Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeકહાનીનવાબ મલિકને ડ્રગ્સ માફિયાઓથી આટલો લગાવ કેમ, જાણો દાઉદ સાથેના સંબંધોની કહાની

નવાબ મલિકને ડ્રગ્સ માફિયાઓથી આટલો લગાવ કેમ, જાણો દાઉદ સાથેના સંબંધોની કહાની

Nawab-Malik3
Share Now

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને ડ્રગ માફિયાઓ સાથે આટલો બધો પ્રેમ કેમ છે?  દેશમાં ક્યાંય પણ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પકડાય છે, તો નવાબ મલિકને કેમ તકલીફ થવા લાગે છે, મીડિયા સામે આવીને કાર્યવાહી પર સવાલો શા માટે કરવા લાગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ્યારથી આર્યન ખાન ડ્રગ્સનો મામલો સામે આવ્યો છે ત્યારથી નવાબ મલિક ડ્રગ્સને લઈને કઈક વધારે વિરોધ કરી રહ્યા છે.

શા માટે નવાબ મલિકને ડ્રગ માફિયાથી છે પ્રેમ

સૌપ્રથમ તો નવાબ મલિક જ શા માટે, NCB સહિતની સંબંધિત એજન્સીઓની કાર્યવાહી પર તેમના સિવાય કોઈ કેમ સવાલ નથી ઉઠાવતું, બીજો સવાલ એ છે કે શું નવાબ મલિકના દાઉદ ઈબ્રાહિમ સાથે સબંધ છે (જે હવે જગ જાહેર છે) તેના કારણે તેઓ વિરોધ કરે છે કે પછી  નવાબ મલિકના જમાઈની એનસીબી દ્વારા ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી, તેથી આટલા લાંબા સમય પછી તે એજન્સીને જ બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધ્યાનથી વિચારીએ તો સવાલોની યાદી હજી લાંબી થઈ શકે છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આખરે નવાબ મલિકને ડ્રગ માફિયાથી પ્રેમ કેમ છે તે સમજવા માટે આર્યન ખાન કેસનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

Dawood-Ibrahim

આ પણ વાંચો:ગુજરાત ડ્રગ્સ કેસને લઈને જીતુભાઈ વાઘાણીએ NCP નેતા નવાબ મલિકને પડકાર ફેંક્યો

2 ઓક્ટોબરે જ્યારે NCBએ મુંબઈમાં ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા ત્યારે દરિયાની વચ્ચે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહીની વાત સામે આવી હતી.NCBના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. ધરપકડના બે દિવસ બાદ જ નવાબ મલિક મીડિયા સામે હાજર થયા અને કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે દરેક વખતે તેમણે હકીકત અંગે કેટલાક પુરાવા રજૂ કર્યા હતા, પરંતુ શું આવા પુરાવા દેશની કોઈ વિશ્વસનીય તપાસ એજન્સી સામે આવા ગંભીર આરોપો લગાવવા માટે પૂરતા છે. સવાલ એ છે કે એનસીબીના અધિકારીઓ ડ્રગ્સ કેસનો ખુલાસો કરતા હોય તો તેનાથી દેશને ફાયદો થાય છે કે નુકસાન, બધા જાણે છે કે ડ્રગ્સનો સપ્લાય બંધ થાય તો દેશને જ ફાયદો થાય. તો પછી નવાબ મલિકને ડ્રગ્સ પકડવા પર શું વાંધો છે, શું તે ડ્રગ્સની દાણચોરીને પ્રોત્સાહન આપવા માંગે છે,  આ સમજવા માટે નવાબ મલિકના દાઉદ કનેક્શન પર પણ એક નજર કરવાની જરૂર છે.

 

નવાબ મલિકનું દાઉદ કનેક્શન

જ્યારે નવાબ મલિકે આ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની પર આરોપ લગાવ્યો ત્યારે દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકનો ઇતિહાસ બધાની સામે જાહેર કરી દીધો હતો. 1993ના બોમ્બ બ્લાસ્ટના દોષિત અને દાઉદની ગેંગના સદસ્ય સરદાર શાહ વલી ખાન પાસેથી નવાબ મલિકે વર્ષ 2005માં એક પૈસામાં જમીન ખરીદી હતી. આ સિવાય નવાબ મલિકે દાઉદના ખાસ માણસ સલીમ પટેલ પાસેથી પણ જમીન ખરીદી હતી.

દાઉદ પાકિસ્તાનમાં બેસીને ડ્રગ્સનો ધંધો ચલાવે છે

એવું કહેવાય છે કે જ્યારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ભારતમાંથી ભાગી ગયો ત્યારે તેનો કાળો કારોબાર તેની બહેન હસીના પારકર સંભાળતી હતી અને સલીમ પટેલ હસીન પારકરનો ડ્રાઈવર, બોડીગાર્ડ અને સૌથી ખાસ માણસ હતો. આવા અંડરવર્લ્ડ કનેક્શનો સામે આવ્યા પછી પણ નવાબ મલિક દરરોજ નવા-નવા આરોપો લગાવી રહ્યા છે. તપાસ એજન્સીઓ જે ડ્રગ્સ પકડી રહી છે તેનાથી નવાબ મલિક સિવાય બીજા કોઈને કેમ તકલીફ નથી. તેનું સ્પષ્ટ કારણ છે કે દાઉદ પાકિસ્તાનમાં બેસીને ડ્રગ્સનો કારોબાર ચલાવે છે. બેફામ ધંધો કરે છે.અને નવાબ મલિક તપાસ એજન્સીઓનો વિરોધ કરીને એક રીતે દાઉદનો ધંધો વધારવામાં મદદ કરી રહ્યા છે.

નવાબ મલિકના જમાઈના ઘરેથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું

દાઉદ સાથેના કનેક્શન સિવાય નવાબ મલિકના જમાઈના ઘરેથી ઝડપાયેલ 200 કિલો ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પણ NCB સામે નવાબ મલિકની આક્રમકતાનું મોટું કારણ હોઈ શકે છે. કારણ કે મલિકના જમાઈની NCB ઓફિસર સમીર વાનખેડે દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને પછી નવાબ મલિકના જમાઈ ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા છે કે કેમ તેવા સવાલો ઉભા થયા હતા, લાંબા સમય બાદ નવાબ મલિકના જમાઈને જામીન મળ્યા હતા, પરંતુ તેને લઈને સવાલો હજુ પણ અકબંધ છે. જો કે એ અલગ વાત છે કે નવાબ મલિક હંમેશા આ આરોપોને નકારી રહ્યા છે.

ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ સતત પકડાઈ રહ્યું છે

આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતીય નૌકાદળે પાકિસ્તાની બોટમાંથી 3 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અરબી સમુદ્રમાં આ કાર્યવાહી બાદ એવી માહિતી સામે આવી હતી કે પાકિસ્તાનમાં બેઠો દાઉદ દરિયાઈ માર્ગે ભારત, શ્રીલંકા અને માલદીવમાં ડ્રગ્સના મોટા કન્સાઈનમેન્ટ મોકલી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ ગુજરાતના મુન્દ્રા બંદરેથી 21 હજાર કરોડનું હેરોઈન ઝડપાયું હતું, ત્યાર બાદ ગઈ કાલે 10 ઓક્ટોબરના રોજ દ્વારકામાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.

નવાબ મલિકના આરોપોમાં કેટલો દમ 

જેના પર નવાબ મલિકે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાતમાંથી ડ્રગ્સ સપ્લાય થાય છે, અમે ગુજરાતના ડ્રગ્સ કનેક્શનને દેશની સામે લાવીશું. પરંતુ શું ખરેખર આવું છે, તો પછી એજન્સીઓ આટલી મોટી માત્રામાં ડ્રગ્સ કેવી રીતે રિકવર કરી રહી છે, આ સવાલનો જવાબ પણ નવાબ મલિકે આપવો જોઈએ. છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે જે જણાવે છે કે સુરક્ષા એજન્સીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે, પરંતુ નવાબ મલિક જેવા નેતાઓ ડ્રગ માફિયાઓ પ્રત્યે પોતાનો પ્રેમ બતાવી રહ્યા છે, જેઓ સંબંધિત એજન્સીઓનું ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ પગલાં લેવા મનોબળ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment