સુરતના હીરા ઉદ્યોગ અગ્રણી(Diamond businessman)સવજી ધોળકિયા ફરી એક વખત તેમના કર્યાને લઈ ચર્ચામાં આવ્યા છે.આ વખતે સવજી ધોળકિયા દ્વારા દેશની મહિલા હોકી ટીમ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે.સવજીભાઈ દ્વારા ટોકિયો ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિ કરી રહેલી મહિલા હોકીની ટીમ માટે ઘર અથવા કાર ભેટ આપવાની જાહેરાત કરી છે.તેમણે આ જાહેરાત સોસિયલ મીડિયા મારફતેથી કરી છે.
ટોકિયો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું અભૂતપૂર્વ પ્રદશન
સુરતના આગ્રણી હીરા ઉધ્યોગપતિ(Diamond businessman) અને હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના સ્થાપક સવજી ધોળકિયા ડાયમંડ ઉધ્યોગની સાથે સાથે સામાજિક કર્યો કરવામાં પણ અનેક વખત ચર્ચામા આવ્યા છે.ત્યારે ફરી વખત તેમણે કરેલી જાહેરાતને લઈ તેઓ ચર્ચામાં આવ્યા છે.હાલ ટોકિયો ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિ કરી રહેલી મહિલા હોકીની ટીમને બળ અને પ્રોત્સાહન મળે તેવી જાહેરાત કરી છે.સાથે સાથે સમગ્ર દેશ એક થઈ મહિલા હોકીની ટીમની જીતની પ્રાથના કરે તેવી સોશિયલ મીડિયાના મારફતથી જાહેરાત કરી છે.ટોકિયો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકીની ટીમ દ્વારા અદભૂત પ્રદશન કરવાં આવ્યું છે.ભારતીય મહિલા ટીમે સેમિફાયનલમાં પહોંચવા સુધીમાં ઇતિહાસ સર્જ્યો છે.અત્યાર સુધીમાં પહેલી વખત ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી છે.મહિલા ટીમની આ સફળતાને બિરદાવા લાયક છે, અને સમગ્ર દેશે ગૌરવ લેવા જેવી બાબત છે.ભારતીય મહિલા હોકી ટીમની આ સફળતાના સમાચાર સુરતના હીરા ઉધ્યોગપતિ(Diamond businessman) સવજીભાઈ ધોળકિયાને મળતા તેઓ સમાચાર જાણી ગૌરવની લાગણી અનુભવી મહિલા ટીમ માટે પુરસ્કારની જાહેરાત કરી આપી હતી. દેશનું ગૌરવ બની રહેલી 16 દીકરીઓ હવે અંતિમ સફળતાને માત્ર એક ડગલું દૂર છે ત્યારે તેમની હીમત વધારવા સુરતના હીરા ઉધ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા આગળ આવી પ્રોતસહન માટેની જાહેરાત કરી છે.
मुझे यह घोषणा करते हुए बहुत खुशी हो रही है कि यदि वे फ़ाइनल मुक़ाबला जीतती हैं तो हरि कृष्णा ग्रुप उन महिला हॉकी खिलाड़ियों को 11 लाख रुपए का घर या एक नई कार प्रदान करेगा, जिन्हें वित्तीय सहायता की सख्त जरूरत है। हमारी लड़कियां #TokyoOlympics में हर कदम के साथ इतिहास रच रही हैं। pic.twitter.com/8hegBzoYuf
— Savji Dholakia (@SavjiDholakia) August 3, 2021
સુરતના ઉધ્યોગપતિએ હોકી મહિલા ખેલાડીઓ માટે કાર અને ઘરની કરી જાહેરાત
ઉધ્યોગપતિ(Diamond businessman) સવજી ધોળકિયાએ દેશની મહિલા હોકી ખેલાડીઓએ હાંસલ કરેલી સિધ્ધી અંગેની જાણ થતાં જ તેમણે મોડી રાત્રે સોસિયલ મીડિયા મારફતથી મહિલોને પુરસ્કાર આપવાની જાહેરાત કરી નાખી.સવજીભાઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ મારફતથી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આપણાં દેશની છોકરીઓ ટોક્યો 2020 માં દરેક ચાલ સાથે ઇતિહાસ લખી રહી છે.ખેલાડીઓની આ સિધ્ધી જોઈ મને ખૂબ આનદ થયો છે. મને એ જાહેરાત કરવામાં ખૂબ આનંદ થાય છે કે જો તેઓ વિજયી બનશે તો તેમને આર્થિક સહાયની સખત જરૂર છે .જેથી HK ગ્રુપ મહિલા હોકી ખેલાડીઓને 11 લાખનું ઘર અથવા રૂ 5 લાખની તદ્દન નવી કાર એનાયત કરશે. આપણે પહેલીવાર આસ્ટ્રેલીયાને હરાવી ઓલિમ્પિકના ફાઈનલમાં પહોંચ્યા છીએ. 130 કરોડ ભારતીય મહિલા હોકી ટીમની પડખે ઊભું છે.આ સાથે અમારા ખેલાડીઓની નૈતિકતાને વધારવાનો આ અમારો નાનો પ્રયાસ છે જેથી તેઓ રાષ્ટ્રને વધુ ગૌરવ અપાવે.
આ પણ વાંચો : સેન્સેકસમાં 873 અંકોનો હનુમાન કૂદકો, નિફટી પ્રથમ વખત 16,000ને પાર: રોકાણકારોની સંપત્તિ 2.40 લાખ કરોડ વધી
ટોકિયો ઓલમ્પિકમાં ભારતની સિલ્વર મેડાલિસ્ટ મીરાબાઈ ચાનુંથી પ્રેરણા લઈ જાહેરાત કરી : સવજી ધોળકિયા
ટોકિયો ઓલમ્પિકમાં મહિલા હોકીની ટીમ ફાયનલ માટે માત્ર એક કદમ દૂરી પર છે અને હવે તેઓ એ દૂરી પણ સફળતા પૂર્વક પાર કરી જાય માટે સુરતના ઉધ્યોગકારે આ જાહેરાત કરી છે. હીરા ઉધ્યોગપતિ(Diamond businessman) સવજી ધોળકિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે મહિલોનો જુસ્સો વધારવા માટે આ પ્રેરણા મીરા ચાનું માંથી મળી છે,મીરાબાઈ ચાનું ટોકિયો ઓલમ્પિકમાં વેટ લીફલિનગ સ્પર્ધામાં પ્રથમ દેશને સિલ્વર મેડલ અપાવનાર મહિલા છે.જે ખુબજ સામાન્ય ઘરમાંથી આવે છે.દેશની મહિલા આટલી બધી પ્રગતિ કરી રહી છે.જેનાથી આપણું ગૌરવ વધે છે.ત્યારે તેનાથી વિચાર આવ્યો હતો કે આપણી મહિલા હોકી ટીમ ખુબજ આગળ સુધી પહોંચી છે. તેમાં આવા અનેક સામાન્ય માણસો છે જે હોકી ટીમમાં રમે છે. જેમને હજી ઘર નથી તેમને ઘર માટે 11 લાખ નું ઈનામ જાહેર કરવામાં આવે છે, જેમની પાસે ઘર છે પરંતુ કાર નથી તેમણે માટે રૂપિયા 5 લાખનું ઈનામ જાહેર કરવામાં આવે છે.આ સાથે ફાયનલ જીતવા માટે હોકી ટીમના તમામ મહિલા ખેલાડીઓનો હોસાલો વધારવા સમગ્ર દેશને અપીલ કરવા અનુરોધ કરું છું.
સુરતના ઉધોગકાર સવજી ધોળકિયા અનેક વખત રહ્યા ચર્ચામાં
ઉધોગકાર સવજી ધોળકિયા અનેક વાર ધંધા કરતાં સામાજિક કર્યો થકી વધુ ચર્ચામાં આવ્યા છે.ભૂતકાળમાં સવજી ધોળકિયાએ હરે કૃષ્ણ ડાયમંડના કર્મચારીઓને કરોડોનું દિવાળી બોનસ આપી ચર્ચામાં આવતા રહ્યા છે.પોતાની કંપનીના 500થી વધુ સ્ટાફને કાર, જવેલરી અને ઘર પણ ગિફ્ટમાં આપ્યા હતા.તો બીજી તરફ હાલમાં જ મુંબઈ ખાતે 185 કરોડમાં મકાન ખરીદીને ચર્ચામાં આવ્યા છે. અને હવે દેશ માટે ,દેશને ગૌરવ આપી જાણે તેવી મહિલા હોકી ખેલાડીઓ માટે લાખોના પુરસ્કારની જાહેરાત કરી ચર્ચામાં આવ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4