Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeનેચર & વાઈલ્ડ લાઈફજાણો શું છે રણ સરોવર પ્રોજેક્ટ? નિર્માણ પામશે તો વિશ્વ મંચ પર વધશે દેશનું ગૌરવ

જાણો શું છે રણ સરોવર પ્રોજેક્ટ? નિર્માણ પામશે તો વિશ્વ મંચ પર વધશે દેશનું ગૌરવ

Little Rann of Kutch
Share Now

ગુજરાતમાં 5000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કચ્છનું નાનું રણ (Little Rann of Kutch)જોવામાં તો ઉજ્જડ જમીન છે, પરંતુ અજંતા ઓરેવા ગ્રુપના માલિક અને ગુજરાતના પાટીદાર રત્ન એવા સામાજિક કાર્યકર જયસુખભાઈ પટેલની નજરે જોશો અને સમજશો તો તેના અનેક ફાયદાઓ જાણવા મળશે અને ત્યારબાદ તમે જ કહેશો કે આ કુદરતની અમૂલ્ય ભેટથી કંઇ ઓછું નથી. આ ઉજ્જડ જમીનમાં વર્ષ દરમિયાન બે સ્વરૂપ જોવા મળે છે. એક સ્વરૂપ છે આ નિર્જન ઉજ્જડ જમીન (Land)જ્યાં જીવનના અસ્તિત્વની કલ્પના પણ કરી શકાતી નથી અને બીજું સ્વરૂપ વરસાદી ઋતુ બાદ લગભગ 4-5 મહિના સુધી પાણીથી ભરેલું એ મીઠા પાણીનું તળાવ. દરિયાની સપાટીથી 3-4 ફૂટ ઉપર સ્થિત ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાંથી અનેક નદી (River)ઓનું પાણી અહીં એકત્ર થાય છે અને સરોવર (Lake)બને છે. પરંતુ ધીરે ધીરે આ મીઠું પાણી ખારું બની જાય છે, કારણ કે તેમાં દરિયા (sea)નું પાણી ભળી જાય છે. વાસ્તવમાં આ આખી જમીન અરબી સમુદ્ર સાથે જોડાયેલ હરકિયા કીર્ક સાથે જોડાયેલી છે. જ્યારે જ્યારે દરિયામાં ભરતી આવે છે, ત્યારે દરિયાનું ખારું પાણી 50 કિલોમીટર સુધી આ મીઠા પાણીના સરોવરમાં ભળી જાય છે અને પછી વરસાદનું એકઠું થયેલું તમામ મીઠું પાણી ખારું થઈ જાય છે અને ધીમે ધીમે આ કિંમતી પાણી દરિયામાં વહી જાય છે. પાણીનો કેટલોક અંશ જમીનમાં ઉતરી જાય છે અને બાકી રહેલુ પાણી બાષ્પીભવન થઇ સુકાઈ જાય છે અને બાદમાં આ જમીન ઉજ્જડ બની જાય છે.

Little Rann of Kutch ના નિર્માણથી શું ફાયદો થશે?

આ સમગ્ર જમીન પર વિવિધ સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો સાથે વર્ષો સુધી સંશોધન કર્યા બાદ જયસુખભાઈ એક નિષ્કર્ષ પર આવ્યા અને એક એવુ સ્વપ્ન જોયું કે, આ ઉજ્જડ જમીનને ગ્રીન બેલ્ટમાં પરિવર્તિત કરી શકાય છે, કચ્છના નાના રણમાં એકત્ર થતું આ મીઠા પાણીના સરોવરમાં દરિયાના ખારા પાણીને જતા રોકવામાં આવે તો અહીં નર્મદા ડેમથી પણ મોટુ અને એશિયાનું સૌથી મોટુ મીઠા પાણીનું સરોવર (Lake)બની શકે છે. જે ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજ્યોની પાણીની અછત દૂર કરી શકે છે.

જી હા, આનો એક સરળ ઉપાય છે લગભગ 100 વર્ષ જૂનો સૂરજબારી પુલ. આ પુલ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાને જોડતો એકમાત્ર પુલ છે. બ્રિટિશ કાળમાં બનેલો સુરજબારી પુલ ક્ષતિગ્રસ્ત હાલતમાં પડેલો છે, તે એવી જગ્યા છે, કે જ્યાંથી હરકિયા કીર્કનું પાણી કચ્છના નાના રણને મળે છે. આ સૂરજબારી પુલની ઉંચાઈ આશરે 17-18 ફૂટ જેટલી છે. જો આ પુલને ચેકડેમ તરીકે વિકસીત કરવામાં આવે તો દરિયાનું પાણી મીઠા સરોવરમાં અને મીઠા સરોવરનું પાણી દરિયામાં પ્રવેશી શકશે નહીં.

ચાલો હવે જાણીએ આ પ્રોજેક્ટના ફાયદા શું છે.

1. ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશના રાજ્યોમાં પાણીની સમસ્યા હલ થશે. રણ સરોવર પ્રોજેક્ટના નિર્માણથી ગુજરાતના 7 જિલ્લાઓ અને 10 તાલુકાઓમાં 10 લાખથી વધુ લોકોને પીવાનું પાણી અને 50 લાખ લોકોને ખેતી (Farming)માટે પાણી ઉપલબ્ધ થઈ શકશે. તેમજ આ સ્થળે નર્મદા નદી કરતા પણ વધુ પાણીનો સંગ્રહ કરી શકાય.

2. કેટલાક લોકોના મનમાં પ્રશ્ન છે, એવુ પણ કહીએ કે એક ગેરસમજ છે… કચ્છના નાના રણને રણ સરોવરમાં પરિવર્તિત કરવામાં આવે તો અહીં ઉપસ્થિત 50 હજાર અગરિયા કામદારોનું શું થશે… વિદેશી પક્ષી ફ્લેમિંગોનું શું થશે અને અહીં રહેલી વિશ્વની એકમાત્ર વાઇલ્ડ એસ સેન્ચુરી (ઘુડખર અભિયારણ)નું શું થશે… જયસુખભાઇના જણાવ્યાં અનુસાર આ ત્રણ પ્રશ્નોમાં ઘણો સુધારો થશે, તો પહેલા વાત કરીએ અગરિયા કામદારોની સ્થિતિની. ગુજરાતનો સૌથી પછાત વર્ગ એવો અગરિયા કામદાર જે કચ્છના નાના રણમાં મીઠાની ખેતી કરે છે. આ લોકોની ખરાબ સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમની રોજની આવક 100 રૂપિયાથી ઓછી છે. આ એવા કામદારો છે કે, જેઓ નાના રણમાં છેલ્લા 50 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ વિના જીવન જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં રણ સરોવર (Rann Sarovar)પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ આ લોકોની સ્થિતિમાં સુધારો થશે. તેમની રોજની આવક વધીને રૂપિયા 600-700 થશે અને સાથે જ તેમને રહેવા અને ભોજનની સાથે શ્રેષ્ઠ શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

ત્યારબાદ, હવે વાત કરીએ કચ્છના નાના રણમાં ઉપસ્થિત વાઇલ્ડ એસ સેન્ચ્યુરી (ઘુડખર અભિયારણ) વિશે. એશિયાની સૌથી મોટી વાઇલ્ડ એસ સેન્ચુરી અહીં જોવા મળે છે. વર્ષો પહેલા નાના રણમાં માત્ર 700થી 800 ઘુડખર જોવા મળતા હતા, પરંતુ હવે તેમની સંખ્યા 7000-8000ની આસપાસ પહોંચી ગઈ છે. હાલમાં તેમના ખાવા-પીવાના પાણીની સમસ્યાના કારણે તેમની સુરક્ષા પર પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે. પરંતુ રણ સરોવર પ્રોજેક્ટ ઘુડખરની સ્થિતિ સુધારી શકે છે. આખા વર્ષ દરમિયાન તેમના માટે પીવાનું પાણી તેમજ ખોરાક સરળતાથી ઉપલબ્ધ થશે.

ત્યારબાદ, વાત કરીએ કચ્છના નાના રણમાં જોવા મળતા વિદેશી પક્ષી ફ્લેમિંગોની. સમગ્ર દેશમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં ફ્લેમિંગો (Flamingo)જોવા મળે છે. ફ્લેમિંગો અહીં પાણીમાં રહેલી માછલી (Fish)ઓને ખાવા માટે આવે છે. તેમજ આ પક્ષી અહીં ભીની જમીનમાં ઈંડા મુકવા આવે છે. આવી સ્થિતિમાં, જો થોડા મહિનાઓ જ પાણી રહેવાથી આટલી માત્રામાં ફ્લેમિંગો અહીં આવતા હોય, તો રણ સરોવર બન્યા બાદ જ્યારે 12 મહિના સુધી પાણી રહે ત્યારે તેમની સંખ્યા પણ વધશે અને ગુજરાતના કચ્છનું નાનું રણ સૌથી મોટું પક્ષી અભયારણ્ય બની જશે.

આ પણ વાંચો: ગીતની સાથે શિકારઃ પક્ષી જે કસાઈ બનીને કરે છે શિકાર

Little Rann of Kutch બનવાથી રોજગારીના અનેક માર્ગો ખુલશે

કચ્છના નાના રણ (Little Rann of Kutch)માં રણ સરોવર બન્યા બાદ રોજગારીના અનેક માર્ગો પણ ખુલશે. જેમાં મત્સ્યઉદ્યોગ, ડેરી ઉદ્યોગ અને ઓલિવની ખેતી જેવી ઘણી રોજગારીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ 5 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કુદરતી સૌર ઉર્જાનો સ્ત્રોત તૈયાર કરી શકાય છે. આ ઉપરાંત રણ સરોવર આ સ્થળને દેશનું એક મોટું પર્યટન સ્થળ બનાવવા માટે પણ કામ કરશે. દેશના પ્રવાસીઓ સ્કુબા ડાઈવિંગ, વોલ ક્રાફ્ટ, હેલિકોપ્ટર રાઈડ જેવી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે મલેશિયા અને થાઈલેન્ડ જેવા સ્થળોની મુલાકાત લે છે, પરંતુ રણ સરોવર બન્યા બાદ વિદેશ જનારા આ પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે. આવી સ્થિતિમાં અહી એક વિશાળ પ્રવાસન ઉદ્યોગ વિકસી શકે તેમ કહેવું કઇ ખોટું નથી.

કેન્દ્રની મોદી સરકાર અને રાજ્ય સરકાર પણ આ પ્રોજેકટ અંગે સકારાત્મક વલણ ધરાવે છે. આ પ્રોજેક્ટને લઇને જયસુખભાઇ પટેલની દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રીશ્રી અમિત શાહ, જળશક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા અને કૃષિ મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા સાથે પણ મુલાકાત થઇ ગઇ છે. જો આ પ્રોજેકટને વહેલી તકે મંજૂરી મળે તો 2-3 વર્ષમાં પીવાના મીઠા પાણીના સૌથી મોટા ભંડાર રણ સરોવરનું સ્વપ્ન સાકાર થઈ શકે તેમ છે. એકંદરે રણ સરોવર બનશે તો માનવતાની દૃષ્ટિએ એક વરદાન સાબિત થશે અને ભવિષ્યમાં ભારતનું નામ વિશ્વ મંચ પર ગર્વથી લેવામાં આવશે.

રણ સરોવર શું છે? જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment