Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeકહાનીહરસિદ્ધિ માતા વહાણવટી તરીકે કેમ ઓળખાયા? જુઓ આ વિશેષ અહેવાલમાં

હરસિદ્ધિ માતા વહાણવટી તરીકે કેમ ઓળખાયા? જુઓ આ વિશેષ અહેવાલમાં

sikotar mata
Share Now

ખંભાતએ દેશનું સૌથી જુનું બંદર છે.તો અહી દરિયાઈ માર્ગથી મોટાભાગનો વેપાર ચાલતો હતો.અનેક દેશી વિદેશી જહાજનો કાફલો અહી ખડકાતો હતો.ખંભાત બંદર પ્રાચીન જાહોજલાલીનું સાક્ષી છે.વિદેશી પ્રવાસીઓ પણ તેના વખાણ કરવાથી થાક્તા નહોતા.મોર્યકાળતી ખંભાત નો ઈતિહાસ છે.મોર્ય બાદ શક, ક્ષત્રપ અને યવનોએ ખંભાત પર રાજ કર્યું હતું.અને બાદમાં ગુપ્તવંશના સામ્રાજ્યમાં ખંભાતનો સમાવેશ થયો હતો.બાદમાં ચાવડા, સોલંકી અને વાઘેલા શાસકોના તાબામાં ખંભાત આવ્યું હતું.અગાઉ ખંભાત ત્રંબાવટી નગરી તરીકે ઓળખાતું હતું.જેનો ઉલ્લેખ માં આદ્યશક્તિની આરતીમાં પણ થાય છે.ખંભાતમાં જગવિખ્યાત સિકોતર(sikotar maa) મંદિર છે.અહી દેશ વિદેશીથી મા ના ભક્તો દર્શન કરવા આવે છે..મા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.વર્ષો જૂના મંદિરમાં સિકોતરના પરચાની અનેક કહાનીઓ છે.માતાજીની અખંડ જ્યોત સમગ્ર વિશ્વમાં પ્રકાશ પાથરી રહી છે.સિકોતર માતાને લઈ અનેક કહાનીઓ સાંભળી હતી.અનેક પરચા પુર્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા હતા.

કયાં આવેલું છે આ મંદિર

અહી વહાણવટી સિકોતર( sikotar maa)મા બિરાજમાન છે.આ ગામ ખંભાતથી સાત કિલોમીટરના અંતરે આવેલું રાલેજ ગામ છે.જ્યાં બિરાજમાન છે વહાણવટી સિકોતરમાં.ચૈત્ર માસની પુનમ તેમદ દર રવિવારે અહી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટે છે.ત્યાં મંદિર પર ફરકતી લાલ ધજા ભારતીય હિન્દુ સંસ્કૃતિની ઝાંખી કરાવી રહી છે.સિકોતર માની સ્થાપનાનો ઈતિહાસ અને તેની કહાની ઘણી રોચક છે.આ કહાની જગડુશા શેઠ નામના વણિક સાથે જોડાયેલી છે.sikotarmata

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

મંદિર પાછળ શું છે રોચક કહાની

આજથી 900 વર્ષ પહેલાની આ વાત છે.જગડુશા શેઠ નામનો ખંભાતનગરનો એક ધનવાન વાણીયો હતો.જગડુશા પોતાના પરિવાર, નોકર ચાકરના કાફલા અને અઢળક ધન સંપતિ સાથે દરિયા માર્ગે વતન પરત ફરી રહ્યા હતા.તે સમયે સમુદ્રમાં જોરદાર વાવાઝોડું ઉત્પન્ન થાય છે.જગડુશા શેઠની નાવ ડુબી રહી હતી.તે સમયે ડૂંગર પાર સિંહ પર બિરાજમાન હરસિદ્ધી ભવાનીનું ભક્તિ કરી હતી.તે સમયે હરસિદ્ધી માતાજી પ્રસન્ન થયા અને ત્રિશુળની અણી પર વહાણ દરિયા કિનારે પહોંચાડ્યું હતું.જગડુશા શેઠની ભક્તિ જોઈ માતાજી પ્રસન્ન હતા.માતાજીએ પોતાના મંદિરની સ્થાપના કરવાનો આદેશ કર્યો હતો.ત્યારબાદ અહી વહાણવટી સિકોતર માતાના મંદિરની સ્થાપના થઈ હતી.અને ત્યાર પછી  હરસિદ્ધી માતાજી વહાણવટી સિકોતરમાં તરીકે ઓળખાય છે.હાલ સમયમાં પણ માતાજીને લોકો ખુબ આસ્થા જોવા મળે છે.દેશ વિદેશથી અનેક ભક્તો માને પાળે આવે છે.

વહાણવટી સિકોતર(sikotar maa) મંદિરના પરચા દેશ વિદેશમાં

આજના સમય માં રાલેજ ગામે આવેલ વહાણવટી સિકોતર મંદિરના પરચા દેશ વિદેશમાં પણ આપેલ છે .માટે ભારત નહિ પરંતુ વિદેશમાં વસતા ગુજરાત તથા અન્ય લોકો પણ વાર તહેવારે અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.આ સ્થળ ઓર સમુદ્ર આવેલો છે.અહીં પાણીની પરબ, ધર્મશાળા,અન્નક્ષેત્ર પણ બનાવાયું છે.અહીં માતાજીને પ્રસાદમાં ખીચડી કઢી ધરાવવામાં આવે છે .અને એજ પ્રસાદ ભક્તોને અપાય છે.સિકોતર માતાજીના મંદિરને અડીને આવેલ એક વખત સ્મશાન હતું.જ્યાં આ શિવ મંદિર પણ બિરાજમાન છે.જેમાં જ્યાં શક્તિ હોય ત્યાં શિવ ના અવિષ્ય હોય છે.આ મંદિર કોઈ સ્વંયભૂ પ્રગટ નથી પરંતુ માનવ સર્જિત છે.ખાસ અગત્ય ની વાત એ છે કે અહીં ભારત ના નકશા માં ભારત ભર માં આવેલા તમામ શિવલિંગોના એક જ જગ્યાએ થી દર્શન થાય છે.જેથી અહીં ભક્તિને શક્તિ સાથે શિવના દર્શન કરી ભક્તો ધન્ય થાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

 

Share

No comments

leave a comment