Whatsapp એ તેના યૂઝર્સને ખૂબ જ સરસ ગિફ્ટ આપી છે. આ ફીચર હેઠળ વોટ્સએપ ઈન્ટરનેટ વગર 5 ડિવાઈસ પર ચાલશે. એકવાર જ્યારે ડિવાઈસ વોટ્સએપ મેસેન્જરના આ નવા ફીચર સાથે જોડાઈ જાય છે, તો ફોનને વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટ એક્સેસની જરૂર નહીં પડે.
તે ઉપરાંત તમે એકજ સમયે ચારથી વધારે ડિવાઈસ કનેક્ટ કરી શકો છો. જોકે, તેની ઘણી સીમાઓ પણ છે. વેબડ-ડેસ્કટોપ કે પોર્ટલ પરથી એ યૂઝર્સને મેસેજ કે કોલ નહીં કરી શકે. જેમની પાસે પહેલાથી જ અપડેટેડ વોટ્સએપ છે.
મલ્ટી-ડિવાઈસ બીટા પ્રોગ્રામ તમને વેબ, ડેસ્કટોપ અને પોર્ટલ માટે વોટ્સએપ (Whatsapp )ના નવા ફીચરની પહોંચ પ્રદાન કરે છે. જો તમે તેની સાથે સંકળાઓ છો ત્યારે ફોનને કનેક્ટ કર્યા વગર લિંક કર્યા વગર ડિવાઈસનો ઉપયોગ કરવામાં સક્ષમ હશે.
IMAGE CREDIT: GOOGLE
તમે એક જ સમયે અન્ય ચાર ઉપકરણોનો ઉપયોગ કરવામાં સક્ષમ હશો. તમારે એક વોટ્સએપ એકાઉન્ટ રજીસ્ટર કરવુ પડશે અને તમારા ફોનને નવા ડિવાસ સાથે લિંક કરવા પડશે.
આ પણ વાંચોઃ- Google Smartphone: ગૂગલ ટૂંક સમયમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે
જોકે, જો તમે 14 દિવસથી વધારે સમય સુધી ફોનનો ઉપયોગ નથી કરતા, તો તમારા લિંક કરેલા ડિવાઈસ ડિસ્કનેક્ટ થઈ જશે. Whatsapp અને Whatsapp Business ના યૂઝર્સ Android અને Iphone પર Whatsapp બીટાના નવા ફિચરનો ઉપયોગ કરી રહ્યાં છે. હાલ તેના યૂઝર્સ ગણ્યા ગાંઠ્યા દેશોમાં જ છે, પણ તેને ગ્લોબલી રજૂ કરવામાં આવશે.
તે ઉપરાંત, તેમાં કેટલીક વિશેષતાઓ છે જે વર્તમાનમાં સમર્થિત નથી. તેમાં તમે તમારા પાર્ટનર ડિવાઈસની લાઈવ લોકેશનની સાથે સાથે વોટ્સએપ વેબ કે ડેસ્કટોપ પર પીન ચેટ જોઈ નહીં શકો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4