Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝશું અંબરીશ ડેર જોડાશે ‘આપ’ માં ???

શું અંબરીશ ડેર જોડાશે ‘આપ’ માં ???

kejrival
Share Now

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ પંદર મહિના જેટલો સમય બાકી છે. અને ગુજરાતભરમાં રાજકીય ગરમાવો વર્તાઈ રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર થતી અને હવે તેમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવીને વિધાનસભા ચૂંટણીની તમામ 182 બેઠક ઉપર ચૂંટણી લડવાનું એલાન કરતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. જો કે, અમદાવાદથી દિલ્હી પરત ફર્યા બાદ તેમણે રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેર સાથે લાંબી ટેલિફોનિક ચર્ચા કરી હોવાનું બહાર આવતાં રાજકીય ક્ષેત્રે અનેક ચર્ચાએ જોર પકડી લીધું છે. આ સાથે જ કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગઈ છે. જાણવા મળતી વિગતો મુજબ, કેજરીવાલે અમદાવાદની મુલાકાત લીધા બાદ દિલ્હી પરત ફરીને તુરંત જ અંબરીશ ડેરને ફોન કર્યો હતો. ચર્ચા એવી પણચાલી રહી છે કે, આ ટેલિફોનિક વાતચીતમાં કેજરીવાલે અંબરીશ ડેરને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. ઉપરાંત બન્ને વચ્ચે ગુજરાતમાં ચાલી રહેલા રાજકીય મુદ્દાઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. વિધાનસભાની ચુટણી નજીક આવતા કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ પણ ચાલી રહ્યો છે અને ધારાસભ્યના બે જૂથ પડી ગયા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. વળી, એવા સમયે જ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં નારાજ ધારાસભ્યો ‘આપ’ની ટોપી ધારણ કરી લેશે તેવી પણ ચર્ચા છે. આગામી સમયમાં ગુજરાતમાં કેવા-કેવા રાજકીય સમીકરણો રચાય છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.

ambrishder

હાલ તો, કેજરીવાલે ઉપવાસ અંદોલન પર બેઠેલા અંબરીશ ડેરનો સંપર્ક સાધ્યાની વાત બહાર આવતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગઈ છે. તો AAPના આમંત્રણ મુદ્દે અમરીશ ડેરની પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, હું રેલવે સામે આઠ દિવસથી ઉપવાસ આંદોલન પર છું. ગઈકાલે ઉપવાસનો આઠમો દિવસ હતો તેની જાણ કેજરીવાલને થતા તેમણે હાલચાલ પૂછવા માટે ટેલિફોન પર સંપર્ક કર્યો હતો. તેમણે ખબર અંતર પૂછ્યા હતા અને રાજુલા રેલવેની જમીન વિશે પણ વાત કરી હતી.

આ પણ વાંચો:બેઘર લોકોની વ્યથા

અત્યારે મારો આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કોઈ ઈરાદો પણ નથી. હું આગળની રણ નીતિ વિચારીશ તેમ ડેરે જણાવ્યું હતું. હાલ રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે કેજરીવાલે અંબરીશ ડેરનો જ સંપર્ક શા માટે કર્યો ? તેવી ચર્ચા હાલ લોકોમાં ચર્ચાઈ રહી છે.

twet

અમરેલી જીલ્લાનાં રાજુલામાં રેલ્વેના પ્રશ્ને રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરના ઉપવાસ આંદોલનને આપ ના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ટેકો આપ્યો છે.આ અંગે ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએને જણાવ્યુ હતું કે, ગઇકાલે સાંજે આપના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મારી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. અને રાજૂલાનો પ્રશ્ન જાણ્યો હતો. અને આમ આદમી પાર્ટી તથા હું તમારી સાથે છૂ તેમ જણાવ્યું હતું.અંબરીશભાઇ ડેરએ વધુમાં જણાવ્યુ કે આજે આઠમાં દિવસે ઉપવાસ આંદોલન, યથાવત છે. અને રેલ્વે જમીન પ્રશ્નનો હલ ટૂંક સમયમાં થવાની શકયતા છે.વિવિધ આગેવાનો દ્વારા ટ્વીટરના માધ્યમથી પિયુષ ગોયલ અને અમરેલી જીલ્લાના કલેકટરને ટવીટર કરીને પ્રશ્ન હલ કરવા રજુઆત કરેલ છે રાજુલામાં રેલવેની પડતર પડેલ જમીનમા બ્યુટીફીકેશન પાર્ક અને રોડ બનાવવા માટે સોપણી નહીં થતાં અને બેરીકેટ લગાવી દેવાતા જમીન સોપણી કરાવવા માટે ધારાસભ્યશ્રી અમરીશ ડેર દ્વારા છેલ્લા સાત દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલ છે. આજે ઉપવાસ આંદોલનના સાતમા દિવસે ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત તેમજ લોક સાહિત્યકાર ભોળાભાઈ આહીર અને વિવિધ રાજકીય અને સામાજીક આગેવાનો તેમજ આજુબાજુના ગામના સરપંચો તેમજ રાજુલા શહેરના વેપારીઓ દ્વારા પણ રાજુલા રેલવે જંકશન બર્બટાણા મુકામે ચાલી રહેલા આંદોલન છાવણી મુલાકાત લેવામાં આવેલ છે સૌ આ જમીન અને સમર્થન આપેલ છે અને આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બને તેવી સંભાવના છે.

amreli

આ ઉપરાંત ભાજપના અગ્રણી અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને મોદીજીની નજીક ગણાતા ભરત કાનાબાર દ્વારા પણ ટ્વિટરના માધ્યમથી રેલ્વે મંત્રીશ્રી પિયુષ ગોયલ અને અમરેલી જીલ્લાના કલેકટરને પણ જણાવેલ છે કે રાજુલા રેલવેની જમીન કોઈ કામમાં આવી રહેલ નથી લોકોની સુવિધા વધે તે પ્રમાણે તેનો ઉપયોગ થાય તો રાજુલાના વિકાસના દ્વાર ખુલશે આ વિસ્તારના માજી ધારાસભ્યને પણ ટકોર કરેલ છે કે વર્ષોથી રાજુલા જાફરાબાદનું પ્રતિનિધિત્વ કરનાર હીરાલાલ સોલંકીને આગેવાની લેવાની અને જનતાની અપેક્ષા પૂર્ણ કરવાનું જણાવેલ છે હીરા સોલંકી એ વીસ વર્ષ સુધી રાજુલા વિસ્તારનું પ્રતિનિધિત્વ હોવા છતાં કશું કરી શકે નહીં હોવાથી હું આ ઉપરથી ફલિત થાય છે તેમજ આ પ્રશ્ને હીરા સોલંકી અને નારણ કાછડિયા એ હવનમાં હાડકા નાખ્યા હોવાનું ઉપવાસ આંદોલન છાવણીની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા પત્રકારો સાથે વાતચીતદરમિયાન જણાવેલ છે.આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના આગેવાનો ભરતસિંહ સોલંકી શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા પરેશ ધાનાણી તેમજ ઇન્ડિયન નેશનલ યુથ કોંગ્રેસ દ્વારા દ્વારા પણ ટ્વિટરના માધ્યમથી પિયુષ ગોયેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ રેલવે પ્રશ્નનો ઉકેલ લાવવા જણાવેલ છે. તેમજ વિવિધ આગેવાનો દ્વારા સમર્થન જાહેર કરેલ છે અને આગામી દિવસોમાં જો આ જમીન પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બને તેવી પૂરી સંભાવના છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment