Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeઑટો & ગેજેટ્સટ્રકની પાછળ Horn Ok Please કેમ લખવામાં આવે છે? જાણો તેની પાછળનું કારણ

ટ્રકની પાછળ Horn Ok Please કેમ લખવામાં આવે છે? જાણો તેની પાછળનું કારણ

Horn Ok Please
Share Now

તમે ઘણીવાર હાઇવે પર ટ્રકની પાછળ બનાવેલી પેઇન્ટિંગ અને અદભુત લખાણ વાંચીને અભિભુત થયા હશો. વર્ષોથી ટ્રક (Truck)ચાલકો ટ્રકને બીજા વાહનોથી અલગ કરવા અને સુંદર બનાવવા વિચિત્ર ચિત્રો અને વન લાઇનર્સ લખતા હોય છે. તેમાંથી સૌથી પ્રખ્યાત લાઇન છે ‘હોર્ન ઓકે પ્લીઝ’. તમે ઘણા ટ્રકને પાછળ આ લખેલુ વાંચ્યુ હશે. શું તમે જાણો છો કે હોર્ન ઓકે પ્લીઝનો અર્થ શું થાય છે?

Horn વગાડવા પાછળનું કારણ શું છે?

અંગ્રેજીના મતે ‘હોર્ન પ્લીઝ’ એ પોતે જ એક પર્યાપ્ત લાઇન છે જેથી ટ્રકની પાછળના વાહનનો ડ્રાઇવર સમજી શકે કે, ઓવરટેક કરવા સમયે હોર્ન વગાડવું. પરંતુ આ તમામ વચ્ચે ‘ઓકે’ ઉમેરવાની શું જરૂર છે. તો આવો અમે તમને તેમના વિશે પણ વિગતવાર જણાવીએ. ‘ઓકે’ શબ્દ ઉમેરવા પાછળ નક્કર કોઇ કારણ નથી, પરંતુ ઇન્ટરનેટ પર અનેક પ્રકારની થિયરીઓ ચર્ચામાં રહે છે.

ઓકેનો અર્થ શું હતો?

એક છે કે, જૂના જમાનામાં જ્યારે સિંગલ લેન રસ્તાઓ વધુ હતા, ત્યારે ટ્રકની પાછળ આવતા નાના વાહનોને ઓવરટેક કરતી વખતે બીજી લેનમાંથી આવતા વાહનોથી બચવું પડતું હતું. પરંતુ ટ્રકની સાઇઝ મોટી હોવાના પગલે વાહનો દેખાતા નહતા. આવી સ્થિતિમાં ‘ઓકે’ના ‘ઓ’ માં સફેદ બલ્બ રાખવામાં આવતો હતો. જ્યારે પાછળની વ્યક્તિ હોર્ન વગાડતી હતી અને સામેથી કોઇ વાહન આવતું નહતું, ત્યારે ટ્રક ચાલક ઓકેના બલ્બને શરૂ કરતો હતો, જેથી નાની ગાડીનો ડ્રાઇવર (Driver)સમજી જતો હતો કે, હવે ઓવરટેક કરવુ સારૂ રહેશે

આ પણ વાંચો: અવિશ્વસનીય: પથ્થરમાંથી નિકળે છે મંદિરની આરતીનો નાદ!

Horn આપીને ઓવરટેક કરો

ઓકે પાછળનું બીજું મુખ્ય કારણ એ પણ છે કે, અગાઉ હોર્ન ઓટીકે (OTK) પ્લીઝ લખવામાં આવ્યું હતું. જેમાં ‘OTK’ એટલે ઓવરટેક કરવું. એટલે કે હોર્ન આપીને જ ઓવરટેક (Overtake)કરો. પરંતુ ધીમે ધીમે તેનો ઓકે કરી નખાયુ. જો કે, OTT India એ વાતની પુષ્ટિ કરતું નથી કે, આ તમામ કારણોમાંથી કયું કારણ સાચું છે, અથવા કોઈ સાચું છે કે નહીં. આ તમામ કારણો ઇન્ટરનેટના કેટલાક સિદ્ધાંતોનો એક ભાગ છે.

ઓવરલોડેડ ટ્રક જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment