Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeડિફેન્સWeapon Series: ભારતીય વાયુસેનાની કરોડરજ્જૂ ‘SUKHOI-30 MKI’

Weapon Series: ભારતીય વાયુસેનાની કરોડરજ્જૂ ‘SUKHOI-30 MKI’

sukhoi-30 mki
Share Now

સુખોઈ Su-30 MKI હાલ ભારતીય વાયુસેનાની કરોડરજ્જૂ છે. સુખોઈ-30 MKI બ્રહ્મોસ, નિર્ભય, રુદ્રમ, અસ્ત્ર જેવી ઘાતક મિસાઈલોથી સજ્જ છે. સુખોઈ-30 MKI ભારતને દુશ્મન દેશોના એરસ્પેસ પર પ્રભુત્વ સ્થાપિત કરવામાં સહાયક છે. લડાખનો મોરચો હોય કે બાલાકોટ એરસ્ટ્રાઈકની યોજના હોય, સુખોઈ-30 MKIને મહત્વની ભૂમિકા સોંપવામાં આવી છે.

આજે આપણે વાત કરીશું, Indian Weapon Series with OTT India પર, ભારતીય સેનાઓના સૌથી આધુનીક અને સૌથી ખતરનાક શસ્ત્રોના વિષે. આજનો  ભારતીય શસ્ત્ર છે: ભારતીય વાયુસેનાની કરોડરજ્જૂ ‘SUKHOI-30 MKI’. 

જુઓ આ વીડીઓ: ‘SUKHOI-30 MKI’


મલ્ટીરોલ એર-સુપીરિયારિટી ફાઈટર એરક્રાફ્ટ: SUKHOI-30 MKI

સુખોઈ Su-30 MKI ટ્વિન એન્જિન (twin engine), ટુ સીટર (Two Seater) 4.5 જનરેશનનું મલ્ટીરોલ એર-સુપીરિયારિટી ફાઈટર એરક્રાફ્ટ (Multi Air-Superiority Fighter Aircraft) છે. રશિયાની સુખોઈ કોર્પોરેશને તેની ડિઝાઈન બનાવી છે. રશિયાના લાયસન્સ બાદ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તેનું નિર્માણ થઈ રહ્યું છે. સુખોઈ-30 MKI સુખોઈ-27નું સૌથી ઉન્નત સંસ્કરણ છે. સુખોઈ-27 1980ના દાયકામાં તત્કાલિન સોવિયત યુનિયને વિકસિત કર્યું હતું. સુખોઈ-30 MKIની પ્રાથમિકતા દુશ્મનના એરસ્પેસમાં સુપિરિયારિટી સ્થાપિત કરવાની છે. પરંતુ MKI સંસ્કરણને ભારતીય વાયુસેનાની જરૂરિયાત પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેને કારણે ખૂબ ઘાતક હથિયારોથી તેને સજ્જ કરી શકાય છે. તેની એર-ટુ-એર કાર્યવાહીની સાથે એર-ટુ-ગ્રાઉન્ડ એટેકની ક્ષમતા પણ બેહદ સટીક છે. ભારતીય વાયુસેનાનું MKI વર્ઝન, મલેશિયાના સુખોઈ-30 એમકેએમ અને ચીનના સુખોઈ-30 એમકેકે સંસ્કરણથી ઘણું આગળ છે. સુખોઈ-30 MKIમાં આગળની સીટ પર પાયલટ અને પાછળની સીટ પર વેપન્સ સિસ્ટમ ઓફિસર બેસે છે. 

SUKHOI-30 MKI Image Credit: Force India .net

સુખોઈ-30 MKI ની લાક્ષણિકતાઓ: (Features of SUKHOI-30 MKI)

સુખોઈ-30 MKI વિશાળ હેવી ફાઈટર એરક્રાફ્ટ છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા નિર્મિત લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ કરતા સુખોઈ-30 MKIનું વજન ત્રણ ગણાંથી વધુ છે. સામાન્ય રીતે નજીકના અંતરથી આપણે પેસેન્જર એરક્રાફ્ટ જોઈ શકીએ છીએ. પરંતુ વિશાળકાય સુખોઈ-30 MKIને એરશૉ અને ટીવી પર આવી રીતે જોઈ શકાતા નથી.

Image Credit: FormulaF1results

 • સુખોઈ-30 MKI દુનિયાના શ્રેષ્ઠ અને ઘાતક ફાઈટર જેટ્સમાંથી એક છે.
 • તેની લંબાઈ 21.935 મીટર, વિંગ સ્પાન 14.7 મીટર, ઊંચાઈ 6.36 મીટર, વિંગ એરિયા 62 વર્ગ મીટર છે.
 • હથિયાર વગર સુખોઈ-30 MKIનું વજન 18 હજાર 400 કિલોગ્રામ છે.
 • મિશન માટે હથિયારોથી સજ્જ સુખોઈ-30 MKIનું વજન 26 હજાર 90 કિલોગ્રામ છે.
 • સુખોઈ-30 MKIની હાઈ અલ્ટીટ્યૂટમાં મહત્તમ ઝડપ 2 હજાર 120 કિલોમીટર પ્રતિ કલાક છે.
 • જ્યારે લૉ અલ્ટીટ્યૂટમાં તેની મહત્તમ ઝડપ 1 હજાર 350 કિલોમીટર પ્રતિ કલાક છે.
 • હાઈ અલ્ટીટ્યૂટમાં સુખોઈ-30 MKIની મહત્તમ રેન્જ 3 હજાર કિલોમીટર અને લૉ અલ્ટીટ્યૂટમાં તેની રેન્જ 1 હજાર 270 કિલોમીટર છે.
 • તે યુદ્ધ મિશન પર પોણા ચાર કલાક ઉડ્ડયન કરવાની ક્ષમતા ધરાવે છે.
 • ઈન-ફ્લાઈટ રિફ્યુલિંગ દ્વારા તેની રેન્જ 8 હજાર કિલોમીટરની કરી શકાય છે.
 • તેનો ક્લાઈબ રેટ 300 મીટર પ્રતિ સેકન્ડ છે.
 • તે મહત્તમ 17 હજાર 300 મીટર એટલે કે 56 હજાર 800 ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે.
 • સુખોઈ-30 MKI એર-ટુ-એર ડોગ ફાઈટમાં અમેરિકન બનાવટના એફ-22 કરતા વધુ કાબેલ છે.
 • સુખોઈ-30 MKIમાં 1 × 30 mm ગ્રાયઝેવ-શિપુનોવ જીએસએચ-30-1 ઓટોકેનોન ગનથી સજ્જ છે.
 •  સુખોઈ-30 MKIમાં 12 હાર્ડ પોઈન્ટ્સમાં 8 હજાર 130 કિલોગ્રામના હથિયારો લઈ જવાની ક્ષમતા છે.
 • આ યુદ્ધવિમાનમાં હાર્ડ પોઈન્ટ વધારીને 14 કરી શકાય છે. 

અહિયાં વાંચો: Weapon Series: ભારતીય સેનાના હાથમાં ‘દુશ્મનોનો કાળ’ SIG 716

પરમાણુ હુમલાની ક્ષમતા ધરાતા સુખોઈ-30 MKIમાં 6 ગાઈડેડ એર-ટુ-એર મિસાઈલ

પરમાણુ હુમલાની ક્ષમતા ધરાતા સુખોઈ-30 MKIમાં 6 ગાઈડેડ એર-ટુ-એર મિસાઈલ, 6 ગાઈડેડ એર-ટુ-સરફેસ મિસાઈલ, 6 લેઝર ગાઈડેડ બોમ્બ, 500 કિલોગ્રામ વજનના 8 ક્લસ્ટર બોમ્બ, 80 જેટલા અનગાઈડેડ રોકેટ્સથી સજ્જ છે. દરેક સુખોઈ-30માં રશિયન બનાવટની આર-73/77 મિસાઈલ્સ હોય છે. પરંતુ ભારતીય વર્ઝનમાં હવે લોંગ રેન્જવાળી અસ્ત્ર મિસાઈલ પણ તહેનાત કરાઈ છે. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જની આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલમેન્ટ ઓર્ગેનાઈઝેશને બનાવી છે. તેનાથી ફાઈટર જેટને મર્યાદીત રેન્જના ટેન્શન વગર ટાર્ગેટની ધ્વસ્ત કરવાની ક્ષમતા મળે છે. સુખોઈ-30 MKIમાં સુપરસોનિક બ્રહ્મોસ પણ તહેનાત છે. જેને કારણે સુખોઈ-30 MKIની ઘાતકતા વધી ગઈ છે. આ યુદ્ધવિમાન પરથી તાજેતરમાં અત્યાધુનિક રુદ્રમ મિસાઈલનું પણ સફળ પરીક્ષણ કરાયું છે.

Image Credit: Sukhoi Su-30 Flanker C

SUKHOI-30 MKI ભારતીય વાયુસેનાની કરોડરજ્જૂ સમાન

હાલ સુખોઈ-30 MKI ભારતીય વાયુસેનાની કરોડરજ્જૂ સમાન છે. સુખોઈ-30નું પહેલું ઉડ્ડયન રશિયામાં 1 જુલાઈ-1997ના રોજ થયું હતું. ભારતીય વાયુસેનાએ 27 સપ્ટેમ્બર- 2002માં પહેલું રશિયન બનાવટનું સુખોઈ-30 MKIને સેવામાં સામેલ કર્યું હતું. 2004માં ભારતીય વાયુસેનામાં પહેલું ભારતમાં નિર્મિત સુખોઈ-30MKI સામેલ કરાયું હતું. ભારતીય વાયુસેના પાસે 242 જેટલા સુખોઈ-30 એમકેઆઈ છે. 2000થી અત્યાર સુધીમાં તેના 272 યૂનિટનું નિર્માણ થઈ ચુક્યું છે. એક યૂનિટની કિંમત 358 કરોડ જેટલી થાય છે.

દેશના ઉત્તરીય મોરચાની સાથે ભારતીય વાયુસેનાએ દક્ષિણી મોરચા પર પણ પોતાની શક્તિમાં વધારો કર્યો છે. તમિલનાડુના તંજાવુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ-30 MKIની 22 સ્ક્વોર્ડનની તહેનાતી કરાઈ છે. તે દક્ષિણ ભારતની એર કમાન્ડમાં તહેનાત થનારી સુખોઈ-30 MKIની પહેલી સ્ક્વોર્ડન છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌસૈન્ય હરકતો વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને અહીં સુખોઈ-30 MKIની સ્ક્વોર્ડનની તહેનાતી કરાઈ છે.

સુખોઈ-30 MKI Image Credit: Reddit

ચીન પાસેના સુખોઈ ભારતના સુખોઈ-30 MKIથી નબળા

ચીન પાસેના સુખોઈ ભારતના સુખોઈ-30 MKIથી નબળા છે. ચીની સુખોઈ ઈઝરાયલી અને વેસ્ટર્ન મિસાઈલનો ઉપયોગ કરી શકતા નથી. ચીની સુખોઈમાં થ્રસ્ટ વેક્ટરિંગ એન્જિન થી અને તેને કારણે તેની કપરા ટેરેનમાં ઉડ્ડયનની ક્ષમતા નબળી બનાવે છે. ચીનનું જે-11 સુખોઈ-27 અને જે-16 સુખોઈ-30ની નકલ છે. સુખોઈ-30 MKIમાં સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ છે. તે દરેક ઋતુમાં દિવસ-રાત કામ કરવા માટે સક્ષમ છે. તેમા લોંગ રેન્જ રેડિયો નેવિગેશન સિસ્ટમ છે. સુખોઈ-30 MKI ઓટોમેટિક ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ છે. ઓટોમેટિક સિસ્ટમથી નેવિગેશન સિસ્ટમને જાણકારી મળતા જ તે આપમેળે ફ્લાઈટના રુટ સાથે સંકળાયેલી સમસ્યાઓને ઉકેલે છે. તેમા ટાર્ગેટને નેસ્તાનાબૂદ કરવાની સાથે એરફીલ્ડ સુધી લેન્ડિંગ કરવાનું સામેલ છે.

જુઓ ભારતીય સેનાની શસ્ત્ર (Indian Weapons) શક્તિની વિશેષ શ્રેણી OTTINDIA.APP પર –રગ રગમાં હિંદુસ્તાન.  

વધાર માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment