Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeઇતિહાસટાઇમ કેપ્સ્યુલ એટલે શું? જાણો ઇતિહાસની જાણકારી આપનાર કેપ્સ્યુલનો ઇતિહાસ

ટાઇમ કેપ્સ્યુલ એટલે શું? જાણો ઇતિહાસની જાણકારી આપનાર કેપ્સ્યુલનો ઇતિહાસ

TIME CAPSULE
Share Now

આજથી પાંચ કે છ હજાર વર્ષ પછી જો કોઈએ ભારતની સંસ્કૃતિ વિશે જાણવું હશે તો તે શું કરશે? કેવી રીતે જાણશે કે શું હતું ગયા વર્ષોમાં? તમે તમારા કોઈ કિંમતી દસ્તાવેજ અથવા વારસો આવનારી પેઢીને સોંપવા માટે શું કરશો? માની લો કે કોઈ કિંમતી ચીજ વસ્તુ સૌ કોઈથી છુપાવીને કઈ રીતે રાખી શકાય? હજારો વર્ષો બાદ પૃથ્વી વિશે કોઈએ જાણકારી મેળવવી હશે તો તેના માટે શું કરી શકાશે?આવા અનકો સવાલો તમારા મનમાં આવતા જ હશે. તો આજે તમને અમે જણાવીશું કે  તેનો એક ઉપાય છે. અને તે છે ટાઈમ કેપ્સૂલ(TIME CAPSULE )જેનાથી તમે આવનારી પેઢી માટે કોઈ કિંમતી વારસો, સંસ્કૃતિ કે પછી અન્ય કોઈ ચીજવસ્તુને સાચવી શકો છો. માત્ર માણસ જ નહીં પણ કોઈ પણ કુદરતી આફતથી બચાવીને સાચવી રાખવા માટે ટાઈમ કેપ્સૂલનો ઉપયોગ થાય છે. તમને થશે આ ટાઈમ કેપ્સૂલ શું છે અને તેનાથી કઈ રીતે કોઈ ખાનગી દસ્તાવેજ કે વારસાને સાચવી શકાય.જો  પૃથ્વી નાશ થઇ જાય અને આવનારી પેઢીને કેવી રીતે માહિતી મળશે કે શુ હતું આગલા વર્ષોમાં પેઢીને વર્તમાન વિશે જાણ થાય તે હેતુ એ આ વિચારસરણીને જન્મ આપ્યો છે. તો સૌથી પહેલાં જાણીએ ટાઈમ કેપ્સૂલ શું છે  

ટાઇમ કેપ્સ્યુલ(TIME CAPSULE )એટલે શું ?

ટાઈમ કેપ્સૂલને જમીનમાં મૂકવાનો મુખ્ય હેતુ કોઈ સમાજ, કાળ અથવા દેશના ઈતિહાસને સુરક્ષિત રાખવાનો હોય છે. જેથી ભવિષ્યની પેઢીને કોઈ વિશેષ યુગ,સમાજ અને દેશ વિશે જાણવામાં મદદ મળી રહે.ખરેખર જો ટાઇમ કેપ્સ્યુલની વાત કરીએ તો તે કન્ટેનર જેવું હોય છે. તે વિશિષ્ટ ધાતુઓથી બનાવવામાં આવે છે. જેથી તે તમામ પ્રકારના હવામાન અને પરિસ્થિતિઓનો સામનો કરી શકે અને વર્ષો સુધી તે  રહી શકે. તેમાં બધી માહિતી મૂક્યા પછી જમીનની અંદર ઉંડે ખાડામાં  દબાવવામાં આવે છે. તેમ છતા તે હજારો વર્ષો સુધી એવુને એવુજ રહે છે, તે સડતું નથી. તે એકરીતે જોવા જઈએ તો ભવિષ્યની પેઢીની જાણકારી માટે મુકાય છે કે આ સ્થાનનો ઈતિહાસ શું છે. જો વિશ્વનો નાશ થાય તો પણ, માહિતી લોકોની સામે સબુત બનીને કાયમ રહેશે.સેંકડો હજારો વર્ષ પછી જ્યારે બીજી કેટલીક સંસ્કૃતિને આ કેપ્સ્યુલ્સ મળે તો તે જાણી શકશે કે આ જગ્યાનું શુ મહત્વ છે. સમ્રાટ અશોકે જે શિલાલેખ બનાવ્યાં તેની તમામ જાણકારી અત્યારે પણ સુરક્ષિત છે.જે માત્ર ટાઈમ કેપ્સૂલના કારણે છે.TIME CAPSULE

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

દુનિયાની સૌથી જૂની ટાઈમ કેપ્સૂલ(TIME CAPSULE )

સ્પેનની રાજધાની મેડ્રિટથી 80 કિલોમીટર દુર એક ચર્ચની નીચેથી મૂર્તિ મળી આવી હતી.આ મૂર્તિમાં પણ એક ટાઈમ કેપ્સૂલ  જ હતી. જેમાં અનેક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું.જેમાં આર્થિક, રાજનૈતિક અને સાંસ્કૃતિ સૂચનાઓ લખેલી હતી. સાથે જ 28મી સદીમાં સ્પેનમાં લોકોની લાઈફ સ્ટાઈલ વિશે વાત કરેલી હતી. જેને અત્યાર સુધીની સૌથી જૂની ટાઈમ કેપ્સૂલ મનાઈ છે.અમેરિકમાં પણ એક ટાઈમ કેપ્સૂલ મળી હતી. જે 1755ની હતી. જેમાં તે સમયના કેટલાક જૂના અખબારો પણ હતા. આ સાથે 28મી સદીના કેટલાક સિક્કા પણ હતા. જે અમેરિકામાં મળેલી સૌથી જૂની ટાઈમ કેપ્સૂલ હતી હોવાનું સામે આવ્યું હતું.

આજ સુધીની સૌથી મોટી ટાઈમ કેપ્સૂલ(TIME CAPSULE )તેનો ભારત સાથે સંબંધ

જોર્જિયામાં અત્યાર સુધીની સૌથી મોટી ટાઈમ કેપ્સૂલ બની હતી . જેને બનાવવામાં 4 વર્ષ સુધીનો સમય લાગ્યો હતો. . જેમાં દુનિયાભરના દેશોના જરૂરી દસ્તાવેજો અને જરૂરી ચીજવસ્તુઓ રાખેલી હતી. આ રૂમમાં ખાસ પ્રકારનો ગેસ ભરવામાં આવ્યો હતો. અને આ રૂમમાં 800 પુસ્તકો હતા. માણસ આ રૂમમાં પહોંચી જાય તો તેને આ તમામ વસ્તુની જાણકારી મળી શકે છે. અને કદાચ તે સમયમાં જો કોઈને ઈગ્લિંશ ભાષા ન આવડતી હોય તો તે આ ડિવાઈઝરથી શીખી પણ  શકશે ,અને આજની સ્થિતિ વિશે જાણી પણ શકશે. આ ટાઈમ કેપ્સૂલમાં દુનિયાના સૌથી જૂના યોગા ઈન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ઈન્ડિયન યોગગુરૂ શ્રી યોગેન્દ્રજીના પુસ્તકો રાખેલા છે. જેનાથી ભારત વિશે અને ભારતની સંસ્કૃતિ વિશે જાણીણકારી મેળવી શકાશે.

સૌથી ચર્ચાસ્પદ કિસ્સો રહ્યો ઈન્દિરાનો કાલપત્ર

ભારતમાં પણ ટાઈમ કેપ્સૂલ સાથે જૂનો ઈતિહાસ જોડાયેલો છે. એક એવી જાણકારી પણ સામે આવી છે કે 1989માં જ્યારે ગર્ભગૃહની સામે રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને તે સમયે એક તામ્રલેખ જમીનમાં મૂકવામાં આવ્યો હતો. આ તામ્રપત્ર તે વખતના વિશ્વ હિન્દૂ પરિષદના મહાસચિવ અશોક સિંહલે તૈયાર કર્યો હતો. તેવી માહિતી સામે આવી હતી.તો સૌથી ચર્ચાસ્પદ કિસ્સો છે ઈન્દિરા ગાંધીનો. 15 ઓગસ્ટ 1973માં તે વખતના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ લાલકિલ્લાના પરિસરમાં જમીનથી 32 ફૂટ નીચે ટાઈમ કેપ્સૂલ મૂકી હતી. તેને બ્લેક બોક્સ નામ આપવામાં આવ્યું હતુ.  તો આ ટાઈમ કેપ્સૂલમાં શું લખવામાં આવ્યું હતું.તેની જાણ કરવામાં આવી ન હતી. તે સમયમાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ વચ્ચે આ ટાઈમ કેપ્સૂલને લઈને ખૂબ મોટો વિવાદ થયો હતો.વિવાદ એટલો મોટો હતો કે વિપક્ષે તેને ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવી દિધો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ટાઈમ કેપ્સૂલમાં ઈન્દિરા ગાંધીએ પોતાનો અને નહેરૂ-ગાંધી પરિવારનો મહિમા મંડળ કર્યો છે.

વિપક્ષી નેતાઓએ વચન પણ આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો કાલપત્રને જમીનમાંથી બહાર કાઢીને સાર્વજનિક કરવામાં આવશે. અને ખરેખર એવું જ કરવામાં આવ્યું હતું. વિપક્ષ સતામાં આવ્યું અને તે ટાઇમ કેપ્સૂલને બહાર કાઢવામાં આવી હતી. અને જે કોંગ્રેસ દ્વારા લખાણ લખવામાં આવ્યું હતું તે લોકોની સામે રજૂૂ કરવામાં આવ્યું હતું.જનતા પાર્ટીની મોરારજી દેસાઈની સરકાર વખતે બહાર કાઢવામા આવ્યું હતું અને  58 હજારનો ખર્ચો કરવામાં આવ્યો હતો.TIME CAPSULE

શુ રામમંદિરના તથ્યો અને ઈતિહાસની જાણકારી ટાઈમ કેપ્સૂલમાં(TIME CAPSULE )?

5 ઓગસ્ટે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સમયે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. તે સમયે આ ભૂમિ પૂજનમાં અયોધ્યા રામમંદિરના ગર્ભમાં લગભગ 2000 ફૂટ નીચે એક ટાઈમ કેપ્સૂલ રાખવામાં આવી હોવાની ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.તો રામમંદિરના ભૂમિ પૂજન બાદ ટાઈમ કેપ્સૂલ તેના વિશે કોઇ માહિતી આપવામાં આવી ન હતી.તો આ હતો ટાઈમ કેપ્સૂલનો ઈતિહાસ જેને હજારો વર્ષો જૂના દસ્તાવેજો, વારસો અને માહિતી આજની પેઢી સુધી પહોંચાડ્યા માટે તેના ઉપયોગ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment