Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeકહાનીયે દોસ્તી…રજનીકાંતે પોતાનો કિંમતી એવોર્ડ શા માટે એક બસ ડ્રાઇવરને કર્યો સમર્પિત? કારણ છે રોચક

યે દોસ્તી…રજનીકાંતે પોતાનો કિંમતી એવોર્ડ શા માટે એક બસ ડ્રાઇવરને કર્યો સમર્પિત? કારણ છે રોચક

Share Now

બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયાન સિનેમામાં પોતાના અલગ અંદાજથી લોકોનું મન જીતીને દિલોમાં રાજ કરનારા સાઉથના એક્ટર રજનીકાંતને (Rajinikanth)  રાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડમાં દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ (Dadasaheb Phalke Award) એનાયત કરવામાં આવ્યો. પણ તેમણે આ એવોર્ડ પોતાના મિત્ર રાજ બહાદૂરને સમર્પિત કર્યો હતો. તો જાણીએ કોણ છે રાજ બહાદુર અને તેમનું રજનીકાંતના જીવનમાં શું યોગદાન છે.

રજનીકાંતે એવોર્ડ પોતાના મિત્ર રાજ બહાદૂરને સમર્પિત કર્યો

 

રજનીકાંત અને બોલીવુડના ઘણા સ્ટાર્સને એવોર્ડ મળ્યો અને સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે લોકોમાં ચર્ચાનું કારણ રહ્યું હતુ,પણ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત હંમેશા ચર્ચામાં રહે છે, પણ આ વખતે તેમને કંઇક અલગ જ કામ કરી બતાવ્યુ છે, જે ચર્ચાનું કારણ બન્યો છે.

Bus conductor

Image Courtesy: Deccan Herald

કોણ છે આ મિત્ર?

રજનીકાંત જ્યારે સ્ટાર ન હતા ત્યારે તે એક બસ માં કન્ડ઼ેક્ટરનું કામ કરતાં હતા, એટલે કે ટીકીટ આપતા હતા, આ ટિકિટ આપનારનું જેણે ટેલેન્ટ ઓળખ્યુ તે તેમનો મિત્ર અને બસ ડ્રાઇવર હતા જેનું નામ છે રાજબહાદુર.

અમારી મિત્રતા 50 વર્ષ જુની છે, અને હું તેમને 1970 માં મળ્યો હતો: રાજબહાદુર

er/MrVTweetzz

રજનીકાંતનું માનવુ છે કે, રાજબહાદુરે તેમની અંદરની કળાને જોઇને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યુ હતુ, અને તેમના કારણે જ આજે તે સાઉથના સ્ટાર છે, લોકો તેમની પુજા પણ કરે છે. રાજબહાદુર રજનીકાંતના ફેન છે, જે બેંગલોરના યમરાજપેટમાં રહે છે. શિવાજીરાવ ગાયકવાડ ને રજનીકાંત બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. રજનીકાંતને ખાલી પ્રોત્સાહન નહી પણ સાથે સાથે તામિલ ભાષા શીખવાડી હતી, આ કહાની ખુબ ઓછા લોકો જાણે છે.

આ પણ વાંચો: બિમારી એવી કે યુવતીએ નોંધાવી લીધો ‘ગિનિઝ વર્લ્ડ બુક રેકોર્ડ’

આ બાબતે રાજબહાદુર કહે છે કે, અમારી મિત્રતા 50 વર્ષ જુની છે, અને હું તેમને 1970 માં મળ્યો હતો….એ સમયે હું એક ડ્રાઇવર અને રજનીકાંત એક બસ કંડેક્ટર હતો. અમારા ટ્રાસપોર્ટ સ્ટાફમાં તે બેસ્ટ એક્ટર હતો. કોઇ કાર્યક્રમમાં અમે તેને પરફોર્મ કરવાનું કહેતા હતા, રજનીકાંત ડ્યુટી પણ કરતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કામ પણ કરતો હતો.

 

આ સિવાય રાજબહાદુરે તેને એક્ટીંગનો કોર્સ જોઇન કરવાનો પણ કહ્યું હતુ, 2 વર્ષનો એક્ટીંગનો કોર્ષ પુરો કર્યો. રજનીકાંતે આમ એક્ટીંગ શીખી અને તેના કારણે એક કાર્યક્રમમાં બાલાચંદ્રન મુક્ય અતિથી તરિકે આવ્યા હતા, તેમણે રજનીકાંતને તામિલ ભાષા શીખવાની વાત કરહી હતી. જે રજનીકાંતે પોતાના મિત્રને જણાવી અને રાજબહાદુરના કહેવા પ્રમાણે એક્ટીંગ સ્કુલમાં ગયો ત્યારે 400 રુપિયા રાજ બહાદુર કમાતા હતા.એ પોતાના પગારમાંથી અડધા એટલે કે 200 રુપિયા રજનીને મોકલતાં હતા, જેમાંતી રજનીકાંતે પોતાનો કોર્સ પુરો કર્યો હતો.

રજનીકાંત પોતાના મિત્રને આપે છે સપરપ્રાઇઝ

રજનીકાંત ભલે એક મોટા સ્ટાર હોય પણ આ એવોર્ડ પોતાના 50 વર્ષ જુના મિત્રને સમર્પિત કરીને તેમણે દોસ્તીની એક નવી મિસાલ બનાવી છે, આ એક એવો મિત્ર છે જેમની સાથે તે બેસીને શાંતિની પળો માણી શકે છે, ગપશપ કરી શકે છે, દુનિયાભરની વાતો કરી શકે છે, રજનીકાંત હંમેશાથી જ રાજબહાદુરના ઘરે જઇને તેમને સરપ્રાઇઝ આપતા રહે છે, પોતાનું રુપ બદલીને તે મિત્રને મળવા કોલ કર્યા વગર જતા રહે છે.રાજબહાદુરના ઘરમાં રજનીકાંતનો એક રુમ સુરક્ષિત છે.

જુઓ વીડિયો

રજનીકાંતે આપી મિત્રતાની મિશાલ

રજની બસ નંબર 10 એ ના કંડેકેટર હતાસ જે મેજિસ્ટીક થી શ્રીનગર વચ્ચે બસ ચાલતી હતી. ત્યારે તે હનુમંતનગરમાં રહેતા હતા જ્યારે રાજબહાદુર તામરાજપેટ માં રહેતા હતા.

આ બંને એરિયા નડજીક હતા, તે સમયે પણ તેમનો એક અલગ સ્ટાઇલ હતી. 77 વર્ષના રાજ બહાદુર રજનીકાંતના મિત્ર છે જેને દુનિયા થલાઇવા ના નામથી ઓળખે છે. મંચ પર જતી વખતે અને અવોર્ડ લીધા બાદ મંચ પરથી પરિવારની સાથે જ્યારે રજનીકાંતે પોતાના 50 વર્ષ જુના મિત્રનું નામ લીધુ ત્યારે દુનિયાને આ મિત્રતાની સાચી ઓળખ થઇ. 

 

આ પણ વાંચો: Textaphrenia: ડિઝીટલ યુગની ડિઝીટલ બીમારી આવી ટેક્સ્ટાફ્રેનિયા

 

No comments

leave a comment