Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝસાઇકલ ક્યાં ચલાવવી ? : સાઇકલ ટ્રેક પર દબાણ તો જુઓ ..

સાઇકલ ક્યાં ચલાવવી ? : સાઇકલ ટ્રેક પર દબાણ તો જુઓ ..

Cycle trek
Share Now

રાજકોટના સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક BRTS રોડ પર સાઇકલ ચલાવતા ડો. વિજયભાઈ સોરઠીયા જયારે સાઇકલ ચલાવતા હતા ત્યારે ૧૨૦ની સ્પીડે કાર આવતા સાઇકલિસ્ટ ડોકટરને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. BRTS રોડ પર સાઇકલ ચલાવવી એ આમ તો ગેરકાયદેસર છે છતાં સાઇકલિસ્ટ ડોક્ટર શા માટે ત્યાં સાઇકલ ચલાવતા હતા તે પાછળનું કારણ જાણવાનો OTTIndiaએ પ્રયાસ કર્યો ત્યારે ચોંકવનારું કારણ સામે આવ્યું.

રાજકોટમાં ૧૧૦ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો :

Cycle trekરાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધીના ૧૨ કીમીનો જયારે BRTS રોડ બનાવવામાં આવ્યો ત્યારે તંદુરસ્તી અને સ્વસ્થ્ય માટે લોકો સાઇકલ કોઈ અવરોધ વિના ચલાવી શકે તે માટે રોડની બંને બાજુમાં સાઇકલિસ્ટો માટે સ્પેશિયલ સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. ૧૧૦ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો. છતાં સાઇકલ ચાલકો ટ્રેક પર નહીં પરંતુ BRTS રોડ કે રસ્તા પર સાઇકલ ચલાવવા મજબુર છે. કારણ કે જયારે આ ટ્રેક પર નજર કરવામાં આવે છે ત્યારે મસમોટા દબાણો જોવા મળે છે. સાઇકલ ટ્રેક પર નાના મોટા વાહનોના પાર્કિંગ તો ક્યાંક ચા – પાનની લારી ધારકો અહીં ઉભા રહે છે. મોટા ભાગે આ ટ્રેક પર સ્કૂટર, બાઈક, રીક્ષા, ફોર વહીલ અને ક્યારેક તો ટ્રક પણ અહીં ખડકી દીધેલા જોવા મળે છે. વહેલી સવારે જોવામાં આવે તો ટીપર વેન પણ અહીં જ પાર્ક કરવામાં આવે છે. હવે અહીં સાઇકલ કઈ રીતે ચલાવવી.? તે સૌથી મોટો પ્રશ્ન છે. જેથી નાછૂટકે સાઇલિસ્ટોને BRTS કે રસ્તા પર સાઇકલ ચલાવવી પડે છે. હવે જો ત્યાં સાઇકલ ચલાવવામાં આવે તો અકસ્માત થવાનો ભય સતત સાઇકલિસ્ટોને રહે છે.

સાઇકલ ટ્રેક પર ગેરકાયદેસર પાર્કિંગ હોવાથી ટ્રેક બ્લોક થઇ જતા ફરજીયાત સાઇકલ ચાલકોને રસ્તા પર ચાલવું પડે છે અને જેમાં અકસ્માતનો ડર રહે છે. મૃત્યુ પામેલ ડોકટર જેવા અનેક કિસ્સા રોજ બરોજમાં જોવા મળે છે. ઘણા સાઇક્લિસ્ટો એવા પણ છે કે તેઓ સાથે ઘણી વખત અકસ્માત થયો છે અને જેમાં ઘવાયા હોવાનું પણ સામે આવ્યું છે.

સાઇકલ ટ્રેક પર થતા દબાણ હટાવવા માટે મનપા દ્વારા હાલ કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. દબાણ દૂર કરી ટ્રેક ક્યારે સાઇકલિસ્ટને આપવામાં આવશે ? તે અંગે રાજકોટ મનપાના નાયબ કમિશનર એ.આર.સિંહ સાથે વાત કરવામાં આવી ત્યારે દબાણ કરવા પર દંડની જોગવાઈ જણાવી ૧૫ ઓગસ્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

જુઓ વિડિઓ : સાઇકલ ક્યાં ચલાવવી ? સાઇકલ ટ્રેક પર દબાણ તો જુઓ…

દંડની જોડવાઈ :

Cycle trek૧૫૦ ફૂટ રિંગ રોડની બંને બાજુ બનાવામાં આવેલા સાઇકલ ટ્રેક પર જો ટુ વહીલ, રેંકડી ચલાવવામાં આવે કે પાર્કિંગ કરવામાં આવે તો તેના માટે રૂ. ૫૦૦નો દંડ રાખવામાં આવ્યો છે. ઉપરાંત ફોર વહીલ ચલાવવામાં આવે કે પાર્ક કરવામાં આવે તો રૂ. ૧૦૦૦ના દંડની જોગવાઈ તથા ટ્રક, બસ જેવા ભારે વાહનો માટે રૂ. ૫૦૦૦ના દંડની જોગવાઈ રાખવામાં આવી છે. રાજકોટ મનપાના નાયબ કમિશનરના જણાવ્યા અનુસાર ૧૫ ઓગસ્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

મનપા તંત્ર જાગશે ?

વધુને વધુ લોકો સાઇકલ ચલાવે તે માટે પ્રેરણા આપતા રાજકોટ મનપા તંત્રને આ દબાણો દેખાતા નહીં હોઈ ? આ દબાણ દૂર કરી સાઇકલિસ્ટો સુરક્ષિત રીતે સાઇકલ ચલાવી શકે તે માટે તંત્ર જાગશે ખરા ? જેવા અનેક સવાલો સાઇકલ ચાલકોમાં ઉઠી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment