Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeડિફેન્સWeapon Series: ‘M777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર’ તોપ બનશે ગેમ ચેન્જર

Weapon Series: ‘M777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર’ તોપ બનશે ગેમ ચેન્જર

Share Now

ભારતીય સેનાને 30 વર્ષ બાદ પહેલી તોપ એમ-777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર (M777 Ultra Light Howitzers) છે. 145 એમ-777 લાઈટવેઈટ હોવિત્ઝર ચીન સાથેની દુર્ગમ વિસ્તારોવાળી સરહદ પર ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ભારતીય સેનામાં એમ 777 હોવિત્ઝર (અમેરિકન) તોપ સામેલ કરવામાં આવી છે. આ તોપથી ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતા વધી જશે.

આજે આપણે વાત કરીશું, Indian Weapon Series with OTT India પર, ભારતીય સેનાઓના સૌથી આધુનીક અને સૌથી ખતરનાક શસ્ત્રોના વિષે. આજનો  ભારતીય શસ્ત્ર છે: ચીન સીમા પર ગેમ ચેન્જર બનશે M777 Ultra Light Howitzers  (અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર)

જુઓ આ વીડીઓ: M777 Ultra Light Howitzers

 M777 Ultra Light Howitzers (અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર)

ભારતીય સેનામાં અમેરિકા સાથે ફાસ્ટ ટ્રેક ડીલ હેઠળ 5070 કરોડમાં 145 અલ્ટ્રા લાઈટવેઈટ હોવિત્ઝર તોપો એમ-777ની ખરીદી કરવામાં આવી છે. તેમાથી 25 એમ-777 અલ્ટ્રા લાઈટવેઈટ હોવિત્ઝર તોપો હાલ સેનામાં કાર્યરત છે. જ્યારે બાકીની 120 તોપો ખાનગી ક્ષેત્રની કંપની મહિન્દ્રા ડિફેન્સ દેશમાં જ બનાવશે.

એમ-777 લાઈટવેઈટ ટોવ્ડ હોવિત્ઝરની વિશેષતાઓ: (Features of M777 Ultra Light Howitzers)

  • 155 કેલિબરની એમ-777 લાઈટવેઈટ ટોવ્ડ હોવિત્ઝર 4200 કિલોગ્રામ વજન ધરાવે છે.
  • તેની કોમ્બેક્ટ લેન્થ 10.7 મીટર અને ટ્રાવેલ દરમિયાન લેન્થ 9.5 મીટર છે.
  • તેની બેરલ લેન્થ 5.08 મીટર છે.
  • તેને ઓપરેટ કરવા માટે આઠ ક્રૂ મેમ્બર્સની જરૂર છે.

અહિયાં વાંચો: Weapon Series: પરમાણુ હુમલાની ક્ષમતા ધરાવતી, ‘બેલેસ્ટિક મિસાઈલ ધનુષ’

होवित्जर तोप Image Credit: Gaon Connection

M777 એવી પહેલી આર્ટિલરી તોપ હતી કે જેને ભારત સરકાર દ્વારા કરાઈ ઓર્ડર

પૂર્વોત્તરના સેક્ટરમાં તહેનાત તોપો કરતા ટાઈટેનિયમ અલૉયની બનેલી એમ-777 લાઈટવેઈટ હોવિત્ઝર અડધા વજનની છે. બોફોર્સ સ્કેન્ડલના આરોપો બાદ એમ-777 એવી પહેલી આર્ટિલરી તોપ હતી કે જેને ભારત સરકાર દ્વારા ઓર્ડર કરવામાં આવી હતી. આ દમદાર તોપ 30થી 40 કિલોમીટર સુધીની રેન્જમાં પ્રબળ પ્રહાર કરવા સક્ષમ છે. તેને હેલિકોપ્ટર અથવા પ્લેન દ્વારા જરૂરિયાત પ્રમાણે વ્યૂહાત્મક સ્થાનો પર તહેનાત કરી શકાય છે. 2021 સુધીમાં તમામ 145 તોપો ભારતીય સેનાને મળી જવાની છે. તેની ભારતીય સેના તેની સાત રેજીમેન્ટ બનાવવાની છે.

ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર હોવિત્ઝર્સ ગેમ ચેન્જર

Make In India Image Credit: FIle Photo

ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારતીય સેના માટે એમ-777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર્સ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચીન સાથેની એલએસી પર બોઈંગ સીએચ-47-એફ ચિનૂક હેલિકોપ્ટર્સ દ્વારા એમ-777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર્સની તહેનાતી થઈ શકે છે. ચીન સાથેની એલએસી પર આક્રમણનો તાત્કાલિક જવાબ આપવા માટે એમ-777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર બેહદ કારગર સાબિત થઈ શકે છે.

અહિયાં વાંચો: Weapon Series: દુશ્મનને પળભરમાં તબાહ કરવા માટે સક્ષમ ‘K-9 વજ્ર હોવિત્ઝર’

M777 બંદૂકો રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં પરીક્ષણ

બી.એ.ઈ. સિસ્ટમ્સ (BAE Systems-British Multinational Arms, Security) દ્વારા ઉત્પાદિત 145 એમ 777 બંદૂકો રાજસ્થાનના પોખરણ પરીક્ષણ વિસ્તારમાં પરીક્ષણ માટે લેવામાં આવી હતી.  હોવિટ્ઝર ગન મહત્તમ 30 કિ.મી.ની રેન્જ ધરાવે છે, તેમાંથી 25 બંદૂકો તૈયાર હાલતમાં ભારત લાવવામાં આવી હતી. બોફોર્સ વિવાદના પડછાયાને આગળ ધપાવીને ભારત અને યુએસએ 2016 માં 30 નવેમ્બરના રોજ 145 એમ 777 બંદૂકો માટે આશરે 5000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. 

જુઓ ભારતીય સેનાની શસ્ત્ર (Indian Weapons) શક્તિની વિશેષ શ્રેણી OTTINDIA.APP પર –રગ રગમાં હિંદુસ્તાન.  

વધાર માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment