Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeરાઈટર્સ કૉલમજો અચાનક જ સુરજ આ દુનિયામાંથી ગાયબ થઇ જાય તો?

જો અચાનક જ સુરજ આ દુનિયામાંથી ગાયબ થઇ જાય તો?

Share Now

સવારના આઠ વાગ્યા છે.  સુરજના (sun) કુણી કુણી કિરણો ધીમે ધીમે ઘરમાં પ્રવેશ કરી રહી છે.  ચકલીઓ પણ ચી..ચી..કરીને જાણે એકબીજાને ગુડ મોર્નિંગ થઈ રહી છે. નોકરીયાત લોકો ઓફિસે જવા માટે નીકળી ગયા છે, તો બાળકો પણ મસ્ત રેડી થઈને સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. આ છે આપણા બધાની રૂટિન સવાર. પણ ખરેખર એક સવારની વ્યાખ્યા શું? ઘડિયાળમાં ૭ વાગવા? કે પછી ચકલીઓની ચિચિયારી?

આનો સાચો જવાબ છે સૂરજ. સવારની વ્યાખ્યા જો એક શબ્દમાં આપવાની હોય તો એ છે સુરજ. જો સુરજ જ ના હોય તો શું સવાર પડી શકે? આ સવાલનો જવાબ મેળવવા ચાલો એક કલ્પના કરીએ અને જોઈએ સુરજ વગરનો એક દિવસ!

એક કલ્પના: સુરજ (sun) વગરનો એક દિવસ!

શું થાય જો સૂરજ (sun) એક મિનિટ માટે, એક કલાક માટે, એક દિવસ માટે કે પછી એક અઠવાડિયા માટે ગાયબ થઈ જાય તો? આ એક કાલ્પનિક વિચાર જરૂરથી છે, પણ જો કદાચ આવું કંઈક થાય તો શું થશે આ દુનિયામાં?

imagine earth in solar system without sun

image credit- google image

માની લો કે એક બહુ જ મોટું સ્પેસ શીપ (spaceship) સૌરમંડળની અંદર આવ્યું છે. સુરજને લઇ જવા માટે, તેની અંદર એલિયન્સ હોઈ શકે! સુરજે બધા જ ગ્રહોને પોતાના આકર્ષણથી સૌર મંડળમાં જકડી રાખ્યા છે. જેઓ સૂરજને એલિયન્સએ પોતાની જગ્યાએથી હટાવ્યો, તમામ ગ્રહો પોતાની જગ્યાએથી હલીને, અવકાશમાં છૂટા પડી ગયા. બધા જ ગ્રહો અવકાશમાં ગમે ત્યાં ફરી રહ્યા છે. હવે કોઈ જ સૂરજ નથી, કે જે તેને કંટ્રોલમાં રાખીને એક સિસ્ટમમાં રાખી શકે.

અચાનક જ ધરતી પર અંધારું!

ધરતીના એક વિસ્તારમાં અત્યારે પણ સુરજ (sun) દેખાઈ રહ્યો છે બધું જ નોર્મલ છે. કારણ કે સુરજના પ્રકાશને પૃથ્વી પર પહોચતા ૮ મિનીટ 20 સેકંડનો સમય લાગે છે. અને  ૮ મિનીટ 20 સેકંડપછી અચાનક જ ધરતી પર અંધારું! અચાનક જ આખી પૃથ્વી પર રાત થઇ ગયું. હવે આકાશના બધા જ તારાઓ એકદમ સ્પષ્ટ દેખાવા લાગ્યા. કારણ કે હવે સુરજની કોઈ રોશની નથી. કે જે આ તારાઓને ઢાંકી શકે. ચાંદ અને બીજા તારાઓ પણ દેખાવના બંધ થઇ ગયા! કારણ કે તમને ખબર હશે કે ચાંદનો કોઈ પોતાનો કોઈ પ્રકાશ નથી.

imagine earth in solar system without sun

image credit- google image

 

આ વસ્તુની સૌથી ભયાનક અસર થશે વનસ્પતિ પર! વનસ્પતિઓ પોતાનું ખાવાનું સૂર્ય શક્તિમાંથી બનાવે છે. અને જો સુરજ નહિ હોય તો બધા જ વૃક્ષો વનસ્પતિઓ મુર્જાઈ જશે. અચાનક જ ગાયબ તહી ગયેલા સુર્યપ્રકાશથી લોકો દંગ છે. બધાના મનમાં સવાલોનો મેળો ભારનો છે જાણે! આ શું થયું? સુરજ ક્યાં ગયો? હવે આગળ શું થશે? વૈજ્ઞાનિકો તો હવે આગળને કેટલાય વર્ષો સુધી વ્યસ્ત થઇ ગયા! 

આ પણ વાંચો: જો ભૂલથી લપસ્યા, તો સમજો મર્યા…જાણો દુનિયાની ખતરનાક સીડીઓ વિશે!

ઋતુઓના લીસ્ટમાં ઉનાળો ઋતુ હવે નથી રહી!

summer

image credit- google image

હવે મોર્નિંગ ગુડ રહેશે કે નહિ કોઈને નથી ખબર! સૂર્ય ઉર્જા માટે બનાવેલા તમામ પ્રોજેક્ટ્સ નિષ્ફળ થઇ ગયા! હવે આખી જિંદગી આ ઘરમાં રહેલા નાના નાના બલ્બને જોઈને જ કાઢવી પડશે. ઋતુઓના લીસ્ટમાં ઉનાળો ઋતુ હવે નથી રહી! હવે લોકોની “ખુબ તાપ પડે છે અને ગરમી થાય છે” ફરિયાદ હમેશના માટે દુર થઇ ગઈ. પણ બીજી નવી સો ફરિયાદો આપતી ગઈ. 

આ કાલ્પનિક દ્રશ્યને વાસ્તવિક જીવન સાથે આમ તો બહુ દુરનો સબંધ છે. પણ આ કલ્પના વિશે તમારો શું પ્રતિભાવ છે? શું તમે પણ આવી કોઈ કલ્પના કઈ છે? તો નીચે આપેલ કમેન્ટ બોક્ષમાં જરૂરથી લખજો.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment