આખુ દેશ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્યજીવન સપ્તાહ (Wild Life Week ) ની ઉજવણી કરી રહ્યું છે. ઘણાં શહેરોમાં અલગ અલગ રીતે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ ખાતે ‘ગ્રીન ગુજરાત ક્લિન ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત વન્યજીવન સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ બોયઝ હાઈસ્કૂલ ખાતે વન્યજીવન સપ્તાહ અંતર્ગત પ્રકૃતિનું જતન તથા સંરક્ષણ કરવા હેતુનો સંદેશો પાઠવતા કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.
Wild Life Week 2021
વન્યજીવન સૃષ્ટિ અને પ્રકૃતિથી સમૃદ્ધ ગીર અને સોમનાથ છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને તેના જતન કરવા હેતુ નાગરિકોને પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને વન્યજીવન સૃષ્ટિનું ભાન કરાવી તેમની જાળવણી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલે વન્ય જીવસૃષ્ટિનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, પ્રકૃતિ અને માનવ એકબીજાના પૂરક છે. વન્ય પ્રકૃતિ વગર માનવજીવન શક્ય નથી. આ વનો- વૃક્ષો અને પ્રકૃતિ થકી જ આપણે પ્રતિવર્ષે યોગ્ય માત્રામાં વરસાદ મેળવી શકીએ છીએ. ત્યારે આપણે બધા ભાગ્યશાળી છીએ કે, ગીર જેવું પ્રાકૃતિક ઘરેણું આ જિલ્લાને કુદરતે આપેલી એક બક્ષીસ છે.
Wild Life Week અંતર્ગત શું કહે છે વનવિભાગના ડી.સી.એફ?
વધુમાં વનવિભાગના ડી.સી.એફ ઉષ્મા નાણાવટી જણાવે છે કે, પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જને કારણે અનેક વન્ય પ્રજાતિઓ એવી છે જે લુપ્ત જ થઈ ગઈ છે. આથી વનવિભાગ દ્વારા એવી તમામ પ્રજાતિઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકો પણ આવા દુર્લભ પક્ષીઓ, પશુઓ, સરિસૃપો પ્રત્યે સંવેદના રાખીને પોતાની જવાબદારી નીભાવે તે ખૂબ જ જરૂરી છે. વન્ય પ્રાણીઓના સંઘર્ષમાં આવવાની જગ્યાએ તેમને સહકાર આપવો જરૂરી છે.
આ પણ વાંચોઃ- Cruise: કિંગ ખાનનો પુત્ર જે ક્રૂઝમાં ગયો હતો તેનુ ભાડું જાણી તમારી આંખો થઇ જશે ચાર
છોડના ઉછેર માટે શ્રેષ્ઠ કામગીરી કરતા નર્સરીઓના અધિકારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત વન્ય પ્રાણીઓની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત દિગ્ગજો દ્વારા વૃક્ષો રોપવાની પ્રક્રિયા કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વેરાવળ નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષ ફોફંડી, આર.એફ.ઓ શ્રી રસીલાબેન વાઢેર, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રાજેશ ડોડીયા સાયન્સ કોલેજના આચાર્ય ડો. સ્મિતા છગ, બોયઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વનવિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4