Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeકહાનીઘોઘાની ઐતિહાસિક વાવ કેમ ગદીવાવ તરીકે ઓળખાય છે, કોણે અને ક્યારે બંધાવી વાવ?

ઘોઘાની ઐતિહાસિક વાવ કેમ ગદીવાવ તરીકે ઓળખાય છે, કોણે અને ક્યારે બંધાવી વાવ?

vav
Share Now

લંકાની લાડી અને ઘોઘાનો વર.આ કહેવતથી ઓળખાતા ખંભાતના અખાત સમુદ્ર પર વસેલું મનોહરી ગામ એટલે ગૂંદીગઢ તરીકે ઓળખાય છે. જે ઘોઘા તરીકે પણ ઓળખાય છે.ગોહિલવાડની આ ભૂમિમાં જ્યાં તમારી નજર પડે ત્યાં વાવ(historical Vav)નજરે પડે છે.આવી જ એક વાવ જે 500 વર્ષ જૂની છે. જેને ગદીવાવ, છત્રીવાળી વાવ અને કોટવાવ જેવા નામથી ઓળખવામાં આવે છે.વાવને લઈ એક લોકવાયકા પણ છે..અને તેનો ઈતિહાસ પણ રોચક છે.આ ફોટાઓ જોઇને તમને લાગશે કે તે કેટલી પૌરાણિક છે.આ વાવ જેટલી પૌરાણિક છે.તેટલો જૂનો જ તેનો ઈતિહાસ છે.તો વાવના પ્રકાર પણ અલગ અલગ જોવા મળે છે.જયા હોય તેમને ત્રણ પ્રવેશદ્વાર હોય છે.ભદ્રાને બે પ્રવેશદ્વાર હોય છે.અને નંદાને એક પ્રવેશદ્વાર હોય છે.તો વિજ્યાને ચાર પ્રવેશદ્વાર હોય છે.ઘોઘાની ઐતિહાસિક વાવ (Ghogha’s historical Vav) ગદીવાવ તરીકે ઓળખાય છે

vav

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

કયાં આવેલી છે આ વાવ (Ghogha’s historical Vav)

ભાવનગરથી ઘોઘા તરફ જતાં ઘોઘાથી એક કિલોમીટર નજીક રાજૂભાઈની વાડીમાં આવી છે .આ કલાત્મક વાવ.આમ તો ઘોઘા ગામના તળાવની ચારેય બાજુ કોટ હોય તેવા પુરાવા રુપે અવશેષો આજે પણ આ ખેતરમાં જોવા મળી રહ્યા છે..ઘોઘાની જેટી તરફ જતાં કુંબાનું તળાવ આવે છે.અને તેના પાળી પરથી વાવ સુધી પહોંચી શકાય છે.ઘોઘાની આ વાવને ગદી વાવ કેમ કહેવાય છે તેની પાછળ એક રોચક કહાની છે.ઈસ 1568માં કોઈ શેઠે આ વાવ બંધાવી હોવાનો દાવો કરાઈ રહ્યા છે.બે માળની વાવ સાત ગોળ બંધાણથી બનાવવામાં આવી છે.જ્યારે વાવનુ બાધકામ પૂર્ણ થયુ ત્યારે તેને બાંધનાર કડિયા અને મજૂરોને મહેનતાણું આપવામાં નહોતું આવ્યું હતું.તે સમયે કારગીરોએ પોતાનો ગુસ્સો ઠાલવવા વાવના પ્રવેશદ્વાર પર ખાંભીની સાઈઝના મોટા પથ્થર પર સુરજ-ચંદ્ર કોતર્યા અને તેની નીચે સાલ પ્રમાણે લખાણ લખ્યું હતુ.અને તેના નીચે બે ગઘેડાઓની કોતરણી કરવામાં આવી હતી.મતલબ કે કારગીરોએ ગાળ આપી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.જેથી આ વાવ ગદી વાવ તરીકે ઓળખાય છે.કલાકારોએ કલાના માધ્યમથી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.જેના નમુના આજે પણ જોવા મળે છે.

ઘોઘા બંદર ચડતી પડતી ઈતિહાસ આ વાવ સાક્ષી (Ghogha’s historical Vav)

વાવ ખેતરમાં હોવાથી તે અલગ અલગ નામથી ઓળખાય છે.જો કે તેનો એક પ્રવેશદ્વાર હોવાથી તેને નંદાવાવ કહેવાય છે .પ્રાચીનકાળમાં ગુજરાતભરના માર્ગો પર વાવ બનાવવાનું ચલણ હતું.તો મોટા ગામમાં કેટલા દાનવીર રાજાઓ પ્રજાની સુખાકારી માટે વાવ બંધાવતા હતા.પાણી બહાર ખેંચવા માટે યંત્રો ના હોવાથી વાવમાં પગથિયા બનાવવામાં આવતા હતા.જેથી પાણી બહાર લાવી શકાય છે.વાવ ઉત્તર દિશા તરફ પ્રવેશ દ્વાર ધરાવે છે.જેના પર એક સુંદર મજાની છત્રીનું નિર્માણ કરાયું છે.કહેવાય છે કે લોકો ત્યાં વિસામો કરી શકે તે માટે છત્રીની રચના કરાઈ હતી.વાવની બહાર જોવા મળતા શિલાલેખો પર ઈસ 1568 સમયે વાવનું નિર્માણ થયું હોવાના ઉલ્લેખ છે.મતલબ કહી શકાય કે ભાવનગર રાજ્યની સ્થાપના પણ નહોતી થઈ.તે સમયે શિહોર રાજધાની તરીકેનું અસ્તિત્વ ધરાવતું હતું

હિન્દુસ્તાનમાં ઘોઘા બંદર ધમધમી રહ્યું હતું

તે સમયે ઘોઘા પોતાનો સુવર્ણકાળ મ્હાલી રહી રહ્યું હતું.તે સમયે હિંન્દુસ્તાનમાં ઘોઘા બંદર ધમધમી રહ્યું હતું.આજથી 500 વર્ષ પહેલા આ વાવ આખા ઘોઘાને પાણી પુરુ પાડતી હતી.સમુદ્રથી નજીક હોવા છતાં તેનું પાણી પણ મીઠું હતું.દુષ્કાળના સમયે આ વાવ અહીના લોકો માટે આશિર્વાદ હતી.હાલમાં અંદાજીત વાવ 100 ફૂટથી વધુની ઉંડાઈ ધરાવે છે.ઘોઘા બંદરની ચડતી પડતીના ઈતિહાસની આ વાવ(Ghogha’s historical Vav)સાક્ષી છે.આજે પણ ઘોઘામાં ખોદાકામ કરતાં ઐતિહાસક વસ્તુઓ મળી આવે છે..પ્રાચિન મૂર્તિઓ, સિક્કા,માટીના વાસણો જેવી ચીજવસ્તુઓ સમયાંતરે મળે છે.આ વાવ પણ ઘોઘાનો એ કલાત્મક વારસો છે.આ અમુલ્ય વારસો જાળવો તે સૌ કોઈની ફરજ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment