Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝઆ છે ભારતના ખ્યાતનામ એથલિટ,જેમની સાથે જોડાયેલી છે અનેક કોન્ટ્રોવર્સી

આ છે ભારતના ખ્યાતનામ એથલિટ,જેમની સાથે જોડાયેલી છે અનેક કોન્ટ્રોવર્સી

SPORTS-PERSONALITIES-OF-INDIA-
Share Now

ભારતમાં રમતને ધર્મ અને રમતવીરોને ભગવાન માનવામાં આવે છે. ક્રિકેટ હોય કે પછી હોકી કે પછી બોક્સિંગ-રેસલિંગ કે પછી ટેનિસ તમામ ખેલમાં ભારતના એથલીટ વૈશ્વિક ખ્યાતી મેળવી ચૂક્યાં છે અને તેમને અન્ય દેશોના ખેલાડીઓ કરતા વધુ મહત્વ અને માન-સન્માન આપણા દેશના લોકો આપી રહ્યાં છે.

 અમુક વખત સન્માનનો આ મોહ અતિરેકમાં ફેરવાઈ જાય છે અને તેઓ પોતાને કાયદા-કાનૂન તમામ સત્તા-નિયમોથી ઉપર સમજે છે. પોતાના મોભાને જાળવવા તેઓ ગમે તે હદ સુધીના કાળા કામો પણ કરી જાય છે. આ જ યાદીમાં વધુ એક નામ જોડાયું છે સુશીલ કુમાર. પહેલવાનોની ગેમ ગણાતી રેસલિંગમાં વિશ્વફલક પર ભારતનું નામ રોશન કરનાર સુશીલ કુમાર વધુ એક કોન્ટ્રોવરસીમાં ફસાયા છે.
જોકે સુશીલ કુમાર પ્રથમ એવા એથલિટ નથી જેમની સાથે વિવાદોનું વંટોળ હોય. ભારતના વિવિધ ખેલના અનેક ખેલાડીઓ એવા છે જે એનકેન પ્રકારે વિવાદોમાં સંપડાયેલા છે. તો આવો જાણીએ તેમાંના અમુક ખાસ નામ વિશે.

 ઈકબાલ સિંહ બોપરાઈ-શાર્પ શૂટર

ikball sinh

PC: Google Image

ઈકબાલ સિંહ બોપરાઈ નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ભારતના એક ખેલાડીએ 1983માં વિશ્વફલક પર ડંકો વગાળ્યો હતો. ભારતે જે વર્ષે પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો તે જ વર્ષે એશિયાઈ એથલેટીક્સ ચેમ્પિયનશિપમાં શોટ પુટમાં ભારતને શૂટિંગમાં ઈકબાલ સિંહ બોપરાઈએ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
અમેરિકા સ્થિત થયેલ ઈકબાલ સિંહ બોપરાઈ પર ગત વર્ષે તેમના નિવાસસ્થાને જ પોતાની માતા અને પત્નીની હત્યાનો આરોપ લાગ્યો હતો. રીપોર્ટ અનુસાર માતા અને પત્નીના ડબલ મર્ડર કર્યા બાદ તેઓ પણ લોહીથી લથબથ પોતાના ઘરમાં જ મળી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની પર આ ત્રીજી હત્યાનો આરોપ લાગ્યો છે.

તનવીર હુસૈન – સ્નો શૂ રેસર

Tanvir

GOOGLE IMAGE

સ્નો શૂ ફેડરેશન અને અમેરિકન મીડિયાએ આપેલ અહેવાલ અનુસાર ભારતીય એથલિટ તનવીર હુસૈનની યૌન ઉત્પીડન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 24 વર્ષના યુવા સ્નો શૂ રેસર તનવીર હુસૈન ભારતના કાશ્મીરના રહેવાસી છે. અમેરિકના ન્યૂયોર્કના સારાનેક લેક વિલેજથી તેમની ઘરપકડ કરવામાં આવી હતી. એક નાબાલિકના રેપના આરોપમાં તેમની ધરપકડના અહેવાલને જમ્મુ કાશ્મીર સ્પોર્ટસ કાઉન્સિલ સેક્રેટરી વહિદ ઉર રહેમાને સ્વીકાર્યો હતો.

દીપક પહલ – બોક્સર

Deepak-Pahal-

Google Image

15 વર્ષની ઉંમરે જ્યારે આપણા બાળકોના હાથમાં બેટ-બોલ કે ફૂલરેકેટ હોય ત્યારે હરિયાણાના દીપક પહલે બોક્સિંગની શરૂઆત કરી અને 16 વર્ષે તો તેણે પોતાની પ્રતિભા સમગ્ર દેશ સામે સાબિત કરી દીધી. ખ્યાતનામ સોનીપત, SAI કેન્દ્રમાં તેમને એક ટ્રેની તરીકે સ્વીકારવામાં આવ્યા. જોકે જુનિયર ચેમ્પિયન દીપક પહલ દિલ્હી પોલિસની બેડબુકમાં હતો. 2 લાખના ઈનામ સાથે દીપકને પોલિસે મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ જાહેર કર્યો હતો.
તેણે સ્પોર્ટસ ક્વોટામાં સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ, નિષ્ફળ નીવડ્યો. SAI કેન્દ્રમાં તેણે પોતાના સાથી ખેલાડી સાથે થયેલ ઝઘડામાં મોં પર બોક્સિંગના મુક્કા(PUNCH) માર્યા હતા. આ ઘટના બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

2012ના વર્ષમાં ભારતીય બોક્સિંગ ફેડરેશન પર પ્રતિબંધ લાગ્યો અને દેશના બોક્સિંગ ક્ષેત્રના રમતવીરો અવળા માર્ગે વળવાના શરૂ થયા. આ સમય દરમિયાન દીપકની મુલાકાત જિતેન્દ્ર માન ઉર્ફે ગોગી સાથે થઈ હતી. ખંડણી, ગુંડાગર્દીમાં આગળપડતું નામ જિતેન્દ્ર માન બોક્સર અને પહેલવાનો પર જ નજર રાખતો હતો,જે તેના ધંધા સાથે જોડાઈ શકે અને કામ કઢાઈ શકે.

વર્ષ 2016માં દીપક પહલનું નામ ગોગીને જેલમાંથી ભગાવવાનો આરોપ લાગ્યો. જોકે થોડાક જ દિવસમાં દીપક પહલની ધરપકડ કરવામાં આવી પરંતુ, તેને જામીન પણ જલ્દી જ મળી ગયા હતા. જોકે આઘાત કે પછી અન્ય કારણસર દીપકે ઘર છોડી દીધું અને ક્યાંક ચાલ્યો ગયો. મહત્વની વાત એ છે કે આજદિન સુધી દીપક પહલનો કોઈ અતોપત્તો જ નથી. બાદમાં ખબર પડી કે દીપક પર ચાર લોકોના મર્ડરનો પણ આક્ષેપ હતો,જે તેના જ વિરૂદ્ધ એક કેસના સાક્ષી હતા. પોલિસ પૂછપરછથી કંટાળીને પહલના પરિવારે સમાચારપત્રમાં એક નોટિસ જ છપાવી દીધી કે દીપક પહલ સાથે હવે તેમનો કોઈ સંબંધ નથી.

 

નવજોત સિદ્ધૂ –ક્રિકેટર

navjot-singh-sidhu-1200-300x200

PC: Google

ભારતના મહાન ક્રિકેટરોમાંના એક-શાયર-પૂર્વ બીજેપી સાંસદ અને ટીવી હોસ્ટ નવજોત સિદ્ધૂ અને તેમના મિત્ર રૂપિંદર સિંહ સંધૂ પર 50 વર્ષના ગુરનામ સિંહ સાથે ઝપાઝપી અને અંતે હત્યાનો આક્ષેપ લાગ્યો હતો. 1988માં આ રોડ રેઝ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બંને આરોપીને દોષિત ઠેરવ્યા હતા.
નવજોત સિદ્ધૂની ગાડી ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો અને બાદમાં ભરવરસાદે તેમના વચ્ચે ઝઘડો થયો હતો અને સિદ્ધૂ-સંધૂએ ગુરનામને માર માર્યો હતો. ઘાયલ ગુરનામને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં મોત થઈ ગઈ હતી. બંને આરોપીને IPC સેક્શન 304(2) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

 

શ્રીસંત – ક્રિકેટર

Indian Cricketer

(Photo: IANS)

સાત વર્ષ પહેલા દિલ્હી પોલીસે મેચ ફિક્સિંગના આરોપમાં શ્રીસંત અને રાજસ્થાન રોયલ્સના બે ખેલાડી-અજીત ચંડિલા અને અંકિત છાવણની ધરપકડ કરી હતી. ત્યારબાદ બીસીસીઆઈએ ત્રણેય ખેલાડીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે આ આરોપો સામે શ્રીસંતે લાંબી કાનૂની લડાઈ લડી અને અંતે 2015માં સ્પેશયલ કોર્ટે તેમને આરોપમુક્ત કર્યા હતા

ત્યારબાદ 2018માં કેરલ હાઈકોર્ટે તેમના પર લાગેલ આજીવન પ્રતિબંધને પણ પડયો મૂક્યો હતો પરંતુ 2019માં ફરી સુપ્રિમ કોર્ટે તેને આરોપી ઠેરવ્યો હતો. જોકે ભારતીય બોર્ડે તેમના પર લાગેલ પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ કરવાની માંગણી કરી હતી અને કોર્ટે માન્ય રાખી હતી. શ્રીસંત પ્રતિબંધ પહેલા 27 ટેસ્ટમાં 87 અને વનડેમાં 75 વિકેટ મેળવી ચૂક્યો છે. તે 2007માં ટી-20 અને 2011માં વનડે વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાનો સભ્ય પણ હતો.

 

સુશીલ કુમાર – ઓલિમ્પિક પદક વિજેતા

Shushil Kumar

સાગર ધનધર હત્યાના કાંડમાં ઓલિમ્પિક પદક વિજેતા પહેલવાન સુશીલ કુમારની અંતે ધરપકડ ગઈકાલે કરવામાં આવી છે. સુશીલે હત્યાના ચાર દિવસ પછી પોતાનો મોબાઇલ તોડીને ફેંકી દીધો હતો અને સિમ કાર્ડ સિવાયનો મોબાઇલ વાપરતો હતો. આ સિવાય વાત કરવા મટે ઈન્ટરનેટ કોલ કરતો હતો.

સુશીલ કુમારે કનેક્ટિવિટી માટે એક ડોંગલ રાખ્યું હતુ જેના થકી પરિચિતો જોડે સંપર્કમાં હતો. દિલ્હી પોલિસે આ ડોંગલના નંબરનું ટ્રેકિંગ કરીને સુશીલ કુમારનું લોકેશન મેળવ્યું હતુ. દિલ્હીની એક કોર્ટે સુશીલ કુમાર અને સુનિલ ઉર્ફ અજય કુમારને છ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.
કોર્ટે કાર્યવાહી દરમિયાન એક મહત્વની વાત કહી જે સૌ કોઈએ સમજવાની અને ધ્યાને રાખવાની જરૂર છે,
“કાયદાથી ઉપર કોઈ નથી. કાયદાની નજરમાં સૌકોઈ એક સમાન છે. આપણું સંવિધાન તમામ નાગરિકોને જીવન અને આઝાદીનો સંપૂર્ણ અધિકાર આપે છે પરંતુ, અમુક હદથી વધુ પરિસ્થિતિ કાબૂ બહાર ન જવી જોઈએ.”

આ પણ વાંચો: Barge P305 tragedy: બાર્જના મૃતકો મળ્યા વલસાડથી

વધાર માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment