Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / January 16.
Homeસ્પોર્ટ્સજયારેેે કેપ્ટન કુલ ચાલુ મેચમાં જ થયા હતા ગુસ્સે

જયારેેે કેપ્ટન કુલ ચાલુ મેચમાં જ થયા હતા ગુસ્સે

m s dhoni in angry
Share Now

એમએસ ધોની હવે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નથી. જો કે એમએસ ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમને ઘણી ઉંચાઈ પર પહોંચાડી છે. દેશ માટે વર્લ્ડ કપ જીતનાર ધોનીને કેપ્ટન કૂલ તરીકે ઓળખવામાં આવે છે. જો કે, ક્રિકેટ મેચ દરમ્યાન એવું ઘણી વખત બન્યું છે કે કેપ્ટન કુલ તરીકે જાણીતા એમએસ ધોની ટીમના ખેલાડીઓ પર ગુસ્સે થયા હોય. ત્યારે ચાલો એવા અમુક પ્રસગનો પર નજર કરીએ કે જ્યારે એમએસ ધોની ગુસ્સે થયા હતા. 

મનીષ પાંડેને ગુસ્સામાં આપી હતી સલાહ 

વર્ષ 2018માં, ધોનીએ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 મેચમાં મનીષ પાંડે પર ગુસ્સે થયા હતા. ધોની રન લેવાને લઈને એટલો ગુસ્સે થયો કે તે ગુસ્સામાં પાંડે પાસે ગયો અને તેને કહ્યું કે બોલ પર ધ્યાન કેન્દ્રિત કર, બીજે ક્યાંય નહીં.

m s dhoni

આ પણ વાંચો:મિતાલી રાજે મહિલા ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા 

શ્રીલંકા સામેની T20 મેચમાં ધોની કુલદીપ યાદવ પર બૂમો પાડતો જોવા મળ્યો હતો. કુલદીપે પોતે આ વિશે જણાવ્યું હતું – બોલિંગ દરમિયાન માહી ભાઈ મારી પાસે આવ્યા અને કહ્યું કે કવર હટાવ અને કવર ડીપ કર અને પોઈન્ટને ઉપર રાખ. મેં કહ્યું ના માહી ભાઈ, તો તે ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે હું પાગલ છું, અહીં 300 વનડે રમ્યો છું.

યુવરાજસિંહે બીજા રન માટે પડી હતી ના 

2011 વર્લ્ડ કપ ફાઇનલમાં ધોની યુવરાજ પર ગુસ્સે થયો હતો. તે સમયે એવું બન્યું હતું કે, એક શોટ પર એક રન લીધા બાદ ધોનીએ બીજા રન માટે યુવરાજને અવાજ આપ્યો તો યુવરાજે ના પાડી દીધી હતી. અને કેપ્ટન તરીકે ધોની યુવરાજ પર ગુસ્સે ભરાયો હતો.

રવિન્દ્ર જાડેજા પણ ધોનીના ગુસ્સાનો શિકાર બન્યો છે. 2015 IPLમાં, CSK અને RR વચ્ચેની મેચમાં ફિલ્ડિંગ કરતા રવિન્દ્ર જાડેજાએ બોલ પકડવામાં ખૂબ જ ઢીલો અભિગમ અપનાવ્યો હતો. જ્યારે ધોનીએ આ જોયું તો તે ગુસ્સે થઈ ગયો અને જાડેજાને સંભળાવ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment