Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝશા માટે પ્રાદેશિક પક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની કરી રહ્યા છે માંગ?

શા માટે પ્રાદેશિક પક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની કરી રહ્યા છે માંગ?

caste based census,political analytic
Share Now

છેલ્લા ઘણા દિવસોથી, બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને(Caste Based Census) રાજકારણ ગરમાયું છે. ત્યારે આ અંગે સોમવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત 10 પક્ષોના 11 સભ્યોના પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI) સાથે મુલાકાત કરી હતી.  આ 10 પક્ષોમાં કેટલાક એવા પક્ષો છે જેમનું રાજકીય અસ્તિત્વ એકબીજાના વિરોધ પર ટકેલું છે. તેમ છતાં આ બધા જ પક્ષો એક પ્લેટફોર્મ પર ઓબીસી વોટ બેંક માટે આવ્યા છે.  બિહારના CM એ કહ્યું કે વડાપ્રધાને અમારી વાત પૂરી રીતે સાંભળી. દરેક વ્યક્તિએ જાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણમાં વાત કરી છે. તેઓએ અમારી વાતનો ઇનકાર કર્યો નથી, અમે કહ્યું છે કે તમે તેના પર વિચાર કર્યા બાદ નિર્ણય કરો.

1931ના દેતા અનુસાર અનુમાન લગવામાં આવે છે  

ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી(Caste Based Census) 1872 માં તત્કાલીન વસાહતી શાસકો દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ પછી,  1881 માં સરખી રીતે ગણતરી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશમાં 1931 સુધી દરેક નાગરિકની જાતિના આધારે ગણતરી કરવામાં આવી છે. જ્યારે દસ વર્ષ પછી એટલે કે 1941 માં પણ, જાતિને આધારે વસ્તી ગણતરી કરવામાં આવી હતી, પરંતુ તેનો ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, વસ્તીનું ગણિત છેલ્લા 90 વર્ષથી એ જ જૂના વસ્તી ગણતરીના ડેટા પર ચાલી રહ્યું છે. 

caste based census,political analytic

આ પણ વાંચો:કાબુલ એરપોર્ટ પરથી યુક્રેનનું વિમાન થયું હાઇજેક, હવે ઇરાને કર્યો આ દાવો

સીએમ નીતિશ અને તેજસ્વી યાદવે દલીલ કરી હતી

જાતિની વસ્તી ગણતરી અંગે બિહારના(Bihar) સીએમ નીતીશ કુમારે જણાવ્યું હતું કે એકવાર વસ્તી ગણતરી થઈ જાય પછી વસ્તી સ્પષ્ટ થઈ જશે અને ત્યાર બાદ સરકારી કાર્યક્રમોને  લાભ મળશે. એમ પણ કહ્યું કે સાચા આંકડાઓના અભાવને કારણે ઘણા વર્ગોને સરકારની નીતિઓનો લાભ મળી રહ્યો નથી. તેમજ આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે બિહાર વિધાનસભામાં જાતિ વસ્તી ગણતરીનો પ્રસ્તાવ બે વખત પસાર કરવામાં આવ્યો હતો. દેશમાં છેલ્લી જાતિની વસ્તી ગણતરી 1931 માં કરવામાં આવી હતી. આ પહેલા, 10-10 વર્ષમાં જાતિ ગણતરી કરવામાં આવી હતી. વસ્તી ગણતરીમાંથી સાચા આંકડા બહાર આવશે તો લોકો માટે બજેટમાં આયોજન કરી શકાશે.

શું OBC મતોનું ધ્રુવીકરણ કરવાનો છે ઉદ્દેશ્ય?

રાજકીય નિષ્ણાતો માને છે કે આ પક્ષોનો વાસ્તવિક હેતુ ઓબીસી વોટબેંકનું ધ્રુવીકરણ કરવાનો છે. કારણ કે વર્તમાન રાજકારણમાં કોઈ પણ પક્ષ પાસે કોઈ ચોક્કસ વર્ગના વિકાસનો દાવો કરવાનો દમ નથી. એટલું જ નહીં, જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા બહાર આવશે, ત્યારે પ્રાદેશિક પક્ષો પણ કેન્દ્ર સરકાર પર સમાજના વિકાસ માટે નવી નીતિઓ બનાવવા દબાણ કરશે અને આનાથી રાજકીય ધ્રુવીકરણ થશે. તેમજ પ્રાદેશિક પક્ષો ઓબીસી વોટ બેંકને એકત્ર કરવામાં સફળ થશે.

ભાજપે પ્રાદેશિક પક્ષોની ઓબીસી વોટ બેંકમાં ખાડો કર્યો

જ્યારે 90 ના દાયકામાં મંડલ કમિશન લાગુ કરવામાં આવ્યું ત્યારે ઓબીસી વોટ બેન્કોની મદદથી યુપી અને બિહાર સહિતના ઘણા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો મજબૂત બન્યા હતા. આ દરમિયાન, જાતિઓના આધારે મતોનું ધ્રુવીકરણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. તેના કારણે કોંગ્રેસને ઘણા રાજ્યોમાં પોતાની સત્તા ગુમાવવી પડી હતી. તેમજ 1996 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 25 ટકા OBC મત મળ્યા હતા. જ્યારે 19 ટકા મત ભાજપના હિસ્સામાં આવ્યા હતા. આ દરમિયાન 49 ટકા ઓબીસી મતો પ્રાદેશિક પક્ષોમાં પડ્યા હતા. એટલું જ નહીં, ઓબીસી વોટ બેંકનું વિતરણ 2009 સુધી લગભગ સમાન રહ્યું. આ દરમિયાન કોંગ્રેસને 24, ભાજપને 22 અને પ્રાદેશિક પક્ષોને 42 ટકા ઓબીસી મત મળ્યા, પરંતુ પહેલા 2014 માં અને પછી 2019 માં મોદી મેજિકને કારણે ઓબીસી વોટ બેંકનું ગણિત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

ભાજપ પાસેથી OBC વો બેન્ક છીનવી લેવા કરાય છે માંગણી 

ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને(Congress) 15 ટકા OBC મત મળ્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટી(Samajwadi Party) અને આરજેડી(RJD) સહિત તમામ પક્ષો 27 ટકા વૉટમાં જ સીમિત થઈ ગયા હતા. ભાજપે OBC વોટ બેંકમાં પોતાનો પગ જમાવીને 44 ટકા કબજે કર્યા હતા. એટલું જ નહીં, આને કારણે, યુપીમાં સમાજવાદી પાર્ટી સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. અને અન્ય ઘણા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો તેમના અસ્તિત્વ માટે લડી રહ્યા છે. પ્રશ્ન એ પણ છે કે સીએમ નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને સમાજવાદી પાર્ટી સહિત ઘણા પ્રાદેશિક પક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની(Caste Based Census) માંગ કરીને ઓબીસીની સાચી તાકાતનો અંદાજ લગાવવા માંગે છે, જેથી કેન્દ્ર સરકાર પર દબાણ લાવી શકાય. અને ભાજપ(BJP) પાસેથી OBC વોટ બેન્ક પછી ખેંચી શકાય. એટલું જ નહીં, હાલના સમયમાં પ્રાદેશિક પક્ષો(regional parties) માટે જાતિ આધારિત વસ્તી ગણતરીનો જ એક સારો મુદ્દો છે. જો કે, આ વર્ષે જુલાઇમાં, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે નીતિ હેઠળ જાતિગત વસ્તીની ગણતરી ન કરવાનો નિર્ણય કર્યો છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment