જો તમે ફ્લાઇટ (Flight)માં મુસાફરી કરી હશે તો તમારી નજર પર પાયલોટ (pilot)તો આવ્યા જ હશે. તેના યુનિફોર્મ સિવાય એક અન્ય ચીજ પણ છે જેના વિશે ક્યારેક તમને સવાલ ઉદ્ભવ્યો હશે. તે છે પાયલોટની ક્લીન શેવ. એવુ ઓછી વાર જોવા મળ્યુ હશે જ્યારે પાયલોટની દાઢી નજર આવી હોય. જોકે સવાલ એ થાય છે કે, પાયલોટ માટે નાની દાઢી (Beard)અથવા ક્લીન શેવ રાખવી જરૂરી કેમ છે?
pilot દાઢી કેમ ન રાખી શકે
એવુ નથી કે, પાયલોટ દાઢી ન રાખી શકે. અલગ-અલગ એરલાઇન્સના પોતાના અલગ-અલગ નિયમ હોય છે. તે પણ એક કારણ છે કે, કેટલાક પાયલોટ નાની દાઢી રાખે છે. પરંતુ પાયલોટ ફિલ્મી હિરોની જેમ લાંબી અને સ્ટાયલીશ દાઢી કેમ નથી રાખી શકતા? તેમને એવુ કરવાથી કેમ રોકવામાં આવે છે? તેનો જવાબ છે પ્રવાસીઓની સુરક્ષા. પાયલોટની દાઢી સાથે જોડાયેલુ એક એવુ કારણ છે જે અહીં અમે તમને જણાવીશું, પરંતુ આ કારણની OTT India કોઇ પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: ટ્રકની પાછળ Horn Ok Please કેમ લખવામાં આવે છે? જાણો તેની પાછળનું કારણ
પ્લેનની અંદર થઇ શકે છે ઓક્સીજનની કમી
પ્લેન ઉંચાઇ પર ઉડાન ભરતુ હોય છે. ત્યારે પ્લેન સાથે સંકળાયેલા કર્મીઓ દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેતા હોય છે. જોકે તેમાંથી ખરાબ પરિસ્થિતિ ત્યારે આવે જ્યારે ઉંચાઇ પર પહોંચીને પ્લેનની અંદર ઓક્સીજન (Oxygen)ની અછત સર્જાય. જણાવી દઇએ કે, પ્લેનની અંદરનું હવાનું દબાણ સામાન્ય લોકોના હિસાબે સેટ કરવામાં આવે છે, જે બહારના દબાણ કરતા વધારે હોય છે. જોકે વધારે ઉંચાઇ પર ગયા બાદ પ્લેનની કેબિનમાં હવાનું દબાણ ઓછુ થવાની સંભાવના રહે છે.
માસ્ક પહેરવામાં pilot ને સર્જાઇ શકે છે મુશ્કેલી
હવાનું દબાણ ઓછુ થવા પર પ્રવાસીઓ સહિત ફ્લાઇટ (Flight)ના તમામ કર્મીઓને ઓક્સીજન માસ્ક પહેરવુ પડે છે. પાયલોટને પણ ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવે છે. તેવામાં તેની દાઢી જો વધારે હશે તો તેને માસ્ક લગાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે તેના ચહેરા પર તે ફીટ ન થઇ શકે. આ પરિસ્થિતિમાં ઓક્સીજનની કમીથી પાયલોટનો જીવ પણ જઇ શકે છે અને જો પાયલોટને નુકસાની સહન કરવી પડી મતલબ સમજો કે પ્લેનમાં સવાર તમામ પ્રવાસીઓ ખતરામાં. જોકે એક કારણ એ પણ છે કે, પ્રાઇવેટ એરલાઇન્સ પોતાના પાયલોટ અને અન્ય કર્મીઓને પ્રોફેશનલ બનાવવા માગતા હોય છે જેથી પ્રવાસીઓમાં પ્રભાવ બનાવી શકે.
ફાઇટર પ્લેન ક્રેશ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4