Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 17.
Homeન્યૂઝતાલિબાનને યુદ્ધ માટે ક્યાંથી આવી રહ્યું છે ફન્ડિંગ?

તાલિબાનને યુદ્ધ માટે ક્યાંથી આવી રહ્યું છે ફન્ડિંગ?

Share Now

પહેલાનું તાલિબાન (Taliban)અને હાલમાં 2021 નું તાલિબાન અલગ લાગી રહ્યુ છે. તેમા કોઇ સંદેહ નથી કે હાલની હાલાત ટેક્નોલોજીથી ભરપુર છે અને તે સમય કરતા હાલના સમયમાં સુધાર આવ્યો છે, પરંતુ તાલિબાન (Taliban) લડવૈયાની રહેણી કહેણીમાં મોટો બદલાવ આવ્યો છે તે નક્કી દેખાઇ રહ્યુ છે.

તાલિબાનમાં બદલાવ

તાલિબાન (Taliban)ના હથિયાર નવા અને ચમકદાર દેખાઇ રહ્યા છે. તેની ગાડીઓ અલગ પ્રકારની દેખાઇ રહી છે. તાલિબાન લડવૈયાઓ જે કપડા પહેરી રહ્યા છે તે પણ પહેલા કરતા અલગ છે, તેના કપડા જોઇને પહેલાના અને હાલના ડ્રેસમાં અલગ ડિઝાઇન નજર આવી રહી છે.

કામગીરીમાં ફેરફાર

2021 ના તાલિબાનની જો વાત કરીએ તો પહેલા કરતા બિલકુલ અલગ નજર આવી રહ્યુ છે, જ્યાં તે અફઘાનિસ્તાન (Afghanistan)માં પોતાના બર્બર શાસનના સમયે અવ્યવસ્થિત, બેઢંગા નજર આવી રહ્યા હતા અને દરેક વાત પર મહિલાઓ અને પુરૂષોને મારતા નજરે ચઢતા હતા. પરંતુ એવુ નથી કે તેના બર્બર કૃત્યોમાં કોઇ મોટો બદલાવ આવ્યો છે, તેના કબ્જાવાળા કેટલાક પ્રાંતમાં બાળકોની સ્કુલ પણ ચાલી રહી છે. એ પણ છે કે તાલિબાન (Taliban) લડવૈયા કેટલાક જગ્યાઓ પર જૂની રીતે જ વ્યવસ્થાને ચલાવી રહ્યા છે. તેમ છતા પણ તેની રહેણી કહેણી અને કામગીરીમાં ફેરફાર આવ્યો છે.

તાલિબાન લડવૈયા હવે શિસ્તબદ્ધ નજર આવી રહ્યા છે. અફઘાનિસ્તાન (Afghanistan)માં શાસન પર કબ્જો હાંસિલ કરવાના મિશનને લઇને તાલિબાન રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. પરંતુ આ તમામ વચ્ચે પણ સવાલ એ છે કે તેઓ શા માટે મક્કમ નથી દેખાઇ રહ્યા? કારણ કે તેના સંગઠન પાસે અસંખ્ય ધન છે.

તાલિબાન કમાણીમાં કેટલામાં સ્થાન પર હતુ

તાલિબાનની કુલ કમાણી કેટલી છે અને તેની પાસે પૈસા ક્યાંથી આવે છે? જે સવાલ દરેક લોકોને ઉભો થઇ રહ્યો છે. 2016 માં ફોર્બસે તાલિબાનને એ 10 આતંકવાદી સંગઠનોમાં પાંચમાં સૌથી અમીર સંગઠન તરીકે જાહેર કર્યુ હતુ. આઇએસઆઇએસ (ISIS)નો તે સમયે 2 બિલિયન અમેરિકી (America) ડોલરનો કારોબાર હતો અને તે ટોંચના સ્થાન પર હતુ, પાંચમાં નંબર પર તાલિબાન (Taliban) હતુ જેનો વાર્ષિક કારોબાર 400 મિલિયન અમેરિકી ડોલર હતો.

ફંડિંગનો પ્રાથમિક સ્ત્રોત

ફોર્બસે તાલિબાનની કમાણીના પ્રાથમિક સ્ત્રોતોમાં નશીલા પદાર્થોની ચોરી, સુરક્ષાના નામ પર પૈસાની ઉઘરાણી અને દાનના રૂપમાં મળેલો પૈસા દર્શાવ્યો છે. આ આંકડો 2016 નો છે. જ્યારે તાલિબાનનું અફઘાનિસ્તાવનમાં એટલુ વર્ચસ્વ નહતુ જેટલુ આજે દેખાઇ રહ્યુ છે.

કેટલુ ફંડિંગ ક્યાં ક્યાંથી મળ્યુ

એક રિપોર્ટ અનુસાર ગત્ત 2019-20 માં તાલિબાનનું વાર્ષિક બજેટ 1.6 બિલિયન ડોલર હતુ, જેમાં 2016 ની ફોર્બસ આંકડાની સરખામણી કરતા જોઇએ તો તેની કમાણી ચાર વર્ષોમાં 400 ટકા વધી છે. ગત્ત 2019-20 માં તાલિબાનોને ખનનથી 464 મિલિયન ડોલર, માદક પદાર્થોથી 416 મિલિયન ડોલર, વિદેશી દાનથી 240 મિલિયન ડોલર, ટેક્સથી 160 મિલિયન ડોલર અને રિયલ એસ્ટેટથી 80 મિલિયન ડોલર મળ્યા છે.

તાલિબાનને દુર રાખવા અમેરિકા…

તાલિબાન (Taliban) વર્ષોથી દાન અને યોગદાન પર પોતાની નિર્ભરતા ઓછી કરવામાં લાગી ગયુ હતુ. 2017-18 માં કથિત રીતે તેમને વિદેશી સ્ત્રોતથી 500 મિલિયન ડોલર અથવા તેના કુલ ફંડિગથી લગભગ અડધો ભાગ મળ્યો હતો. 2020 સુધી આ તાલિબાનની કુલ કમાણીથી લગભગ 15 ટકા ઓછી થઇ ગઇ હતી. તે જ વર્ષમાં અફઘાનિસ્તાન સરકારનું સત્તાવાર બજેટ (Budjet) 5.5 બિલિયન ડોલરનું હતુ, જેમાં માત્ર 2 ટકાથી પણ ઓછુ રક્ષા માટે હતુ. જોકે તાલિબાનને અફઘાનિસ્તાનથી દૂર રાખવા માટે મોટા પાયે અમેરિકા અફઘાન સરકાર (Afghan Government)ને ફંડિંગ કરી રહ્યુ હતુ .

અફઘાનિસ્તાનથી બહાર નિકળવામાં હવે ઉતાવળ કરી રહેલા અમેરિકાએ તાલિબાન સામે લડવા અફઘાન સૈન્યને ટ્રેનિંગ આપવાના સૈન્ય ખર્ચમાં 19 વર્ષોમાં લગભગ એક ટ્રિલિયન ડોલર જેટલો ખર્ચ કર્યો છે. જો કે, તેને સંપૂર્ણ આર્થિક દૃષ્ટિકોણથી જોતા, તાલિબાન (Taliban)ના રોકાણ પર વળતર દિવસેને દિવસે સારું થઈ રહ્યું છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન : તાલીબાન વિફર્યા, લોગાર પ્રાંત પર કબ્જો કર્યા બાદ કાબુલ ખતરામાં

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment