Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeસાયન્સ & ઈનોવેશન“ઝેર” બનાવવાની જરૂર શું કામ પડી હશે?

“ઝેર” બનાવવાની જરૂર શું કામ પડી હશે?

Share Now

કહેવાય છેને કે સિક્કાની બે બાજુઓ આવેલી હોય છે. બસ એ જ રીતે જે ટેબ્લેટ અને સીરપની બોટલને આપણે જયારે બીમાર પડીએ ત્યારે એક દવા તરીકે લઈએ છીએ, એ જ ટેબ્લેટ અને સીરપની બોટલ તમારો જીવ પણ લઇ શકે છે. અને તેને આપણે કહીએ છીએ “ઝેર”. ઝેર શબ્દ સાંભળતા જ તેની સાથે સંકળાયેલી ઘણી બધી ઘટનાઓ મગજની આસપાસ ફરવા લાગે છે. થ્રીલર ફિલ્મોમાં  જયારે કોઈ સીક્રેટ એજન્ટ પકડાય જાય છે , ત્યારે હમેશા એવું દેખાડવામાં આવે છે, કે તે પોતાના મોઢામાં એક દવા ગળી જાય છે જે એ સીક્રેટ એજન્ટને આંખ પલકાવાનો પણ સમય નથી આપતી, અને એ જ ક્ષણે તેનું દર્દવિહીન મૃત્યુ થાય છે. ત્યારે આપણા જેવા સામન્ય લોકોને કુતુહુલ એ થાય કે આ ઝેરનો સ્વાદ શું હશે…

 

“ઝેર બનાવવાની જરૂર શું કામ પડી હશે?

IMAGE COURTESY- EXPORTERS INDIA

સૌથી પેલા તો એ જાણીએ કે આખરે આ પ્રકારના “ઝેર” બનવવાની જરૂર શું કામ પડી હશે?… આ પ્રકારના ઝેરથી કેટલા બધા લોકોનો જીવ જઈ શકે છે…પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ જ ઝેર ઘણા બધા લોકો માટે એક રાહત છે. ઝેરની શોધ આર્મી માટે કરવામાં આવી હતી. એક ગોળી બનવામાં આવી કે જેમાં ખુબ જ વધારે પ્રમાણમાં “ઝેર” ભરેલું હોય છે. જેને “સુસાઇડ પીલ” (Suicide pill) તરીકે પણ ઓળખવામાં આવે છે. જે તરત જ એક વ્યક્તિનો જીવ લઇ લે છે.

આ ગોળીનો ઉપયોગ આર્મીમાં, મિલીટ્રી મિશનમાં અને સાથે જ અમુક કંપનીના સીક્રેટ મિશનમાં થતો હોય છે. આ એવા એજન્ટ્સને આપવામાં આવે છે, જેમને દુશ્મનો દ્વારા પકડાઈ જવાનો ખૌફ હોય છે. જો કોઈ પણ સીક્રેટ એજન્ટ દુશ્મનોના હાથે પકડાય છે, ત્યારે તેમના દ્વારા સીક્રેટ એજન્ટને મારવાને બદલે, તેમની પાસેથી ગુપ્ત માહિતી મેળવવા માટે તેમને ભયાનક શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હોય છે. તેવા સમયે આ સીક્રેટ એજન્ટને સુસાઇડ એક વધારે રાહત ભર્યો અને દર્દવિહીન ઓપ્શન લાગે છે. અને આ કેપ્સ્યુલ ખાધા પછી એ બાબતે પણ એજન્ટ સુનિશ્ચિત થઇ જાય છે કે હવે કોઈ ગુપ્ત માહિતી તેની પાસેથી બોલાવી નહિ શકે.

આ પણ વાંચો : તો શું એ સમયમાં ખરેખર વિમાન હતા?

સુસાઇડ પીલ

 

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન  બ્રિટીશ અને અમેરીકન સર્વિસે એલ-પીલ (L-PILL) નામની દવા બનાવડાવી હતી. આ દવાની સાઈઝ એક વટાણાના દાણા જેટલી હતી. જેની ઉપર એક પાતળું કાચનું લેયર હતું. આ કેપ્સ્યુલને રબરના કવરમાં મુકવામાં આવતી, જેથી એ તૂટી ના જાય. આ પીલમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ સાયનાઇડ ભરવામાં આવતું હતું. નવાઈની વાત તો હવે આવે છે… આ દવાને એક દાંતની જેમ પોતાના મોઢામાં ફીટ કરી દેવામાં આવતી.

IMAGE COURTESY- WIRED

જો આ દવા ભૂલથી ગળી જવાય તો કોઈ પણ પ્રકારના નુકશાન વગર એ પાચનતંત્રમાંથી બહાર આવી જાય છે. પણ જો આ દવાને વાપરવા માટે તેને બે દાંત વચ્ચે દબાવી પડે છે, જેથી ભારે માત્રમાં રહેલો પોટેશિયમ સાયનાઇડ (Potassium cyanide) સેકન્ડોમાં જ વ્યક્તિના શરીરમાં ફેલાય જાય છે. આ ઝેર એટલું ખતરનાક હતું કે એક સેકન્ડ પછી તરત જ વ્યક્તિનું હ્રદય અને મગજ કામ કરવાનું બંધ કરી દે છે. જંગ સમયે આ ગોળી ફાયટર પાઈલોટસને આપવામાં આવતી. જેથી જો એ પકડાય તો પોતાના દેશની કોઈ માહિતી બહાર ના આવી જાય. પરંતુ મોટા ભાગના ફાયટર પાઈલોટસએ આ ગોળી લઇ જવાની ના પાડી દીધી હતી.

ઝેર અને સીક્રેટ એજન્ટ્સ

ત્યારબાદ ધીમે ધીમે ખુફિયા એજન્સીઓએ ઝેર પહોચાડવાની રીતમાં જુદા જુદા ફેરફાર કર્યા. એક બીજી રીત પણ ખુબ પ્રચલિત બની હતી, જેમાં એક નાનકડી સોઈમાં દબાઈને, એક નકલી સિક્કાની અંદર તેને છુપાવી દેવામાં આવતો, જેથી એજન્ટ એને ક્યાય પણ લઇ જઈ શકે.

IMAGE COURTESY- GETTY IMAGES

હિટલરને મારવાની સાજીશમાં દોશી માનવામાં આવેલા જર્મનીનો ફિલ માર્શન એલ્વીનને આ ગોળી ખાઈને આત્મ હત્યા કરવાની સજા આપવામાં આવી હતી. બીજા વિશ્વ યુદ્ધ પછી હિટલરના ઘણા બધા સાથી મિત્રો, કે જે ઘણા મોટા નેતાઓ હતા. દુશ્મની સેના તેમને પકડી ના લે એ ડરે, સુસાઇડ પીલ ખાઈને આત્મ હત્યા કરી હતી. શ્રીલંકના આતંકવાદીઓ, જેમણે રાજીવ ગાંધીને બોમ્બના ધમાકાથી મારી નાખ્યા હતા. આ બોમ્બર્સ પણ પોતાની સાથે સુસાઇડ પીલ લઈને જ નીકળતા હતા. અફવા એવી પણ સંભાળવા મળી છે કે નાસાના પાઈલોટસ પણ આ પીલ પોતાની સાથે રાખે છે. કદાચ જો એમની સ્પેસ શીપમાં આગ લાગે છે તો તેમને ભયાનક મોતનો સામનો ના કરવો પડે.

 

 

No comments

leave a comment