Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeઑટો & ગેજેટ્સગેમ રમીને કેવી રીતે પૈસા કામશો ?

ગેમ રમીને કેવી રીતે પૈસા કામશો ?

e-sports, PUBG
Share Now

ગેમ્સ(Games) રમવું તે આજના સમયમાં ઘણી જ સામાન્ય વાત છે. 1958 માં જ્યારે પહેલી ગેમ બનાવવા માં આવી ત્યારથી અત્યાર સુધી આ ક્ષેત્ર માં લોકોએ પ્રગતિ કરી છે. ભારતમાં પણ ગેમ રમવું તે ઘણી સામાન્ય વાત છે. સસ્તા ઇન્ટરનેટ(internet) એન સસ્તા ફોન દ્વારા ભારતમાં મોબાઈલ ગેમ રમવાનું ઘણું આસાન છે. ભારતમાં મોટા ભાગના લોકો મધ્યમ વર્ગના હોવાથી કમ્પ્યુટર(computer) પર ગેમ રમવી તે થોડુંક અઘરું બની જાય છે પણ ફોન અને સસ્તા ઇન્ટરનેટના કારણે ભારતના યુવાઓ માં ફોન પર ગેમ રમવાનું ચલણ વધ્યું છે. 

ગેમ રમવી તે સામાન્ય વાત છે પણ ગેમ્સ રમીને પૈસા કમાવવા તે ખાસ કરીને ભારતના લોકોને સામાન્ય નહીં લાગે. આજે કોઈ બાળક એમ કહે કે તેને એક ગેમર બનવું છે, તો કોઈપણ માતા-પિતા તેમના બાળકની આ વાત નહીં માને. કારણકે તેમણે ક્યારેય એવું નથી જોયું કે કોઈ ગેમ રમીને પણ આગળ આવે. પણ હવે સમય બદલાઈ રહ્યો છે. ભારતમાં e-sports, અને e-sports પ્લેયરો વધી રહ્યા છે. 

શું છે આ e-sports ? 

e-sports એટલે ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ(sports) જેમ ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ, વગેરે જેવી રમત ને સ્પોર્ટસ અથવા તો જે રમત મેદાન પર રમાતી હોય તેવી રમતો. પણ e-sports એ ફોન કે કમ્પ્યુટર પર રમાતી રમત અથવા ગેમ. 

જેવી રીતે  ક્રિકેટ, ફૂટબોલ વગેરે જેવી રમતની સ્પર્ધા યોજાય છે તેવીજ રીતે વિડિયો ગેમની પણ સ્પર્ધા યોજાય જેને e-sports ટુર્નામેંટ કહેવામાં આવે છે. જેમાં એક જ ગેમ રમતા લોકો ભાગ લે છે. અને તેમાંથી જીતનાર ખેલાડી અથવા ટીમને ઈનામ આપવામાં આવે છે.

e-sport, pubg, gta

pc-homegrowm

ભારતમાં e-sports. 

ભારતમાં આ વસ્તુને સમજવી ઘણી અઘરી છે. લોકોમાં એક માનસિકતા ઘર કારી ગઈ છે કે ગેમ રમતા લોકો કાઈજ કરી ન શકે તે કાઢવું થોડુંક મુશ્કેલ છે. પણ ભારતમાં હવે સમય બદલાઈ રહ્યો છે. ગેમનું માર્કેટ ધીમે ધીમે વધી રહ્યું છે. જેમાં મહત્વનો ફાળો PUBGનો છે. એવું નથી કે આ ગેમ આવી પછી જ ભારતમાં  e-sports નો જન્મ થયો. એના પહેલા પણ ઘણી ગેમ હતી પણ PUBGના આવવા થી લોકોને આના વિષે વધારે ખબર પડતી ગઈ જેના કારણે હવે  e-sportsનું  ચલણ ભારતમાં પણ વધી રહ્યું છે. ભારતમાં ઘણા બધા e-sports પ્લેયર છે જે સારું કમાય છે અને લોકો તેમને ઓળખે છે. અને કોઈ પણ ક્રિકકેટ પ્લેયરની જેમ તેમને પણ ઘણી કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચવા કહે છે. આ પ્લેયરોને સોશિયલ મીડિયા પર લાખોમાં ફોલોવર(follower) હોય છે. તે પણ કોઈ સેલિબ્રિટી થી કમ નથી હોતા.

કઈ રીતે e-sports પ્લેયર બનવું ? 

જો તમે કોઈ મલ્ટી પ્લેયર ગેમ રમતા હોવ. મલ્ટી પ્લેયર ગેમ એટલે ઘણા બધા લોકો એક સાથે રમે તેવી વિડિયો ગેમ. આ ગેમ માં જો તમે સારું રમતા હોવ તો તમારે કોઈ ટુર્નામેંટમાં ભાગ લેવાનો રહેશે. અને તમે જો સારું પ્રદર્શન કરશો અને લોકો તમને જોશે તો શક્યતા છે કે કોઈ કંપની તમને તેમના તરફ થી રમવા માટે પણ કહી શકે છે. અને તેના બદલ તમને સારા પૈસા પણ મળી શકે છે. જેમ IPLમાં કંપની પ્લેયરને ખરીદે તેવીજ રીતે આમાં પણ સારું રમતા ખેલાડીને ખરીદે છે. ભારતમાં હાલ ઘણી બધી કંપની છે જે પ્લેયરને ખરીદે છે અને તેમને પોતાના તરફ થી રમવા બદલ પૈસા આપે છે. 

 

આ પણ વાંચો:કેમ ભારતની સ્માર્ટફોન કંપની નથી ?

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android:http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment