Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટ“આમ” લોકોના મસિહા સોનુ સૂદ આમ આદમી પાર્ટીનો ચહેરો બનશે?

“આમ” લોકોના મસિહા સોનુ સૂદ આમ આદમી પાર્ટીનો ચહેરો બનશે?

KEJRIWAL MEETS SONU SOOD
Share Now

દિલ્હીમાં અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) અને સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) વચ્ચે બેઠક થઈ હતી. સોનુ સૂદ અને સીએમ કેજરીવાલની બેઠકનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.જોકે બેઠક બાદ સોનુ અને અરવિંદ કેજરીવાલે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે આ બેઠકમાં શું વાત થઇ છે.જેને લઇ રાજકરણ ગરમાયુ છે.

સોનુ સૂદ કોરોના વાયરસની પ્રથમ લહેરથી લોકોને મદદ કરી રહ્યો છે. લોકડાઉન દરમિયાન, તેણે અન્ય શહેરોમાં ફસાયેલા સેંકડો લોકોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી. સોનુ સૂદે અત્યાર સુધી ઘણા લોકોનો જીવ બચાવ્યો છે. સાથે જ સોનુ સૂદ અને સીએમ કેજરીવાલની મુલાકાતનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે. જો કે અભિનેતા કે આમ આદમી પાર્ટી તરફથી આ બેઠક અંગે કશું કહેવામાં આવ્યું નથી. તે જ સમયે, અમે આ બેઠકને પંજાબ વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોઈ રહ્યા છીએ.

પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

પ્રેસ કોન્ફરન્સ દરમિયામ મુખ્યમંત્રી કેજરીવાલને પૂછવામાં આવ્યું કે શું સોનુ સુદ સાથે રાજનૈતિક ચર્ચા થઇ હતી. તેના પર મુખ્યમંત્રીએ જવાબ આપ્યો કે, ના-ના અમારા વચ્ચે કોઇ રાજનૈતિક ચર્ચા નથી થઇ.

સોનુએ આપ્યો જવાબ – પોલિટિક્સમાં જોડાવાની તક મળતી આવી છે પરંતુ મને રસ નથી

જ્યારે સોનુ સુદને પોલિટીક્સ જોઇન કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, કશું જ રાજનૈતિક નથી. મને લાંબા સમયથી પોલિટિક્સમાં જોડાવાની તક મળતી આવી છે પરંતુ મને રસ નથી. મારો એવો કોઇ ઇરાદો નથી. જેના વિચાર સારા છે તેને દિશા જરૂર મળે છે.

આ પણ વાંચો : પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના રણનીતિકાર બનશે ?

સોનુ સૂદ આમ આદમી પાર્ટીનો ચહેરો બનશે?

સોનુ સૂદ પંજાબના મોગાનો રહેવાસી છે. જો સોનુ આ સમયે આમ આદમી પાર્ટીમાં જોડાય, તો વિપક્ષ તરફથી તેના નામે પ્રશ્નો ઉઠાવી શકાય નહીં. આમ આદમી પાર્ટી સોનુ સૂદને પંજાબમાં મોટા ચહેરા તરીકે લઈ શકે છે. સાથે જ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી સોનુ સૂદને મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કરી શકે છે.

દેશના મેન્ટોર કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સુદ

મુખ્યમંત્રી કેજરીવાલે જાણકારી આપતાં જણાવ્યું કે, સોનુ સુદ દેશના મેન્ટોર કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ કાર્યક્રમ હેઠળ બાળકોને ભવિષ્ય માટે ગાઇડ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ કાર્યક્રમને સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે પણ સ્કુલ અને શિક્ષાની વાત આવે છે ત્યારે દિલ્હીનું નામ પહેલા આવે છે.

મુલાકાત પહેલા દિલ્હીનુ રાજકારણ ગરમાયું

લોકોને મદદ અને કોરોના સમયે કરેલી કામગીરીથી ચર્ચામાં રહેલા સોનુ સુદ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીને મળ્યા તે પહેલા જ રાજકારણ ગરમાયું હતું. લોકો અલગ અલગ પ્રકારની અટકળો લગાવી રહ્યાં છે કે શું સોનુ સુદ AAPમાં જોડાશે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment