્ટમનો ટાર્ગેટિંગ આલ્ગોરિધમ ઝડપથી ઉડતા નાના ડ્રોનને નિશાન બનાવવા માટે સક્ષમ છે. હાલ નૌસેના માટે ખરીદવામાં આવી રહેલી સ્મૈશ 2000 પ્લસ સિસ્ટમને સરહદી સુરક્ષા, સૈન્યના બેઝ કેમ્પ અને વ્યૂહાત્મક સુવિધાઓની સુરક્ષા માટે ઉપયોગમાં લાવી શકાશે.

જુવો ભારતીય સેનાની શસ્ત્ર (Indian Weapons) શક્તિની વિશેષ શ્રેણી OTTINDIA.APP પર –રગ રગમાં હિંદુસ્તાન. 

વધાર માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment