અમૃતસરના સુવર્ણ મંદિર વિષે તો સૌ જાણતા જ હશો, પણ શું તમે મણિકરણનું નામ સાંભળ્યું છે? હિમાચલમાં મણિકરણ સાહિબ ગુરુદ્વારામાં(Manikarna Sahib Gurudwara) એક કુંડ બનાવવામાં આવ્યો છે જ્યાં સ્નાન કરી શકાય છે. અહિંયા આવેલા કંડમાંથી ગરમ પાણીના કુંડમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા.મણિકરણમાં ગરમ પાણીના ઝરા છે. પૌરાણિક કથા અનુસાર મણીકરણ કુંડમાં પાર્વતી માતાનો મણિ પડી ગયો હતો અને જેને શેષનાગ પોતાના મોઢામાં દબાવીને પાતાળમાં લઈ ગયો હતો. શિવજી ક્રોધિત થયા એટલે તેણે ફૂંફાડો મારીને એ મણિ બહાર ફેંકી દીધો હતો.
શેષનાગનાં ફૂંફાડાને કારણે ત્યાં ગરમ પાણી ઝરે છે
શીખ માન્યતા અનુસાર ગુરુનાનક તેમના ચેલા બંદા મર્દાના સાથે અહીંથી પસાર થઈ રહ્યા હતા.ભૂખ લાગી એટલે તેમણે બંદા મર્દાનાને ભિક્ષા માંગી લાવવા કહ્યું હતું.પછી રોટલી બનાવવા કોઈ પથ્થર લઈ આવવા કહ્યું. બંદા મર્દાનાએ જ્યાંથી પથ્થર ઉપાડ્યો ત્યાં ગરમ પાણીની ધાર ફૂટી નીકળી હતી.વૈજ્ઞાનિકોનાં કહ્યા અનુસાર અહીંનું પાણી સલ્ફરના પથ્થર પરથી થઈને આવે છે એટલે ગરમ હોય છે.. ચા પણ ત્યાં જ બને છે.તો આ કુંડમાથી જમવાનું બને છે.
કેમ ઠંડીમાં પણ ઉકળે છે ગુરુદ્વારાના કુંડનું પાણી
Mystery of hot water in Manikarna Sahib: ભારતનો પર્વતીય પ્રદેશ, ખાસ કરીને હિમાલય પ્રદેશ, ત્યાનું આકર્ષક કુદરતી સૌંદર્ય તેમજ ત્યાનાં ઘણા રહસ્યો માટે જાણીતો છે. આ જ કારણ છે કે દેશ -વિદેશના લોકો અહીં કોઈ શોધખોળમાં અથવા હરવા-ફરવા માટે આવતા હોય છે. આ ઠંડીના દિવસોમાં જ્યારે બરફ પડતો હોય છે, ત્યારે પણ કુંડનું પાણી ઉકળતુ રહે છે. ભારતનો પર્વતીય પ્રદેશ, ખાસ કરીને હિમાલય પ્રદેશ, ત્યાનું આકર્ષક કુદરતી સૌંદર્ય તેમજ ત્યાનાં ઘણા રહસ્યો માટે જાણીતો છે. આ જ કારણ છે કે દેશ -વિદેશના લોકો અહીં કોઈ શોધખોળમાં અથવા હરવા-ફરવા માટે આવતા હોય છે. આજે અમે તમને હિમાચલ પ્રદેશના એક એવા રહસ્યમયી કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ઠંડીના દિવસોમાં જ્યારે બરફ પડતો હોય છે, ત્યારે પણ કુંડનું પાણી ઉકળતુ રહે છે. ગમે તેેટલું ઠંડી હોય પાણી ગરમ જ જોવા મળે છે.
ગુરુદ્વારા મણિકર્ણ સાહિબમાં(Manikarna Sahib Gurudwara)આ રહસ્યમયી કુંડ
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વહેતી પાર્વતી નદીના પાર્વતી ઘાટ પર સ્થિત ગુરુદ્વારા મણિકર્ણ સાહિબમાં(Manikarna Sahib Gurudwara)આ રહસ્યમયી કુંડ આવેલ છે. માહિતી અનુસાર, કુંડ 1,760 મીટરની ઊંચાઈ પર આવેલ છે અને કુલ્લુના મુખ્ય શહેરથી કુંડ સુધીનું અંતર 35 કિમી હોવાનું કહેવાય છે.આ ધાર્મિક સ્થળ પર ભગવાન શિવ અને માતા પાર્વતીએ 11 હજાર વર્ષ સુધી તપસ્યા કરી છે. જળક્રીડા દરમિયાન માતા પાર્વતીના કાનની બુટ્ટીમાંથી એક મણિ પાણીમાં પડી ગયો હતો અને ભગવાન શિવે શિષ્યોને મણિ શોધવાનો આદેશ આપ્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ વાત પર ભગવાન શિવ ક્રોધિત થયા અને તેમણે ત્રીજુ નેત્ર ખોલ્યું. ત્રીજી આંખ ખુલતાની સાથે જ ત્યાં નૈના દેવી શક્તિ પ્રકટ થયા. તેમણે જણાવ્યું કે, મણિ પાતાળ લોકમાં શેષનાગ પાસે છે અને તેમણે એક એવી ફૂંકાર ભરી કે ત્યાં ગરમ પાણીની ધારા ફૂટી નીકળી હતી.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
ગુરુ નાનકનું (Manikarna Sahib Gurudwara) આગમન વિશે
પૌરાણિક સ્થળ પર એકવાર ગુરુ નાનક પોતાના પાંચ શિષ્યો સાથે પધાર્યા હતા. તેમણે લંગર માટે પોતાના એક શિષ્યને દાળ અને લોટ માગી લાવવા કહ્યું. સાથે જ એક પત્થર લાવવાનું કહ્યું. કહેવાય છે કે, શિષ્યએ જેવો પત્થર ઉપાડ્યો, ત્યાંથી ગરમ પાણીની ધાર વહેવા લાગી હતી.એ દિવસથી ગરમ પાણીની ધાર નિરંતર વહી રહી છે અને ત્યાં એક કુંડ બની ગયો હતો.
શિખોની સાથે સાથે હિંદુઓ માટે પણ એક ધાર્મિક સ્થળ
આ સ્થળ શિખોની સાથે સાથે હિંદુઓ માટે પણ એક ધાર્મિક સ્થળ બની ચૂક્યુ છે. અહીં શ્રદ્ધાળુઓનું આવાગમન ચાલુ રહે છે. આ ગરમ પાણીનો ઉપયોગ લંગર માટેના ચોખા ઉકાળવા માટે થાય છે. સાથે જ એવુ માનવામાં આવે છે કે, આ પાણીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.અહીં શ્રદ્ધાળુઓને રહેવા માટે ધર્મશાળાની પણ વ્યવસ્થા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પછી તે હિંદૂ હોય કે શિખ અહીંની ધર્મશાળામાં રહી શકે છે. અહીં હિંદુ શ્રદ્ધાળુઓ શિવ મંદિરની પરિક્રમા કરે છે અને પવિત્ર કુંડમાં સ્નાન કરે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4