Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝ ભ્રમરોગ એટલે શું?

 ભ્રમરોગ એટલે શું?

delirium
Share Now

ભ્રમરોગ માનસિક સમસ્યા છે પણ તેની શારીરિક અસરો ભયાનક. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણના માર્ગદર્શનમાં પીએચડી ના વિદ્યાર્થી જાદવ તૌફીક દ્વારા સર્વે રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવ્યો. 234 યુવાનો,180 તરુણો,450 પ્રોઢ,306 વૃદ્ધ આમ કુલ 1170 લોકો પર સર્વે કરવામાં આવ્યો. જેમાં 18% તરૂણોમા,36% યુવાનોમાં,26.10% પ્રોઢમા અને 45% વૃદ્ધમા જુદા જુદા પ્રકારની ભ્રમણાઓ જોવા મળી.

 ભ્રમરોગ એટલે શું?

ભ્રમરોગ એ એક એવો મનોવૈજ્ઞાનિક વિકૃતિ છે, જેમાં વ્યક્તિ વાસ્તવિકતા અને કાલ્પનિક્તા વચ્ચે ભેદ ઓળખી શકતો નથી. આ રોગમાં વ્યક્તિ કાલ્પનિક વસ્તુઓ ઉપર વિશ્વાસ કરે છે. ભ્રમ એ કેટલાય માનસિકરોગોનું એક લક્ષણ હોય શકે છે, પરંતુ ભ્રમરોગ તેને કહે છે જ્યારે વ્યક્તિને મુખ્યત્વે ભ્રમની સમસ્યાઓ અનુભવાતી હોય. ભ્રમરોગ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ એક મહિના અથવા તેનાથી વધારે સમયથી એક અથવા એકથી વધારે બાબતો પ્રત્યે ભ્રમિત રહે છે.ભ્રમરોગથી પીડિત વ્યક્તિ પોતાના સામાન્ય કાર્યો કરતી રહે છે અને કોઈ વિચિત્ર પ્રકારનુ વર્તન કરતી નથી પરંતુ ભ્રમથી એટલો બધો પ્રભાવિત થઈ જાય છે કે તેનાથી તેના સામાન્ય જીવન ઉપર મોટી અસર પડે છે.

 ભ્રમરોગના નિદાન માટે એક મનોચિકિત્સક વ્યક્તિના લક્ષણોની તપાસ કરે છે. તેની સારવાર માટે દવાઓ અને કાઉન્સેલિંગની આવશ્યકતા રહે છે. લાંબા સમય સુધી ભ્રમરોગગ્રસ્ત રહેવાથી કાયદાકીય અને આર્થિક સમસ્યાઓ સર્જાય છે, કારણ કે, તે પોતાના ભ્રમના કારણે સમસ્યાઓમાં ઘેરાય જાય છે.

delirium

 ભ્રમરોગના પ્રકાર:-

(1) સોમેટીક :- સોમેટીક પ્રકારના ભ્રમરોગમાં વ્યક્તિને એવું લાગે છે કે તેને કંઇક અનુભવ થઈ રહ્યો છે અથવા તેને કોઈક શારીરિક અક્ષમતા છે. જેમકે દુર્ગંધ આવવી અને એવો અનુભવ થવો કે તેની ત્વચા ઉપર અથવા તેના શરીરમાં જીવજંતુ પડી રહ્યા છે.

(2) પર્સિક્યુટરી (persecutory):- પર્સિક્યુટરી પ્રકારના ભ્રમરોગમા વ્યક્તિને એવું લાગી રહ્યું હોય છે કે તેને દગો આપવામાં આવી રહ્યો હોય છે તે વ્યક્તિની ગોપનીય કે ખાનગીમાં તપાસ કરવામાં આવી રહી છે, તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે, તેને ડ્રગ આપવામાં આવી રહ્યું છે, તેને બદનામ કરવામાં આવી રહ્યો છે, કોઈપણ પ્રકારે તેની સાથે દુર્વ્યવહાર/ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.

(3) અન્ય પ્રકાર:-

(A) ભવ્યતા (Grandiose) :- ભવ્યતા પ્રકારના ભ્રમરોગમાં વ્યક્તિને એવું લાગે છે કે તેની પાસે કોઈ વિશેષ યોગ્યતા, વિશેષ ઓળખ, વિશેષ જ્ઞાન કે શક્તિ છે. સાથે સાથે એવું પણ અનુભવે છે કે તેને કોઈ ફેમસ વ્યક્તિ કે ભગવાન સાથે સંબંધ છે.

(B) ઈર્ષા (jealous):– ઈર્ષા પ્રકારના ભ્રમરોગમાં વ્યક્તિને એવું લાગે છે કે તેના સાથીઓ તેના પ્રત્યે વફાદાર કે નિષ્ઠાવાન નથી.

(C) એરોટોમેનિક (Erotomanic):- એરોટોમેનિક પ્રકારના ભ્રમરોગમાં વ્યક્તિને એવું લાગે છે કે કોઈ પોતાનાથી શ્રેષ્ઠ વ્યક્તિ તેને પ્રેમ કરે છે.

(D)સંમિશ્રિત (Mixed):- સંમિશ્રીત પ્રકારના ભ્રમરોગમાં વ્યક્તિને ઉપર દર્શાવેલ દરેક પ્રકારના લક્ષણો એક સાથે જોવા મળે છે.

(E) અસ્પષ્ટ/ અનિર્દિષ્ટ (Unspecified):- ઉપરોક્ત દર્શાવેલ સિવાયના લક્ષણો જો દર્દીમાં જોવા મળે તો તે બધાનો અસ્પષ્ટ/ અનિર્દિષ્ટ લક્ષણોમાં સમાવેશ થશે.

 ભ્રમરોગના લક્ષણો:-

  • પોતાને શોષણનો શિકાર સમજવું. 
  • મિત્રોની વફાદારી અને વિશ્વસનીયતા ઉપર સંકોચ કે શંકા કરવ
  • સારી બાબતો કે નાની મોટી ઘટનાઓના ભયયુક્ત અર્થ કરવા

 મનમાં ફરિયાદો રાખવી
 કોઇપણ બાબતમાં તાત્કાલિક પ્રતિક્રિયા આપવી -ભ્રમરોગથી પીડિત લોકોને અન્ય લોકો પ્રત્યે શંકા કરવી અને વિશ્વાસ ન કરવાની આદત.

delirium type

 મનોસામજિક લક્ષણ:-

(1) ઝડપથી ઉત્તેજિત થઈ જવું.

(2) માનસિક આઘાતોથી રક્ષણ મેળવતા પોતાને નુકશાન કે ઇજા પહોંચાડવી

(3) માનસિક વિકારોની શરૂઆત થવી અથવા તેમાં વધારો થવો.

(4) સામાજિક સંબંધોમાં સમસ્યાઓ

(5) પ્રેમભર્યા સંબંધોમાં કડવાહટ

(6) ભ્રમથવાના કારણે લોકોસાથે ઝઘડવું

(7) જાણી જોઈને પોતાને એકલી રાખવી

(8) કાર્ય કરવામાં મુશ્કેલીઓ થવી.

 વ્યવહારિક લક્ષણ:-

(1) અન્ય વ્યક્તિઓ સાથે આક્રમક વર્તન (2) હંમેશા સામેવાળી વ્યક્તિની વિરૂદ્ધ બોલવું (3) વિચિત્ર વર્તન કરવું (4) ઓફિસમાં વ્યવસ્થિતરીતે કાર્ય ન કરવું (5) ભ્રમ થતો ન હોય ત્યારે મનોમન સામાન્ય વ્યવહાર કરવો.

 ભ્રમરોગના કારણો:-

(1) આનુવંશિક કારણ:- ભ્રમરોગ તેવા લોકોમાં વધારે જોવા જોવા મળે છે જેના પરિવારમાં કોઈપણને ભ્રમરોગ કે સ્કીઝોફેનીયા છે, તેથી તેવું સમજી શકાય કે આનુવંશિકતા એ ભ્રમરોગ માટેનું એક કારણ છે. તેવુ માનવામાં આવે છે કે ભ્રમરોગ માતા- પિતા દ્વારા તેના સંતાનોમાં આવે છે.

(2) જૈવિક કારણ:- સંશોધનકર્તા એ બાબતે સંશોધન કરી રહ્યા છે કે મગજના કેટલાંક ભાગમાં નુકશાન પહોંચવાથી ભ્રમરોગ થઈ રહ્યો છે. મગજમાં કેટલાંક રાસાયણિક અસંતુલનને કારણે પણ ભ્રમરોગ થાય છે.
આ સિવાય મનોવૈજ્ઞાનિક કે પર્યાવરણીય કારણો પણ જવાબદાર છે.

 ભ્રમરોગ માટેના જોખમકારક ઘટકો:-

(1) ચિંતા (સ્ટ્રેસ) (2) દારૂ કે કેફી દ્રવ્યોનું સેવન (3) જે લોકો એકલા રહે છે જેમકે બહારથી આવેલા લોકો, ઓછું સાંભળતા કે ઓછું બોલતા લોકો વગેરેને ભ્રમરોગ થવાની સંભાવના વધારે રહે છે.

આ પણ જુઓ : બોર્ડના વિદ્યાર્થીઓ રાજી રાજી

ભ્રમરોગનું નિદાન :-

જ્યારે ભ્રમરોગના લક્ષણનો અનુભવ થઈ રહ્યો હોય ત્યારે ચિકિત્સક પહેલા થયેલી સમસ્યાઓની તપાસ કરે છે અને દર્દીનું શારીરિક નિદાન પણ કરે છે. (1) ડોકટર એક્સ- રે અને બ્લડ ટેસ્ટથી વ્યક્તિના લક્ષણોના શારીરિક કારણોની તપાસ કરે છે (2) જો તપાસથી શારીરિક કારણોની જાણકારી મળતી નથી ડોકટર દર્દીને મનોચિકિત્સક કે મનોવૈજ્ઞાનિક પાસે મોકલે છે. જે માનસિક રોગના કારણોની તપાસ કરે છે. (3) મનોચિકિત્સક વ્યક્તિના લક્ષણો અને વર્તનને આધારે ભ્રમરોગનું નિદાન કરે છે અને પોતાને થયેલ સવાલના જવાબ મેળવે છે તેના માટે વિશેષ તૈયાર કરવામાં આવેલ પ્રશ્નો પૂછે છે જેના જવાબના આધારે રોગની સ્થિતિનું અનુમાન લગાવે છે. આ દરમિયાન મનોચિકિત્સક કે મનોવૈજ્ઞાનિક રોગીના વર્તનનું નિરીક્ષણ કરે છે અને રોગીની સ્થિતિ વિશે નિષ્કર્ષ તારવે છે. (4) આ નિષ્કર્ષના આધારે એ નિશ્ચિત કરે છે કે રોગીને ક્યાં પ્રકારની તકલીફ છે અને કેટલા પ્રમાણમાં છે. તેના આધારે ઉપચાર નક્કી કરવામાં આવે છે. (5) એક મહીના સુધી માત્ર ભ્રમ રહેવો અને તેની સાથે કોઈ અન્ય મનોવૈજ્ઞાનિક સમસ્યા ન થાય તો ભ્રમનો રોગ માનવામાં આવે છે. (6) ભ્રમરોગની તપાસ કરવી ત્યારે અત્યંત કઠીન બની જાય છે જ્યારે રોગી પોતાના વિચારોને છુપાવે છે. રોગીને તેવુ લાગે છે કે તેના વિચાર વાસ્તવિક છે એટલા માટે તે ઉપચાર માટે તૈયાર થતો નથી. (7) રોગીના મિત્ર વર્તુળ અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરવાથી રોગની તપાસ કરવામાં મદદ મળી રહે છે (8) ક્યારેક દુર્લભ કિસ્સાઓમાં રોગીને ચિકિત્સક ઉપર શંકા હોય તો ડોકટર
EEG,MRI,CT SCAN જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

 ભ્રમરોગનો ઉપચાર:-

ભ્રમરોગના ઉપચાર માટે સામાન્યરીતે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ, માત્ર દવાઓથી ભ્રમરોગ સારો થતો નથી. એવા દર્દીઓ જેના લક્ષ્ણો ગંભીર છે તેવા દર્દીને સામાન્ય ન થાય ત્યાં સુધી માનસિક હોસ્પિટલમાં રાખવામાં આવે છે.
(1) મનોચિકિત્સાત્મક ઉપચાર – મનોચિકિત્સા ભ્રમરોગનો મુખ્ય ઉપચાર છે. આ દરમિયાન સુરક્ષિત વાતાવરણમાં રોગી પોતાના લક્ષ્ણો વિશે બતાવે છે. ઘણા બધા પ્રકારની મનોચિકિત્સા પદ્ધતિથી રોગીના વર્તન અને સમસ્યાઓને સારી કરવામાં આવે છે. તેનાથી વ્યક્તિ પોતાના લક્ષણોને નિયંત્રિત કરવાનું શીખી જાય છે અને તેનાથી બચવાના ઉપાયો પણ જાણી શકે છે. (A) વ્યક્તિગત મનોચિકિત્સાથી રોગી પોતાના તે વિચારોને જાણી અને બદલી શકે છે જેનાથી ભ્રમરોગ થવાની સંભાવના રહે છે. (B) વર્તન ઉપચાર પદ્ધતિથી વ્યક્તિ પોતાના તે વર્તનને જાણી અને બદલી શકે છે જેનાથી ભ્રમરોગ થવાની શક્યતા રહે છે. (C) પરિવાર ઉપચાર પદ્ધતિ રોગીના પરિવારના સભ્યોને તે ખીખવવામાં આવે છે કે તે રોગી સાથે કેવા પ્રકારનુ વર્તન કરે.

(2) દવાઓ- ભ્રમરોગના ઉપચાર કરવા માટેની મુખ્ય દવાઓને એન્ટી સાયકોટીક્સ કહેવામાં આવે છે. ભ્રમરોગ માટે નીચે મુજબની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. (1) પહેલાંના સમયમાં આપવામાં આવતી એન્ટી સાયકોટિકસ દવાઓ મગજમાં રહેલ ભ્રમ ઉત્પન્ન કરનાર ડોપામાઈન નામના ન્યુરોટ્રાન્સમીટરના કાર્યને અટકાવે છે. (2) નવી દવાઓ ભ્રમરોગના ઉપચારમાં વધારે સફળ માનવામાં આવે છે. આ દવાઓ ડોપામાઈન અને સેરોટોનિન નામના ન્યુરોટ્રાન્સમીટરને અટકાવે છે. જે ભ્રમનું કારણ બને છે.

(3) ટ્રાંક્વિલાઈઝર મગજની ગડબડને અટકાવવા દવા આપવામા આવે છે અને એન્ટી ડિપ્રેસેન્ટ દવાઓથી પણ ભ્રમરોગનો ઉપચાર કરવામાં આવે છે.

 ભ્રમરોગની જટિલતાઓ / સમસ્યાઓ:-

(1) ભ્રમરોગના કારણે થતી સમસ્યાઓથી રોગી ડિપ્રેશનમાં જઈ શકે છે. (2) પોતાના ભ્રમને વાસ્તવિક માનવાથી રોગીનું વર્તન આક્રમક બની શકે છે અને તેને કાયદાકિય સમસ્યાઓ પણ થઇ શકે છે. (3) ભ્રમરોગથી રોગી એકલો પડી શકે છે વિશેષ કરીને જો ભ્રમના લક્ષણો તેના સંબંધોને પ્રભાવિત કરે તો. (4) આર્થિક સમસ્યાઓ (5) નોકરી જતી રહેવી. ભ્રમરોગથી પિડીત લોકો તે સમજી શકતા નથી કે તેને કોઈ સમસ્યા છે જેને ઉપચારની જરૂરિયાત છે, તેને ઉપચાર કરાવવામાં શરમ આવે છે અને ભય પણ લાગે છે. ઉપચાર ન કરાવવાથી ભ્રમરોગ જીવનભર રહેનારી સમસ્યા બની જાય છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment