દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. 5 દિવસનો દિપોત્સવ શરૂ થઈ ગયો છે. આ દિવસોમાં દીવો પ્રગટાવવાનું ખાસ મહત્ત્વ છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ભગવાન સામે સાચા મનથી માત્ર એક દીવો પણ પ્રગટાવે તો તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. દિવાળીએ ખાસ કરીને માટીનો દીવો પ્રગટાવવો જોઈએ. માટીનો દીવો પંચતત્વોથી મળીને બને છે. તેને બનાવવામાં ધરતી, આકાશ, પાણી, અગ્નિ અને વાયુનો ઉપયોગ થાય છે.
દીવો પ્રગટાવ્યાં પહેલાં થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો વિધિ-વિધાન સાથે દીવો તૈયાર કરવામાં આવે તો દેવી-દેવતાઓની કૃપા જલ્દી મળી શકે છે.
આ પણ વાંચો : Pfizer’s vaccine: 5-11 વર્ષની વયના બાળકોને અપાશે રસી
કઈ જગ્યાએ કેવો દીવો પ્રગટાવવો-
દિવાળીએ લક્ષ્મી પૂજામાં ઘીનો દીવો પોતાની ડાબી બાજુ, તેલનો દીવો પોતાના જમણા હાથ તરફ પ્રગટાવવો જોઈએ. પૂજા કરતી સમયે દીવો ઓલવાઈ જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. દીવો ભગવાનની મૂર્તિની એકદમ સામે જ પ્રગટાવવો જોઈએ. જો દીવો ઓલવાઈ જાય તો ભગવાન પાસે માફી માગીને ફરીથી તેને પ્રજ્જવલિત કરવો.
ઘીના દીવામાં રૂની દિવેટ રાખવી-
પૂજામાં જે દીવો અંડિત થઈ જાય, તેને પ્રગટાવવો જોઈએ નહીં. દીવો જ નહીં, પરંતુ કોઈ પણ અંડિત સામગ્રી પૂજામાં ઉપયોગમાં લેશો નહીં. પૂજા માટે ખંડિત સામગ્રી શુભ માનવામાં આવતી નથી. ઘીના દીવા માટે સફેદ રૂની દિવેટનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની દિવેટ વધારે શુભ રહે છે.
દીવો પ્રગટાવતી સમયે આ મંત્રનો જાપ કરો-
शुभम करोति कल्याणं, आरोग्यं धन संपदाम्, शत्रु बुद्धि विनाशाय, दीपं ज्योति नमोस्तुते।।
માન્યતા છે કે આ મંત્રના જાપ સાથે દીવો પ્રગટાવવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાયેલી રહે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરની આસપાસ નકારાત્મક ઊર્જાનો પ્રભાવ દૂર થાય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4