Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeહેલ્થદેશમાં થઇ રહ્યો છે મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો, શું છે લક્ષણો

દેશમાં થઇ રહ્યો છે મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો, શું છે લક્ષણો

Mucormycosis
Share Now

દેશભરમાં કોરોના(Corona)ના કેસનો વધારો તેમજ તેનાથી મરનાર લોકોના આંકડાઓમાં વધારો ચાલુ જ છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના કેસની સંખ્યા પણ ઘણી ઝડપથી વધી રહી છે. હજુ સુધી દેશમાં કોરોનાને લઇને કોઇ નિયંત્રણ નથી આવી શક્યુ. સરકાર પણ  તેમના પ્રયત્નો ચાલુ રાખી રહી છે,ત્યારે મ્યુકોરમાઇસોસિસ (Mucormycosis) બ્લેક ફંગસ નામની બીમારીએ પણ જોર પકડ્યુ છે. જેના દિવસના 10,20 કેસ સામે આવ્યા છે.

દેશભરમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇસોસિસના કેસ સામે આવી રહ્યાં છે. તો આ વવચ્ચે બિહારની રાજધાની પટનામાં પણ વ્યાઇટ ફંગસના 4 કેસ સામે આવ્યા છે. એકતરફ દેશ કોરોના સામે લડી રહ્યો છે, ત્યારે બીજી બાજુ નવી નવી બીમારીઓ પણ આવી રહી છે. વેક્સિનેસનની પ્રક્રિયા ચાલી રહી છે, લોકો જાગૃત બની રહ્યાં છે પણ સાથે સાથે આ બીમારીઓ પણ ફેલાઇ રહી છે.

 

black-fungus-39

File Photo

શું છે આ બીમારી

મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) એક ફંગસ ઇન્ફેકશન છે. આ બીમારી સામાન્ય રીતે ભાગ્યે જ થતી બીમારી છે.

કોને થાય છે આ બીમારી

જે લોકોની ઇમ્યૂનિટી સિસ્ટમ ડાઉન હોય તેવી વ્યક્તિમાં આ બીમારી થવાની શક્યતા વધારે છે. 

મ્યુકોરમાઇકોસિસિ થવાના અન્ય કારણો પણ છે. જો શરૂઆતમાં તેના લક્ષણો પણ છે.

મ્યુકોરમાઇકોસિસિ બીમારીના લક્ષણો

 • આંખ લાલ થઇ જવી
 • નાકમાંથી લોહી નીકળવુ
 • આંખની આસપાસ દુખાવો થવો
 • આંખમાંથી પાણી આવવુ
 • તાવ આવવો
 • કફિંગ થવુ
 • મોસ્ટલી કેસમાં બ્લડની વોમેટ થવી
What Is Mucormycosis or black fungus

PC: What Is Mucormycosis or black fungus

બચવા માટે  શું કરવુ

 • કોવિડ બાદ બ્લડ સુગર લેવલ ચેક કરાવવુ
 • સ્ટીરોઇડનો ઉપયોદ શક્ય તેટલો ટાળવો
 • ઓક્સિજન માટે વપરાતા સાધનો સ્ટીરલ કરવા જોઇએ
 • એન્ટીબાયોટિંક્સ ટેબલેટનો વધુ પડતો ઉપયોગ શકય હોય ત્યાં સુધી ટાળવો.

વ્હાઇટ ફંગસ

કોરોના કેસ વધી રહ્યાં છે દેશમાં ત્યારે પટનામાં વ્હાઇટ ફંગસના 4 કેસ સામે આવી ગયા છે.  કોરોના પોઝીટીવ આવ્યા હોય તેવા 3 દર્દીઓને ટેસ્ટ રેપિડ એન્ટીજન, રેપિડ એન્ટીબોડી, આરટીપીસીઆર કરવામાં આવ્યા હતા.ત્રણેય દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. કોરોનાની દવાઓનો પણ આ દર્દીઓ પર કોઇ અસર થતો નહોતો. એક જાણકારી પ્રમાણે આ દર્દીઓને વ્હાઇટ ફંગસ થવાની જાણકારી મળી.

રાજસ્થાનમાં બ્લેક ફંગસને મહામારી ઘોષિત કરવામાં આવ્યુ

કોરોના બાદ રાજસ્થાનના Cm અસોક ગહલોતે ટ્વલીટ કરીને કહ્યું હતુ, કે બ્લેક ફંગસ ખતરનાક રુપ ધારણ કરી રહ્યો છે, જેના પર ધ્યાન આપવાની જરુર છે.

દેશમાં કોરોના બાદ બ્લેક ફંગસના કેસ રાજસ્થાન,ગુજરાત, મધ્યપ્રદેશ અને કર્ણાટક સિવાય પણ અનેક રાજ્યોમાં આ કેસ વધતા જોવા મળી રહ્યાં છે. આ સાથે જ દેશની રાજ્ય સરકારની મેડીકલ ટીમ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે વધુ રિસર્ચ કરી રહી છે.

હરિયાણાના CM એ બ્લેક ફંગસને લઇને બહાર પાડી ગાઇડલાઇન

હરિયાણામાં પણ કેસ જોતા ત્યાના Cm એ પણ બ્લેક ફંગસ બીમારીની ગંભીરતા જોતા એક ગાઇડ લાઇન તૈયાર કરી છે. જેમાં મ્યુકોરમાઇસોસિસના દર્દીઓને તરત જ તેની સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે બ્લેક ફંગસની સારવાર માટે અલગ અલગ રાજ્યોમાં હોસ્પિટલોને અધિકૃત કર્યા છે. હાલ દેશમાં આ બીમારીથી લોકોના મોત પણ થઇ રહ્યાં છે.

જે લોકો ઓક્સિઝન સપોર્ટ પર છે, તેમને વ્હાઇટ ફંગસ આ દર્દીઓને વધુ સંક્રમિત કરે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે વ્હાઇટ ફંગસ થવાના કારણે પ્રતિરોધક ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. આ સિવાય ડાયાબિટીઝ, એન્ટીબાયોટિના સેવનથી ઘણા સમય સુધી સ્ટેરોયડ લેવાથી ફંગસ દર્દીઓને પોતાની ચપેટમાં લઇ રહ્યાં છે. આ સિવાય પણ મ્યુકોરમાઇકોસિસથી કેન્સરના દર્દીઓને પણ સાવધાન રહેવાની જરુર છે, આ સાથે જ જન્મેલા બાળકને પણ આ બીમારી થવાના સંભાવના છે.

 

આ પણ વાંચો:  લોહી પાતળુ કે જાડુ થવા સાથે કોવિડ-19 નો શું સંબંધ છે !

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment