Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝવેજ-નોનવેજ મુદ્દે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષનું શું કહેવુ છે?

વેજ-નોનવેજ મુદ્દે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષનું શું કહેવુ છે?

non vag
Share Now

રાજયમાં હાલ આ મુદાઓ પર ધણી ચર્ચા કરવામાં આવી રહી છે.મંત્રીઓના એક પછી એક નિવેદન આવી રહ્યા છે.અને આજ મુદાની જો વાત કરવામાં આવે તો વેજ-નોનવેજ મુદ્દે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તો સાથે જ તેમણે જણાવ્યું કે એ ‘વેજ-નોનવેજ’ જોક હતો. હાલ ક્યાંય નૉનવેજની(non vag) લારીઓ હટાવાઈ નથી; પાટીલે કહ્યું- લારીઓ પર ગરીબોનું જીવન, મદદ કરીશું.તો સાથે જ તમને જણાવી દઇએ કે  રાજ્યમાં માંસ, મટન, ઇંડાંની લારીઓ દૂર કરાવવા મુદ્દે સરકારની પીછેહઠનો સંકેત કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

ભાજપ-અધ્યક્ષ પાટીલે કહ્યું, નૉનવેજની(non vag) લારીઓ હટાવવા ભાજપ વિચારી શકે નહીં

રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં માંસ, મટન, ઇંડાંની લારીઓ દૂર કરવાના સ્થાનિક મહાનગરપાલિકાના આદેશ મુદ્દે સરકાર પીછેહઠ કરે એવા સંકેતો મળ્યા હતા. પરંતુ અમદાવાદમાં જાહેરમાં નૉનવેજની લારીઓ દૂર કરવાના નિર્ણય બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નારાજ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે અમે તમામ મેયરો સાથે ચર્ચા કરી લઇશું અને તમામ વહીવટકર્તાઓને આદેશ કરીશું કે આ લારીઓ બંધ કરાવવાની કોઇ તજવીજ કરવાની નથીપાટીલે કહ્યું હતું કે ગરીબ લોકો આના પર નભતા હોવાથી ભાજપ આ મુજબની કાર્યવાહીની તરફેણમાં નથી.આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્પષ્ટતા કરી છે. હાલ ક્યાંય વેજ કે નોનવેજની(non vag) લારી હટાવાઇ નથી.

non-veg

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

મંત્રીઓને વિવાદ સર્જાય એવાં નિવેદનો નહીં કરવાની સૂચના અપાઇ

મહેસૂત્રીમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફૂટપાથ પર ઊભી રહેતી ઇંડાં અને નોનવેજની(non vag) લારીને દબાણ ગણાવી એ મામલે પાટીલે કહ્યું, આ અંગે સરકારમાં કોઇએ નિર્ણય લીધો નથી. મંત્રીઓને કહી દેવાયું છે કે આમને બંધ ન કરાવવા જોઇએ. મંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે આવાં નિવેદનોથી દૂર રહો. અને વિવાદ થાય એવું બોલો નહીં. પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવને લેખિત આદેશ કર્યો છે. રાજ્યમાં અંબાજી, સોમનાથ, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ, ગિરનાર, ડાકોર, શામળાજી સહિતનાં સ્થળોને યાત્રાધામ તરીકે જાહેર કરાયાં છે

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment