Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeડિફેન્સWeapon Series: પિનાક છે, મલ્ટીબેરલ રોકેટ સિસ્ટમ

Weapon Series: પિનાક છે, મલ્ટીબેરલ રોકેટ સિસ્ટમ

Share Now

પિનાક મલ્ટીબેરલ રોકેટ સિસ્ટમ 44 સેકન્ડમાં 12 રોકેટ છોડવાની ક્ષમતા ધરાવે છે. તેનું માર્ક-1 વર્ઝન સેનામાં સેવારત છે અને માર્ક-2નું તાજેતરમાં સફળ પરીક્ષણ થઈ ચુક્યું છે. જમીની યુદ્ધમાં પિનાક રોકેટ સિસ્ટમ દુશ્મનો માટે કાળ છે.

આજે આપણે વાત કરીશું, Indian Weapon Series with OTT India પર, ભારતીય સેનાઓના સૌથી આધુનીક અને સૌથી ખતરનાક શસ્ત્રોના વિષે. આજનો  ભારતીય શસ્ત્ર છે પિનાક મલ્ટીબેરલ રોકેટ સિસ્ટમ (Pinaka multi barrel rocket System)

જુઓ આ વીડીઓ: Pinaka multi barrel rocket System

પિનાક ફ્રી ફ્લાઈટ આર્ટિલરી રોકેટ સિસ્ટમ:- 

Image Credit: File Photo

 • પિનાક (Pinaka) એક ફ્રી ફ્લાઈટ આર્ટિલરી (free flight artillery rocket system) રોકેટ સિસ્ટમ છે. તેની રેન્જ 37.5 કિલોમીટરની છે.
 • પિનાક રોકેટ્સને મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરથી છોડવામાં આવે છે.
 • આ રોકેટ લોન્ચર માત્ર 44 સેકન્ડમાં 12 રોકેટ્સથી દુશ્મન પર પ્રહાર કરી શકે છે.
 • ભગવાન શિવના ધનુષનું નામ પિનાક હતું. આ અત્યાધુનિક રોકેટ સિસ્ટમનું નામ પિનાક આપવામાં આવ્યું છે.
 • તેને ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર જરૂરિયાત પ્રમાણે તહેનાત કરવામાં આવશે.
 • લાંબા અંતરની આ આર્ટિલરી સિસ્ટમથી (artillery system) નાની રેન્જની આર્ટિલરી, ઈન્ફન્ટ્રી અને બખ્તરબંધ વાહનોને નિશાન બનાવી શકાય છે.

Image Credit: File Photo

ભારત પાસે હતી ગ્રાન્ડ નામની રશિયન સિસ્ટમ:-

પિનાક પહેલા ભારત પાસે રોકેટ્સ છોડવા માટે ગ્રાન્ડ નામની રશિયન સિસ્ટમ (Russian System) હતી. તેનો હજીપણ ઉપયોગ કરાય છે. તેના વિકલ્પ સ્વરૂપે 1980માં ડીઆરડીઓ દ્વારા પિનાક રોકેટ સિસ્ટમને વિકસિત કરવાનું શરૂ કરાયું હતું. 1990ના આખરમાં પિનાક માર્ક-1નું સફળ પરીક્ષણ કરાયું હતું. ભારતે કારગીલ યુદ્ધમાં પિનાક રોકેટ સિસ્ટમનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. બાદમાં પિનાકની ઘણી રેજિમેન્ટ્સ બની હતી. 

Image Credit: File Photo

મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ પિનાકની વિશેષતાઓ:- 

 • મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ પિનાકની એક બેટરીમાં 6 લોન્ચ વ્હિકલ હોય છે.
 • તેની સાથે લોડર સિસ્ટમ, રડાર અને લિંક વિથ નેટવર્ક સિસ્ટમ તથા એક કમાન્ડ પોસ્ટ હોય છે.
 • એક બેટરી દ્વારા 1 વર્ગ કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવાની ક્ષમતા છે.
 • પિનાક માર્ક-1 40 કિલોમીટર અને પિનાક માર્ક-2ની રેન્જ 75 કિલોમીટર સુધી નિશાન સાધવા સક્ષમ છે.
 • પિનાક રોકેટનું માર્ક-2 વર્ઝન એક ગાઈડેડ મિસાઈલની જેમ બનાવવામાં આવ્યું છે.

તેમા નેવિગેશન, કંટ્રોલ અને ગાઈડન્સ સિસ્ટમ પણ જોડાયેલા છે. જેથી રેન્જના વધવાની સાથે નિશાન સાધવામાં ચોકસાઈ પણ રાખી શકાય છે. તેની નેવિગેશન સિસ્ટમ સીધી ઈન્ડિયન રીઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. તાજેતરમાં અપગ્રેડ કરાયેલા માર્ક-2, નેટવર્ક કેન્દ્રીત યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

પિનાકની લાક્ષણિકતાઓ:- 

અહિયાં વાંચો: Weapon Series: એન્ટી ટેન્ક મિસાઈલના છે-5 સંસ્કરણ

 • પ્રકાર- રોકેટ આર્ટિલરી
 • ઉત્પાદન- 1998થી હાલ સુધી ભારતમાં
 • ઉપયોગ-ભારતીય સેના
 • યુદ્ધ -કારગીલ વૉર
 • ડિઝાઈનર-DRDO
 • ડિઝાઈન્ડ-1986
  માર્ક-1 -40 કિલોમીટર સુધી
 • માર્ક-2  -75થી 120 કિ.મી. (In Development)
 • કેલિબર – 214 એમએમ
 • બેરલ -12
 • ફાયરિંગ રેટ -44 સેકન્ડમાં 12 રોકેટ
 • વૉરહેડ વેઈટ -250 કિલોગ્રામ સુધી
 • સ્પીડ લોન્ચર -80 km/h

અહિયાં વાંચો: Weapon Series: પોખરણમાં ‘બુદ્ધનું સ્મિત’ અને ‘શક્તિ’નો વિસ્ફોટ

પિનાક મલ્ટી બેરલ રોકેટ લોન્ચરનું  માપદંડ ખરું  

સામાન્ય રીતે આર્ટિલરી ગન્સના મુકાબલે રોકેટ્સની ચોકસાઈ ઓછી હોય છે. પરંતુ પિનાકા માર્ક-2માં ગાઈડન્સ અને નેવિગેશન સિસ્ટમ લાગેલી હોવાથી આ પ્રકારની મર્યાદાને દૂર કરી શકાઈ છે. આ સિવાય યુદ્ધ સમયે રોકેટ લોન્ચર્સને શૂટ એન્ડ સ્કૂટની રણનીતિ અપનાવવી પડે છે. એટલે કે ટાર્ગેટ પર ફાયર કર્યા બાદ તેને દુશ્મનના વળતા હુમલાથી બચવા પોતાના સ્થાનેથી હટવું પડે છે. તેના માટે લોન્ચર વ્હિકલની મેન્યુવરેબિલિટી ઘણી સારી હોવી જોઈએ. પિનાક મલ્ટી બેરલ રોકેટ લોન્ચર આ માપદંડ પર ખરું ઉતરે છે.

પિનાક આર્ટિલરી રોકેટ સિસ્ટમનું ઉપ્તાદન 1998થી ભારતમાં થઈ રહ્યું છે. ભારતીય સેનાએ તેનો કારગીલ યુદ્ધમાં ઉપયોગ કર્યો હતો. તેને ડીઆરડીઓએ 1986માં ડિઝાઈન કર્યું હતું. પિનાકનું વોરહેડ વેઈટ 250 કિલોગ્રામ છે. તેના લોન્ચરની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. 214 કેલિબરના પિનાક રોકેટ લોન્ચરની લંબાઈ 4.95 મીટર છે. તેના માર્ક-2 વર્ઝનનું તાજેતરમાં સફળ પરીક્ષણ કરાયું હતું.

જુઓ ભારતીય સેનાની શસ્ત્ર (Indian Weapons) શક્તિની વિશેષ શ્રેણી OTTINDIA.APP પર –રગ રગમાં હિંદુસ્તાન.  

વધાર માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment