Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝનકલી વેક્સિનને લઇને WHOએ આપી ચેતવણી

નકલી વેક્સિનને લઇને WHOએ આપી ચેતવણી

DUPLICATE VACCINE
Share Now

વેક્સીન એક માત્ર ઉપાય છે અને લોકો વેક્સીન લઇ રહ્યા છે. વેક્સીન નકલી મળી રહી છે જેને લઇ ચેતવણી આપી WHO એ. પારદર્શી ખરીદ અને અપૂર્તિ પ્રણાલીઓ તેમજ પ્રશાસન દ્વારા પ્રોદ્યોગિકી સમર્થિત કોવિન પ્લેટફોર્મના માધ્યમથી વાસ્તવિક કોરોનાવાયરસ વેક્સિન પ્રદાન કરવાના કેન્દ્રના પ્રયાસો છતાં પણ WHOએ આ ચેતવણી આપી છે.

નકલી કોવિશીલ્ડ મળતા એલર્ટ કરી દીધા

VACCINE

WHOએ મંગળવારે દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રીકામાં નકલી કોવિશીલ્ડ મળતા એલર્ટ કરી દીધા છે. વૈશ્વિક સાર્વજનિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે, જુલાઇ અને ઓગસ્ટમાં નકલી ઉત્પાદનોની સૂચના આપવામાં આવી હતી. WHOના કહ્યાં અનુસાર, કોવિશિલ્ડના ભારતીય નિર્માતા SIIએ પુષ્ટી કરી હતી કે કોવિડ પેશન્ટના રિપોર્ટ બાદ કેટલાક ડોઝ આપવામાં આવ્યા હતા.

ભારતમાં કોવિશીલ્ડ 2mlની ઓળખાણ કરવામાં આવી હતી, જો કે SII 2mlમાં વેક્સિનનું ઉત્પાદન કરતું નથી. યુગાન્ડામાં કોવિશીલ્ડ બેચ 4121040 અને એક્સપાયરી ડેટ 10.08.2021 સાથે મળી આવી હતી. જેની પુષ્ટી SIIએ કરી હતી.

આ પણ વાંચો : ખેડૂતે બનાવ્યું આધુનિક મશીન

WHOએ કહ્યું કે, વાસ્તવિક કોવિશીલ્ડ વેક્સિન SARS-CoV-2 વાયરસના કારણે થનારા કોરોના વાયરસ રોગને રોકવા માટે 18 વર્ષ કે તેનાથી વધારેની ઉંમરના વ્યક્તિઓને સક્રીય રસીકરણ માટે સંકેત આપવામાં આવ્યા છે. વાસ્તવિક કોરોના વાયરસની રસીનો ઉપયોગ રાષ્ટ્રીય નિયામક અધિકારીઓના આધિકારીક માર્ગદર્શન અનુસાર હોવું જોઇએ.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, તે આ મદ્દે તપાસ કરી રહ્યાં છે, જો કે અમારી પાસે આ પ્રકારના કેસ રોકવાની એક મજબૂત પ્રણાલી છે. અમે માત્ર તે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે કોઇ પણ ભારતીયને નકલી રસી ન મળે. રસીકરણ પ્રમાણપત્ર અમે આપીએ છીએ તેમાં પ્રશાસિત રસી વિશે ઉચીત વિવરણ હોય છે. જેમ કે બેચ સંખ્યા, નિર્માણ વિવરણ અને પ્રતિકૂળ પ્રતિક્રિયા જેવી વસ્તુઓ લખેલી હોય છે. સાથે જ સપ્લાય ચેન પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે. ભારત તરફથી અમને કોઇ ફરિયાદ મળી નથી. અમે આ મુદ્દે તપાસ કરી રહ્યાં છીએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment