પ્રેમ અને લગ્ન જેવી બાબતોમાં કોઈપણ પ્રકારની સીમાઓની જરૂર હોતી નથી પરંતુ જ્યારે આ સંબંધો અલગ થવા લાગે છે, ત્યારે સીમાઓ મહત્વની બની જતી હોય છે. ઇઝરાયેલની કોર્ટે આપેલ ચુકાદા પર તો આ વાત પૂરી રીતે બંધ બેસતું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે અહીં એક દંપતિએ છૂટાછેડા લીધા હતા, ત્યારે કોર્ટે પતિને આજીવન કેદની સજા ફટકારી હતી.
ઈઝરાયેલમાં જ રહેવાનો આદેશ
છૂટાછેડાના કાયદા દરેક દેશમાં અલગ-અલગ હોય છે. તેના માટે 5-10-20 વર્ષની સજા બરાબર છે, પરંતુ છૂટાછેડાના બદલામાં કોઈને તેની ઉંમર કરતાં વધુ સજા કરવામાં આવે તો મામલો વિચિત્ર બની જાય છે. એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિને ઈઝરાયેલની કોર્ટે 8000 વર્ષ સુધી ઈઝરાયેલમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:લગ્ન બાદ પત્ની સગીરના પ્રેમમાં પડી, પછી પતિએ જે કર્યુ જે જાણીને ચોંકી જશો
news.com.au ના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયાના રહેવાસી નોમ હુપર્ટ નામના વ્યક્તિને ઇઝરાયેલ દ્વારા દેશની અંદર રહેવાની સજા ફટકારવામાં આવી છે. આ વ્યક્તિનો વાંક એ છે કે તેની ઇઝરાયેલી પત્નીએ તેની સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. ઈઝરાયેલની કોર્ટે આપેલી સજા મુજબ હવે નોમ હુપર્ટ 31 ડિસેમ્બર 9999 સુધી પોતાનો દેશ છોડીને બીજે ક્યાંય જઈ શકશે નહીં. જો તે આવું કરવા માંગે છે તો તેણે 3 મિલિયન ડોલર ચૂકવવા પડશે. આટલું જ નહીં, દર મહિને તેણે બાળકોના ઉછેર માટે 5000 ઈઝરાયેલ શેકેલ્સ પણ ચૂકવવા પડશે.
માનવ અધિકાર કાર્યકરોએ અવાજ ઉઠાવ્યો
આ વ્યક્તિએ ઈઝરાયેલી મહિલા સાથે લગ્ન કર્યા છે અને 2012થી તે ફાર્મા કંપનીમાં એનાલિટીકલ કેમિસ્ટ તરીકે કામ કરે છે. દરમિયાન તેની પત્નીએ તેની સામે કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. હવે આ સજા હેઠળ આ વ્યક્તિ રજાઓ અને અન્ય કોઈ કામ માટે બહાર જઈ શકશે નહીં. ઘણા માનવાધિકાર કાર્યકર્તાઓએ સજાને લઈને અવાજ ઉઠાવ્યો છે, પરંતુ હજુ સુધી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો આ સજા ચાલુ રહેશે તો આ વ્યક્તિને જીવનમાં ક્યારેય વતન જઈ શકશે નહીં.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4