મહારાષ્ટ્રમાં ડ્રગ્સ કેસ મામલે રાજનીતિ ગરમાઈ છે. આરોપો પ્રતિઆરોપોં શરૂ થઇ ગયા છે. રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ડ્રગ્સ કેસમાં શરૂ થયેલો રાજકીય જંગ હવે અંડરવર્લ્ડ સાથે નેતાઓના સંબંધના આરોપો પર આવી ગયો છે. સોમવારે દેવેન્દ્ર ફડણવીસ તરફથી નવાબ મલિક પર અંડરવર્લ્ડ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો. હવે નવાબ મલિકનો કર્યો વળતો પ્રહાર. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે સત્યને રાઈનો પહાડ બનાવીને રજુ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે દિવાળી બાદ બોમ્બ ફોડીશ. બોમ્બ તો ફૂટ્યો નહીં પરંતુ હવે કાલે 10 વાગે હું અંડરવર્લ્ડનો હાઈડ્રોજન બોમ્બ ફોડીશ.
"Devendra Fadnavis is trying to malign my image by connecting me to blast convicts & the underworld. They did same by saying that drug was recovered from my place, will sent him legal notice," Maharashtra minister Nawab Malik added.
— ANI (@ANI) November 9, 2021
અંડરવર્લ્ડનો જે ખેલ શરૂ થયો છે તેના પર હું આવતી કાલે સવારે આપીશ જવાબ
Nawab Malik has dealings with people from the Underworld people convicted in '93 Mumbai bomb blasts case. He purchased land from convicts of the case on rates cheaper than market rates. Was this deal to save prime land from being forfeited under TADA law?: Devendra Fadnavis, BJP pic.twitter.com/TDe0qfMmGc
— ANI (@ANI) November 9, 2021
નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ ઉપર પણ આરોપ લગાવ્યા. નવાબ મલિકે કહ્યું કે આવતી કાલે સવારે 10 વાગે દેવેન્દ્ર ફડણવીસના અંડરવર્લ્ડ સાથેના સંબંધોનો ખુલાસો કરીશ. નવાબ મલિકે કહ્યું કે મારા ઉપર અત્યાર સુધી આ પ્રકારના આરોપ લાગ્યા નથી. હું આજે કશું કહીશ નહીં. પંરતુ અંડરવર્લ્ડનો જે ખેલ શરૂ થયો છે તેના પર હું આવતી કાલે સવારે 10 વાગે જણાવીશ.
જે જમીનનો ઉલ્લેખ થઈ રહ્યો છે ત્યાં તેમનો પરિવાર પહેલેથી ભાડુઆત હતો
દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર સ્પષ્ટતા કરતા નવાબ મલિકે કહ્યું કે જે જમીનનો ઉલ્લેખ થઈ રહ્યો છે ત્યાં તેમનો પરિવાર પહેલેથી ભાડુઆત હતો. ત્યારબાદ તેનો માલિકી હક લેવામાં આવ્યો. નવાબ મલિકે કહ્યું કે જે જમીનનો ઉલ્લેખ કરાયો છે તેના પર કોઓપરેટિવ સોસાયટી છે. જે 1984માં બની હતી. તે ગોવાવાલા કમ્પાઉન્ડના નામે ઓળખાય છે. ત્યાં અમારું પણ ગોડાઉન છે. જે ત્રણ વર્ષ માટે લીઝ પર હતું.
આ પણ વાંચો : આખરે દિવાળી બાદ ફડણવીસે બૉમ્બ ફોડ્યો, મલિકનું અંડરવર્લ્ડ કનેક્શન
નવાબ માલિકનો ખુલાસો
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે 1996માં શિવસેના-ભાજપની સરકાર હતી. ત્યારે 9 નવેમ્બરના રોજ જ મે પેટાચૂંટણી જીતી હતી. તે સમયે ઉજવણી પણ ત્યાં થઈ હતી. અમે પહેલેથી ત્યાં ભાડુઆત છીએ. તેમણે કહ્યું કે જમીનની માલિકણે અમારો સંપર્ક કર્યો હતો કે તે લીઝની જમીનનો માલિકી હક અમને આપવા માંગે છે. ત્યારબાદ જેના નામથી પાવર ઓફ અટર્ની હતી, એટલે કે સલીમ પટેલ, તેની પાસેથી જમીન લેવામાં આવી. મલિકે આગળ દાવો કર્યો કે ગોવાવાલા કમ્પાઉન્ડમાં સરદાર વલીખાનનું હજુ પણ ઘર છે. વલી ખાનના પિતા ત્યાં વોચમેનનું કામ કરતા હતા. 300 મીટરના રાઈટ તેમણે પોતાના નામે ચડાવ્યા હતા. જેને નવાબ મલિક પરિવારે પોતાના નામ પર ટ્રાન્સફર કરાવ્યા હતા.
શું કહ્યું હતું દેવેન્દ્ર ફડણવીસે?
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે કનેક્શનનો ખુલાસો કર્યો. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં બે નામ ગણાવ્યાં જેમાં સરદાર શાહવલી ખાન અને મોહમ્મદ સલીમ પટેલનો ઉલ્લેખ કરાયો. તેમણે કહ્યું કે સરદાર શાહવલીને 1993 બ્લાસ્ટ મામલે આજીવન કેદની સજા થઈ. તે હજુ પણ જેલમાં છે. બોમ્બ વિસ્ફોટની તેને જાણકારી હતી. ગાડીઓની અંદર વિસ્ફોટકો ભરનારા લોકોમાં પણ તે સામેલ હતો. તેણે ટાઈગર મેમણને સહયોગ કર્યો હતો. આ સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, મુંબઈ મહાનગર પાલિકામાં બોમ્બ ક્યાં રાખવાના છે તેની રેકી કરી હતી. તેણે જ ટાઈગર મેમણની ગાડીઓમાં RDX લોડ કરાવ્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4