Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝશું છે શરિયા કાયદો? અફઘાનિસ્તાનમાં આ કાયદાથી મહિલાઓની શું છે સ્થિતિ?

શું છે શરિયા કાયદો? અફઘાનિસ્તાનમાં આ કાયદાથી મહિલાઓની શું છે સ્થિતિ?

sharia law
Share Now

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યા બાદ આખી દુનિયામાં તેની ચર્ચા છે. અને મનમાં એક ડર પણ છે. કારણ કે ઈતિહાસમાં જ્યારે પણ અફઘાનિસ્તાનનું તાલિબાન રાજ આવ્યું હતું તે અતિ ક્રુર રહ્યું છે. જેમાં મહિલાઓ પર તાલિબાને શરિયા કાયદા (Shariah law) હેઠળ પાબંદીઓ લગાવી છે. ત્યારે સવાલ એ છે કે, તાલિબાને (Taliban ) શરિયા કાયદા (Shariah law) નું અર્થઘટન કેવી રીતે કરે છે. અથવા તાલિબાનની નજરમાં શરિયા કાયદો શું છે ?

મહિલાઓ માટે નર્ક જેવી સ્થિત છે અફઘાનિસ્તાનમાં (Afghanistan) South Asiaત્યારે મહિલાઓ અને છોકરીઓ પાસેથી અધિકારો છીનવવાની વાત છે. ત્યારે આ સ્થિતિમાં તાલિબાનની દષ્ટિએ કાયદો શું છે અને મહિલાઓ માટે રહેવું કેટલું મુશ્કેલ છે તે જાણવું જરૂરી છે.

kbofhslrmi

Image Courtesy: Scroll.in

તાલિબાન કટ્ટરવાદ અને રૂઢિ ચુસ્ત વિચારાધરા ધરાવે છે. તેમજ લોકો પણ માને છે કે તાલિબાન શાસન હિંસક અને દમનકારી હોય છે. જેમાં એક મહિલાએ હિજાબ ન પહેરવા પર તાલિબાને ગોળી મારીને મારી નાખી હતી. ત્યારે શું તાલિબાનને શરિયા કાયદા હેઠળ કોઈને મારવાનો અધિકાર મળે છે ?

શું છે શરિયા કાયદો ? (Taliban Sharia Law)

કુરાન અને ઈસ્લામિક વિદ્ધાનોના ચૂકાદાઓ પર આધારિત શરિયા કાયદો ઈસ્લામની કાયદો વ્યવસ્થા છે જે મુસ્લિમોની દિનર્ચયા માટે આચારસંહિતા તરીકે કામ કરે છે. અરબીમાં શરિયાનો અર્થ વાસ્તવમાં ‘માર્ગ’ થાય છે. જ્યારે શરિયા કાયદો મૂળભૂત રીતે કુરાન અને સુન્નાના ઉપદેશો પર આધાર રાખે છે. જુદા જુદા મુસ્લિમ દેશોમાં જુદી જુદી રીતે આ કાયદાનું અર્થઘટન અને અમલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન જેવા મુસ્લિમ રાષ્ટ્રમાં શરિયા કાયદો લાગૂ નથી. ત્યારે શરિયા કાયદામાં કોઈ પણ ગુના માટે ત્રણ પ્રકારની સજા આપવામાં આવે છે.

(Image: Reuters)

(Image: Reuters)

જો ગુનાની ગંભીરતા ઓછી હોય તો તાઝીર એટલે મુસ્લિમ અદાલતના ન્યાયાધીશ પર આધાર રાખે છે કે તે કેવા પ્રકારની સજા આપે છે. કિસાસ એટલે ગુનેગારને ગુનાઓના પરિણામે ભોગ બનનાર જેટલું જ દુ:ખ ભોગવવું પડે. ત્યારે ત્રીજો હુડૂડ છે જેમાં સૌથી ગંભીર પ્રકારના ગુના છે. જેમાં ચોરી, લૂંટ, અશ્લીલતા અને દારુ પીવા જેવી બાબતો છે. જેમાં સજામાં શિરચ્છેદ, ચાબુક અને મૃત્યુદંડ સહિતનો સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો (Sharia Law)

1996 થી 2001 સુધી તાલિબાનના શાસન દરમિયાન આ કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણી ટીકા કરવામાં આવી હતી. જેમાં જાહેરમાં કોઈને ફાંસી આપવી, પથ્થરમારો, ચાબુક મારવાની સજા સામેલ હતી. તમામ પ્રકારના સંગીત પર પ્રતિબંધ મુક્યો હતો, આ સમયે પણ કંદહારના રેડિયો સ્ટેશન પર કબજો કર્યા બાદ તાલિબાનોએ ગીત વગાડવા પર પ્રતિબંધ લાદ્યો છે. અગાઉના શાસનમાં તાલિબાને ચોરોના હાથ કાપ્યા તેમજ અફઘાનિસ્તાનમાં મોટો નરસંહાર કર્યો હતો. ત્યારે લગભગ 1 લાખ 60 હજાર લોકોને ભૂખે મારવા માટે તેમના અનાજ બાળી નાખ્યા હતા. તેમના ખેતરોમાં આગ ચાંપી દીધી હતી. તેમજ તાલિબાન શાસન હેઠળ, ફોટોગ્રાફી પર પ્રતિબંધ તથા પેઈન્ટિંગ તેમજ કોઈ પણ પ્રકારની ફિલ્મો પર પણ પ્રતિબંધ હતો.

તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ

તાલિબાન શાસન હેઠળ મહિલાઓ પર ખુબ દમન થયું હતું. જેમાં તેમને નજરકેદ રાખવામાં આવી હતી. તેમના શિક્ષણ પર પ્રતિબંધ તેમજ આઠ વર્ષથી ઉપરની તમામ છોકરીઓ માટે બુરખો ફરજીયાત તેમજ તેઓ એકલા ઘરથી બાહર ન નીકળી શકે, તેમજ છોકરીઓ માટે બારીમાંથી જોવાની મનાઈ તેમજ ઘરની બાલ્કનીમાં પણ તેઓ આવી શકતા નથી. ત્યારે આ વખતે પણ તાલિબાને આ જ નિયમ લાગૂ કર્યા છે. જેમા મહિલા ઉચી એડીના સેન્ડલ પણ ન પહેરી શકે. તેના પર તાલિબાનનું માનવું છે કે, ઉચી એડીના સેન્ડલથી પુરૂષોના મનમાં ખોટા વિચાર પેદા કરે છે.

ફઘાનિસ્તાનમાં જાહેર સ્થળે મહિલાના પોસ્ટર હટાવ્યા 

સમાચારોમાં જોવા મળ્યું છે , તે પ્રમાણે અફઘાનિસ્તાનમાં જાહેર સ્થળે મહિલાના પોસ્ટર પર તાલિબાનોએ પેઈન્ટ કરી અથવા તેમને હટાવી દીધા છે. ત્યારે અગાઉના શાસન દરમિયાન છાપામાં મહિલાઓના ફોટોગ્રાફ ન છાપવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ દુકાનો પર મહિલાના ફોટોગ્રાફ મુકવા પર પણ પ્રતિબંધ હતો. આ સાથે દુકાનોમાંથી ‘સ્ત્રી’ શબ્દ કાઢી નાખવામાં આવ્યા હતા. તેમજ અગાઉના શાસનમાં મહિલાઓને શેરીની બહાર જવું તથા રેડિયો પર બોલવું તેમજ ટીવી પર દેખાવાનો સખ્ત પ્રતિબંધ હતો. હાલના સમયમાં જ જોવા મળ્યું છે જેમાં અફઘાનિસ્તાનમાં એક ન્યૂઝ ચેનલના મહિલા એન્કરને ચેનલમાં કામ કરવાની મનાઈ ફરમાવી છે. ત્યારે આગાઉના શાસનમાં કોઈ મહિલા જાહેરમાં કાર્યક્રમોમાં ભાગ ના લઈ શકતી. જો કોઈ મહિલા નિયમોનો ભંગ કરે છે તો તેમને દોષી માની ભીડમાં અથવા શહેરના જાહેર સ્થળે ચાબુકથી મારવામાં આવતું હતું. તેમજ મહિલા નેઈલ પોલીશનો ઉપયોગ કરવાની પણ મનાઈ હતી.

Understanding Sharia Law -

Image Courtsey: Center for American Progress

જો મહિલા નેઈલ પોલીશ લગાડતી તો તેમના અંગૂઠાની ટોચ કાપી નાખવામાં આવતી. આ વખતના શાસનમાં તાલિબાને એવા વચનો આપ્યા છે કે, તેઓ મહિલાને તેમના હક આપશે તેમજ છોકરીઓને શિક્ષણ માટે પ્રતિબંધ નહીં મુકે ત્યારે તેમના વચનો પર ત્યાના લોકોને વિશ્વાસ નથી. તેઓ તેમના વચનોથી ક્યારે ફરી જાય તે કોઈ કહી શકે નહી. હાલમાં તેમનો અસલી ચહેરો સામે આવ્યો છે જેમાં મહિલાઓ તેમના બાળકોના જીવની ભીખ માંગી રહી હતી ત્યારે તાલિબાને તેમના પર ગોળીઓ વરસાવી હતી. તેમજ મીડિયામાં કામ કરતી મહિલા પત્રકારને પણ ચેનલમાં પ્રવેશવા ન દેવામાં આવી તેમજ તેમને નોકરી પરથી છુટી કરી દેવાઈ હતી. આમ તાલિબાન તેમનો અસલી ચેહરો ક્યારે બતાવે તે કંઈ કહી નો શકાય.

 

આ પણ વાંચો: ભગોડા કહેવા પર સામે આવ્યા અશરફ ગની

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment