Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝક્યારે શરૂ થશે AMTS મોબાઈલની એપ્લિકેશન,4 વર્ષ પહેલા કરાઇ હતી મોટાપાયે જાહેરાત!

ક્યારે શરૂ થશે AMTS મોબાઈલની એપ્લિકેશન,4 વર્ષ પહેલા કરાઇ હતી મોટાપાયે જાહેરાત!

AMTS
Share Now

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS)અથવા એ.એમ.ટી.એસ. એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિગરાની હેઠળ શહેરમાં ચલાવવામાં આવતી શહેરી બસ સેવાનું નામ છે. જેમા લોકોને સેવા મળી રહે અને રાહતના ભાવે સામાન્ય લોકો મુસાફરી કરી શકે તે હેતુથી આ સુવિધા કરવામાં આવી છે. બસ (BUS)સેવાને લોકો લાલ બસ નાં હુલામણા નામે પણ ઓળખે છે.કોઇ પણ ભારતીય મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી શહેરી બસ સેવાઓમાં આ સેવા સૌથી મોટી છે.તો તેની સાથે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવાઓ પર વસુલ કરવામાં આવતું ભાડું તબક્કાવાર અસરકર્તા હોય છે .અને પ્રત્યેક તબક્કાની લંબાઈ ૨ કિલોમીટર નક્કી કરાવામાં આવી છે.

આ ઉપરાંત એક મનપસંદ પ્રવાસ યોજના પણ ચલાવવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રવાસી ૩૫ રૂ.ની એક ટિકિટ ખરીદીને સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી એએમટીએસ દ્વારા ચલાવાતી કોઈ પણ સેવામાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકે છે.તો સાથે જ મહિલાઓ માટે સવારના 11 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી માત્ર 20 રુ.ની ટિકિટ લઇ રાહત દરે અમદાવાદમાં ફરિ શકે છે.આ જ મનપસંદ પ્રવાસની ટિકિટ મહિલાઓ માટે ૨૫ રૂ. અને ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે ૧૫ રૂ.માં ઉપલબ્ધ છે.તો સાથે જ કોઇ તહેવાર સમયે અમદાવાદની મહિલાઓને ઇનામના સ્વરૂપમાં સવારથી લઇ સાંજ સુધી 10 રુ માં મુસાફરી કરવામાં કરી શકે છે.

AMTS વિભાગે  મોબાઇલ એપ્લીકેશન  કરેલી જાહેરાતનું શું ? 

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રન્સપોર્ટ સર્વિસ (AMTS)દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમે તમારા ફોન માંથી બસનું ટાઇમ ટેબલ જાણી શકશો. મોબાઇલ એપ્લીકેશન દ્વારા મુસાફરો આંગળની ટેરવે બસની જરૂરી માહિતી મેળવી શકશે. પરતુ આ વાતને ચાર વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી કાગળ પર જ છે.કેમ કે આ એપ તો છે પણ સરખી કામ નથી કરતી જેના કારણે લોકોના સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદમાં લાલ બસ તરીકે ઓળખાતી AMTS સેવા અનેક શહેરીજનો લાભ લેતા હોય છે.તંત્ર દ્વારા સતત સુવિધાની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ સુવિધાઓ માત્ર કાગળ પર જ રહી જાય છે. અને લોકો હાલાકીનો સામનો જ કરતા રહી જાય છે.

AMTS

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

આ એપથી શું માહિતી મળી શકે છે ? 

કઈ બસ ક્યાં હશે ક્યાં જવા ક્યાંથી કઈ બસ મળશે તેવી તમામ માહિતી મુસાફરોને મળી રહે તે માટે ચાર વર્ષ પહેલા મોબાઇલ એપ્લીકેશનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ તેનુ અમલીકરણ થયું નથી.એપ તો છે પણ તેમા હાલ કોઇ કામ કરતી નથી.માત્ર કેવા પુરતી જ આ એપ છે. અને  હાલ તો મુસાફરો બસની રાહ જોઇ જોઇ બેસી રહે છે. ક્યારેક તો બસ મથકના કંટ્રોલ રૂમમાં મુસાફરોને જવાબ આપવાવાળું પણ કોઇ હોતું નથી.એક સમય હતો જ્યારે બસને જોઇને ઘડિયાળ મેળવવામા આવતી હતી. વિપક્ષે પણ આ બાબતે ટીકા કરતા જણાવ્યુ છે કે સતાધારી પાર્ટી માત્ર વચોનો આપવામાં માને છે.તેને પુરા કરવામાં માનતી નથી. એએમટીએસમાં(AMTS) દરરોજ હજારો લોકો મુસાફરી કરે છે. પરંતુ અસુવિધાને કારણે મુસાફરોને બસની રાહ જોવામાં સમય બગડતાં મુસાફરો સારી સુવિધા ક્યારે મળશે તેની પણ રાહ જોઈ બેઠા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment