Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝશા માટે પ્રથમ બાળક આવે ત્યારે વધુ ખુશી ? જાણો પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ

શા માટે પ્રથમ બાળક આવે ત્યારે વધુ ખુશી ? જાણો પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ

fist child birth
Share Now

દરેક વ્યક્તિને પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે. તેના વિકાસમાં સમાજ, કુટુંબ, શાળા જેવા અનેક પરિબળો અસર રૂપ બનતા હોય છે. પરંતુ તેની સાથે સાથે બાળકના જન્મનો ક્રમ પણ ક્યાંક અસર પામતો જોવા મળી રહ્યો છે.

“જ્યારે પ્રથમ બાળક આવે ત્યારે લોકો જરા વધુ પડતો જ હરખ દાખવે

first child and second child સામાન્ય રીતે આજના યુગમાં જોઈએ તો દંપતીના ઘરે પ્રથમ સંતાન આવે ત્યારે અનેક રીતે તેની ખુશીનો દેખાડો થતો જોવા મળે છે. અમુક લોકોના મંતવ્યો લેવાથી એવું જાણવા મળ્યું છે કે,”જ્યારે પ્રથમ બાળક આવે ત્યારે લોકો જરા વધુ પડતો જ હરખ દાખવે છે. તેઓ સતત ટેલિફોનથી નોંધ લે છે, આજુબાજુવાળા પાડોશીઓ અલગ-અલગ સ્વાદિષ્ટ ભોજન આપી જાય છે , ઉપરાંત જ્યારે બાળકને જન્મ બાદ પણ તે ખૂબ જ સંભાળ લે. પરંતુ જ્યારે બીજું બાળક આવે છે ત્યારે, માત્ર ફોર્માલિટી માટે થોડો કોન્ટેક્ટ રાખે છે અને પોતે જાણે ખૂબ જ વ્યસ્ત હોય તેવા દેખાડા ઓ કરે છે.આની પાછળ શું કારણ હશે તે સમજાતું નથી!”

વ્યક્તિત્વમાં તેના ઉછેર અને આસપાસના વાતાવરણ જવાબદાર

આ ઉપરાંત બાળકના જન્મક્રમને કેન્દ્રમાં રાખી, તેના વ્યક્તિત્વના આધારે જોઈએ તો પ્રથમ ક્રમ કરતા પછી એટલે કે બીજા કે ત્રીજા બાળકની સારસંભાળ માં ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળતો હોય તેવું લાગે છે. તેના અનેક કારણો હોઈ શકે છે. ઉપરાંત આ હકીકત માની લેવી એ પણ શક્ય નથી. તેના વ્યક્તિત્વમાં તેના ઉછેર અને આસપાસના વાતાવરણ જવાબદાર છે તેવું કહી શકાય.

વ્યક્તિત્વ વિકાસ પાછળ તેનો જન્મ પણ જવાબદાર હોય

મનોવૈજ્ઞાનિકોના મતે, બાળકના જન્મથી જ તેનું વ્યક્તિત્વ નક્કી થઈ જતું હોય તેવું માનવું ભૂલ ભરેલું છે. બાળકને સામાજિક તેમજ તેના આસપાસના વાતાવરણ અને તેને કેવા પ્રકાર અને કઈ રીતે ઉછેર મારે છે. તેના પર તેનું વ્યક્તિત્વ આધારિત હોય છે. ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે તેના વ્યક્તિત્વ વિકાસ પાછળ તેનો જન્મ પણ જવાબદાર હોય છે.

આ જ સંદર્ભે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની અમી પુરોહિત, ડો.ધારા આર.દોશી દ્વારા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ ના માર્ગદર્શન માં 540 લોકો પર સર્વે કરવામાં આવ્યો જેમાં જોવા મળ્યું કે જન્મના ક્રમ ની અસર વ્યક્તિના વ્યક્તિત્વ પર થાય છે. મનોવૈજ્ઞાનિક દ્વારા પણ જન્મક્રમ અને વ્યક્તિત્વ નો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ ડેલ્ટા પ્લસનું નવું સ્વરૂપ જોખમી ?

પ્રથમ સંતાન: જે વ્યક્તિ પોતાના માતા પિતાનું પ્રથમ સંતાન હોય તેનામાં જવાબદારી, પ્રેરણાદાયી વર્તન, સભાન હોવું, અન્ય પર નિયંત્રણ રાખવાનું, પરફેક્ટ હોવાનું, કઈક મેળવી લેવાનું, લીડરશીપ અને બોસ થવાનું વર્તન વધુ જોવા મળ્યું. પ્રથમ સંતાન હોવાથી ખૂબ લાડ પ્રેમમાં તેમનો ઉછેર થયો હોય છે. 63 ટકા પ્રથમ જન્મક્રમ ધરાવનાર લોકોમાં આ લક્ષણો જોવા મળ્યા

બીજું (વચલું) સંતાન: બીજો અથવા વચલો જન્મક્રમ ધરાવનાર બાળક સામાજિક, શાંતિ પ્રિય, બાબતોનો સ્વીકાર કરનાર, લોકોની સાથે ખુલીને જીવનાર અને બોલનાર, ક્યારેક બળવો પોકારનાર, સ્વતંત્ર વિચાર ધરાવનાર હોય છે એવું જોવા મળ્યું. 54 ટકા બીજો ક્રમ ધરાવનાર વ્યક્તિમાં આ લક્ષણો જોવા મળ્યા

ત્રીજું (છેલ્લું) સંતાન: ત્રીજું અથવા અંતિમ બાળક ચાલાક, આનંદ પ્રમોદ કરનાર, ધ્યાન ઓછું રાખનાર, અન્ય સાથે ભળી જનાર હોય છે તે જોવા મળ્યું. 72 ટકા ત્રીજો જન્મક્રમ ધરાવનાર લોકોમાં આ લક્ષણો જોવા મળ્યા

child birth માત્ર એક જ સંતાન: ખૂબ જ લાગણીશીલ, આવેગિક, આત્મ વિશ્વાસથી ભરપૂર, ઉંમર પ્રમાણે વધુ પરિપક્વ, લોકોના ધ્યાનનું કેન્દ્ર, જવાબદાર અને પરફેક્ટ કામનું વલણ ધરાવનાર હોય છે એવું જોવા મળ્યું. 60 ટકા લોકો જે માત્ર એક જ સંતાન છે તેનામાં આ લક્ષણો જોવા મળ્યા.

શુ જન્મક્રમ ના કારણે ક્યારેય ભેદભાવ યુક્ત વર્તન જોવા મળે છે? એ પ્રશ્નના જવાબમાં 60 ટકા એ હા અને 40 ટકાએ ના કહ્યું.
વ્યક્તિના વ્યક્તિત્વ પાછળ જન્મક્રમ ભાગ ભજવતો હોય છે. માતા પિતાએ તથા ઘરના અન્ય સભ્યોએ દરેક બાળકનો ઉછેર સમાન રીતે કરવો જોઈએ. ઘણી વખત પ્રથમ બાળક આવે ત્યારે જે હર્ષ ઉત્સાહ હોય છે એ બીજા કે ત્રીજા બાળકના જન્મ વખતે નથી હોતો. બીજી તરફ બીજું બાળક આવે ત્યારે તેના ઉછેરમાં ધ્યાન લાગી જતા પ્રથમ બાળકની અવગણના કરવામાં આવે તો તેની કુમળા માનસ પર બહુ ઉંડી અસર થાય છે. એકમાત્ર બાળકનો ઉછેર કરવામાં પણ ખૂબ સાવચેતી રાખવાની જરૂર હોય છે ઘણીવખત એક જ બાળક હોય તેની બધી જ જરૂરિયાત પૂર્ણ થઈ જતા ભવિષ્યમાં તેની જીદી બનવાની શકયતા વધી જતી હોય છે.

જુઓ આ વિડીયો  : Homemade Bleach For Face |मुल्तानी मिट्टी से बनाएं होममेड ब्लीच

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment