Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeભક્તિગળધરા ધારી ખોડીયાર: રાક્ષસોનો સંહાર સ્વયં ખોડિયાર માતા અને તેમની બહેનોએ કર્યો હતો, જાણો શું છે પૌરાણિક કથા?

ગળધરા ધારી ખોડીયાર: રાક્ષસોનો સંહાર સ્વયં ખોડિયાર માતા અને તેમની બહેનોએ કર્યો હતો, જાણો શું છે પૌરાણિક કથા?

Aai Shree Khodiyar Mandir
Share Now

ગળધરા ધારી, ખોડીયાર માતા (Aai Shree Khodiyar Mandir, Galadhara)

આશરે 1600 વર્ષ જુનુ અને પ્રાચિન મંદિર 

જે છે શ્રદ્ધાણુઓની આસ્થાનું કેન્દ્ર 

ગાંડી ગીરના પાદરમાં આવેલું 

ખોડીયાર માતાજીનું મંદિર…

ધારીથી 5 કિમી દુર શેત્રુંજી નદીના કિનારે આવેલુ છે મા ખોડિયારનું ગળધરા મંદિર, ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં પણ ઠેર ઠેર આવેલા છે. જ્યાં શેંત્રુજી નદીનો ઉંડો પાણીનો ધરો વહે છે. ભેખડોની વચ્ચે રાયણના વૃક્ષ નીચે ખોડિયાર માતાની જીવંત દેખાતી મુર્તિ બિરાજમાન છે. આ પૌરાણિક મંદિરનું નિર્માણ ઇંસ ની 9 મીથી 11 મી સદી દરમિયાન થયુ હોવાનુ કહેવાય છે.

અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી નદી:

અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી નદી, ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળીને વહે છે ધારી ગામ પાસે આ વિસ્તારમાં શેંત્રુજી નદી પર 1967માં ડેમ બાંધવામાં આવ્યો હતો. જે સૌરાષ્ટ્ર ભરમાં ખોડ઼િયાર ડેમ તરીકે પણ પ્રચલિત છે. જે ડેમ આજુ બાજુના વિસ્તારોના ખેડુતોને ખેતી માટે પાણી પુરુ પાડે છે. ખોડિયાર મંદિર ઉપરની સપાટી પર આવેલુ છે.. નીચે સાચું સ્વર્ગ છુપાયેલુ છે તેમ કહી શકાય. પણ આ ડેમનો ધોધ ખુબ જ આહલાદ્ક છે. જો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિર વિશે દંતકથા છે કે, વર્ષો પહેલાં રાક્ષસો અહીં વસવાટ કરતા હતા. અસુરોનો ખુબ જ ત્રાસ હતો ખોડિયાર માતાજીએ અસુરોનો નાશ કરવા યુદ્વ કર્યુ પણ રાક્ષસોને એવુ વરદાન હતુ કે, રાક્ષસનુ એક લોહીનું ટીપુ પડે તો અનેક રાક્ષસ તેમાંથી જ ઉત્પન્ન થતા.

આ પણ વાંચો: ભગવાન શ્રી હનુમાનની વર્ષ દરમિયાન બે વખત આરતી થાય છે, નવાઈ લાગીને પણ જાણો કેમ?

રાક્ષસોનો સંહાર સ્વયં ખોડિયાર માતા અને તેમની બહેનોએ કર્યો:

રાક્ષસોનો સંહાર સ્વયં ખોડિયાર માતા અને તેમની બહેનોએ કર્યો, ખાંડણીમાં રાક્ષસોને ખાંડી નાંખ્યા. જે બાદ માતાજી પણ પોતે અશુદ્ધ થયા હતા, માતાજી પર અસુરોના લોહીના છાંટા ઉડ્યાં હતા. રાક્ષસોનો સંહાર કર્યા બાદ માતાજીએ પોતાના મનુષ્ય દેહને ઘરામાં ગોળી નાંખ્યો. જ્યાં માત્ર ગળાનો અંશ જ દેખાતો રહી ગયો જેથી મંદિરનું નામ પડ્યુ ગળધરા. લોકવાયકાઓ મુજબ એમ કહી શકાય કે, અહીં માતાજીનું મસ્તક બિકરાજમાન છે. સૌરાષ્ટ્રના સંતોની ભુમિ કહેવાતા આ સ્થાને કેટલાય સંતો અને મહંતોએ અહીં માતાજીના દર્શન બાળકીના સ્વરુપમાં કર્યાં છે.

આઇ શ્રી ખોડિયાર માતાજીનું મુળ નામ જાનબાઇ, 

આઇ શ્રી ખોડિયાર માતાજીનું મુળ નામ જાનબાઇ છે. કહેવાય છે કે, જુનાગઢના રાજા રા’નવધણને માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. નવધણ ઇ.સ. 1025 માં ખોડીયાણ માની માનતાના કારણે પુત્ર આવયો હતો. જુનાગઢ રાજાને વારસદાર આપનાર ખોડિયાર માતાજીને ચુડાસમા રાજપુતોની કુળદેવી તરીકે પુજે છે. ધારીના લોકો માતાજીના દર્શને ખુલ્લાં પગે ચાલતા આવે છે અને લાપસીની માનતા પણ રાખે છે અને ભક્તોની મા આશાઓ પુરી કરે છે. ખોડિયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર છે. આ સિવાય ગુજરાતમાં મા ખોડિયારના ઘણા મંદિરો આવેલા છે વરાણા, રાજપરામાં પણ માતાજીના મંદિરો આવેલા છે. ખોડિયાર ડેમ પર દિવાળી અને નવા વર્ષે માનવ મહેરામણ ઉમટે છે ચોમાસામાં તો આ જગ્યામાં કુદરતી દ્રશ્યો સર્જાય છે અને લોકો ફરવા પણ આવે છે.

તો તમે પણ આવો ગાંડી ગીરમાં આવેલા ખોડિયાર મા ના દર્શને અને થઇ જાઓ પાવન  OTT India રગ રગ માં હિન્દુસ્તાન… 

જુઓ આ વિડીયો:  Aai Shree Khodiyar Mandir, Galadhara

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment