Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeહેલ્થDyspraxia એટલે શું?? શું તમારા બાળકોમાં તો તેના લક્ષણો નથી ને?

Dyspraxia એટલે શું?? શું તમારા બાળકોમાં તો તેના લક્ષણો નથી ને?

Dyspraxia
Share Now

ડિસ્પ્રેક્સિયા (Dyspraxia) મગજથી જોડાયેલો એક મોટર વિકાર છે. આ મોટર કૌશલ (Motor Skills), મોટર યોજના (Motor Planning અને સમન્વય એટલે કે coordination ને પ્રભાવિત કરે છે.) આ બીમારી બુદ્ધિ કે સમજણ સાથે કોઈ સંબંધ નથી, પણ ક્યારેક ક્યારેક સંજ્ઞાનાત્મક કૌશલને પ્રભાવિત કરી શકે છે.

ડિસ્પ્રેક્સિયા અને વિકાસાત્મક સમન્વય વિકાર (Developmental coordination disorder)એક જ ગણાય છે. જોકે, કેટલાક ડોક્ટર અત્યારે આ બંને સ્થિતિઓને અલગ-અલગ માને છે, પણ ઔપચારિક પરિભાષાની ઉણપના લીધે, તેને એક સરખી સમસ્યા જ માનવામાં આવે છે.

જે બાળકો જન્મજાત ડિસ્પ્રેક્સિયા હોય છે, તેમનો વિકાસ અન્ય બાળકોની તુલનાએ ધીમે થાય છે. તેમાં સંતુલન અને સમન્વયમાં પણ હેરાનગતિ થાય છે. જેમ-જેમ બાળકો કિશોરાવસ્થામાં પ્રવેશે છે, ડિસ્પ્રેક્સિયાના લક્ષણોના લીધે તેમને શીખવામાં તકલીફ થાય છે. જેની અસર તેમના આત્મસન્માન પર પણ પડે છે.

હાલ ડિસ્પ્રેક્સિયા (Dyspraxia)ની કોઈ સારવાર શક્ય નથી. આથી આ એક આજીવન સ્થિતિ છે. જોકે તે માટે ઘણા પ્રકારની થેરાપી ઉપલબ્ધ છે, જેનાથી આ સમસ્યાને મેનેજ કરવી સરળ થઈ જાય છે.

આ પણ વાંચોઃ- શું ઓક્ટોબરમાં આવશે ત્રીજી લહેર ? બાળકો પર તોળાતું જોખમ

Dyspraxia

IMAGE CREDIT: GOOGLE

બાળકોમાં Dyspraxia ના લક્ષણો

જો તમારા નવજાત શિશુને ડિસ્પ્રેક્સિયા છે, તો તેના વિકાસની ગતિ ધીમે હશે તે તમે જોઈ શકશો. જેવી કે, માથુ હલાવવુ, પડખુ ફેરવવુ, બેસવામાં અન્ય બાળકોની તુલનામાં તેમને સમય લાગે છે.

  • અસામાન્ય શરીરની સ્થિતિ
  • ચિડચિડિયાપણું
  • ઘોંઘાટ પ્રત્યે સંવેદનશીલ
  • ભોજન અને ઊંઘની સમસ્યા
  • હાથ અને પગની મૂવમેન્ટ
  • જેમ જેમ તમારુ બાળક આગળ વધે છે તેમાં પણ ગતિ ધીમે થતી જોવા મળશે.
  • ઘૂંટણના બળથી ચાલવામાં વાર લાગવી
  • ચાલવામાં મોડુ થવુ
  • સ્ટૂલ પાસ ટ્રેનિંગ
  • પોતાનું ભોજન જાતે ખાવુ
  • પોતાના કપડા જાતે પહેરવા

ડિસ્પ્રેક્સિયા શારીરિક ગતિવિધિઓને મુશ્કેલ બનાવે છે. જેમ કોઈ બાળક તેની શાળાના પુસ્તકો લઈને લિવિંગ રૂમમાંથી બીજા રૂમ સુધી જવા માંગે છે, પણ તે ત્યાં સુધી લથડિયા ખાધા વગર, કોઈ વસ્તુ સાથે અથડાયા વગર કે પુસ્તકોને પાડ્યા વગર પહોંચી શકતુ નથી.

Dyspraxia

IMAGE CREDIT: GOOGLE

બાળકોમાં Dyspraxia જોખમ ક્યારે વધે છે?

  • મહિલાઓની તુલનામાં પુરુષોમાં ડિસ્પ્રેક્સિયા સામાન્ય છે. એ જેનેટિક પણ હોય છે.
  • પ્રીમેચ્યોર ડિલેવરી
  • જન્મ સમયે શીશુના વજનમાં ઉણપ હોવી.
  • ગર્ભાવસ્થા દરમિયાન માતૃ દવા કે દારુનો ઉપયોગ
  • પરિવામાં વિકાસાત્મક સમન્વય વિકારોનો ઈતિહાસ

ડિસ્પ્રેક્સિયાની સારવાર

કેટલાક બાળકોમાં ઉંમર વઘવાની સાથે તેના લક્ષણ પણ જતા રહે છે. જોકે, મોટાભાગના બાળકો સાથે એવુ બનતુ નથી. ડિસ્પ્રેક્સિયાની કોઈ સારવાર નથી. જોકે યોગ્ય થેરાપીની સાથે ડિસ્પ્રેક્સિયાથી પરેશાન લોકો લક્ષણોનો ઓળખીને ક્ષમતાઓમાં સુધારો લાવી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment