સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે એક વાર ફરી પાકિસ્તાનને ફટકાર લગાવી છે. UNમાં ભારતના સ્થાયી મિશનના સલાહકારે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ખાતે ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે સીમા પારના આતંકવાદ (Cross-border terrorism) સામે મજબૂત રીતે નિર્ણાયક અને લડાયક પગલાં લેવાનું ચાલુ રાખશે.
#WATCH | Counsellor/Legal Adviser at India's Permanent Mission to the UN Dr Kajal Bhat in a strong response slamming Pakistan for again raking up the Kashmir issue at the UNSC pic.twitter.com/AmbBMFTIU1
— ANI (@ANI) November 16, 2021
જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ (Jammu, Kashmir and Ladakh) ભારતના અભિન્ન અંગ
પાકિસ્તાને (Pakistan) સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારત તરફથી જડબાતોડ જવાબ સ્વરૂપે પ્રતિક્રિયા આપી હતી. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું કે જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ (Jammu, Kashmir and Ladakh) ભારતના અભિન્ન અંગ છે, જેના પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજો છે. ભારતે પાકિસ્તાનને આ ગેરકાયદેસર કબજો તાત્કાલિક ખાલી કરવા પણ કહ્યું હતું.
કોઈ પણ સાર્થક વાર્તા માટે અનુકુળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની
સંયુક્ત રાષ્ટ્રમાં (United Nations) ભારતના કાયમી મિશનના કાઉન્સેલર તેમજ કાનૂની સલાહકાર ડૉ. કાજલ ભટે UNSCમાં કહ્યું, ‘ભારત પાકિસ્તાન સહિત તમામ પડોશી દેશો સાથે સામાન્ય સંબંધો ઈચ્છે છે અને જો કોઈ પડતર મુદ્દો હોય તો તે સિમલા કરાર અને લાહોર ઘોષણા મુજબ દ્વિપક્ષીય હોવો જોઈએ. જો કે વાતચીત અને શાંતિપૂર્ણ સમાધાન માટે હિંસાથી મુક્ત વાતાવરણ હોવુ જોઈએ અને તે પાકિસ્તાને કરવાનુ છે. તમામ પ્રકારની વાતચીત માટેનુ અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. જ્યા સુધી આ વાતાવરણ નહી સર્જાય અને સરહાદ પારથી આતંકવાદને પ્રોત્સાહીત કરવામાં આવશે ત્યાં સુધી ભારત મજબૂત અને નિર્ણાયક પગલાં લેવાનું ચાલુ રાખશે.
ભારતે પાક. પર પલટવાર કર્યો
તેમણે કહ્યું કે જો કે કોઈ પણ સાર્થક વાતચીત આતંક, દુશ્મનાવટ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં થઈ શકે છે. આ રીતે અનુકુળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાન પર છે. અત્યાર સુધી ભારત સીમા પારથી પ્રાયોજિત આતંકવાદનો જવાબ આપવા માટે દ્રઢ અને નિર્ણાયક પગલુ ભરી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા યુએનએસસીમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે તેના પર પલટવાર કર્યો.
‘પાકિસ્તાને PoK ખાલી કરવું જોઈએ’
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમે ફરી એકવાર ખુલ્લી ચર્ચા દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ ભારતે પ્રતિક્રિયા આપી હતી. ભારતે જવાબ આપતા કહ્યું, ‘સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશા ભારતનો અવિભાજ્ય હિસ્સો હતો અને રહેશે. જેમાં પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. અમે પાકિસ્તાનને તેના ગેરકાયદે કબજા હેઠળના તમામ વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા માટે આહ્વાન કરીએ છીએ.
મૂળ જમ્મુ કાશ્મીરના એવા ડૉ. કાજલ ભટે UNSCમાં કહ્યું, ‘આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાનના પ્રતિનિધિએ મારા દેશ વિરુદ્ધ ખોટા અને દૂષિત પ્રચાર માટે સંયુક્ત રાષ્ટ્રના મંચનો દુરુપયોગ કર્યો હોય અને દુનિયાનું ધ્યાન પાકિસ્તાનની દુ:ખદ સ્થિતિ પરથી હટાવવાની કોશિશ કરી હોય. જે દેશમાં આતંકવાદીઓ પોતાની ગતિવિધિઓ બેરોકટોક રીતે ચલાવી રહ્યા છે, એ દેશના સામાન્ય લોકો, ખાસ કરીને લઘુમતી સમુદાયના લોકોનું જીવન દયનીય સ્થિતિમાં પહોંચી ગયું છે. ત્યારે તેમની સ્થિતિ સુધારવાને બદલે ભારતની વાત ના કરે.
‘પાકિસ્તાન આતંકવાદીઓનું સુરક્ષિત આશ્રયસ્થાન’
આતંકવાદ પર પાકિસ્તાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે યુએનના સભ્ય દેશો એ વાતથી વાકેફ છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે, મદદ કરે છે અને સક્રિયપણે સમર્થન કરે છે. તેમને ધિરાણ આપવામાં આવે છે તો સાથોસાથ સશસ્ત્રથી સજજ કરવામાં આવે છે. આ પ્રકારની કામગીરી પાકિસ્તાનની આંતકવાદ પ્રત્યે “સ્થાપિત ઇતિહાસ અને નીતિ” છે, જે જગજાહેર છે.
Android: http://bit.ly/3ajxBk4