Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝ‘આપ’ ના રાત ઉજાગરા ફળશે ?

‘આપ’ ના રાત ઉજાગરા ફળશે ?

AAP FILED FIR
Share Now

ગઈ કાલે જુનાગઢના પ્રવાસે ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો પર વિસાવદરના લેરીયા ગામે હુમલો થયો હતો. જેમાં આપમાં જોડાયેલા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી પર પથ્થરમારો કરી ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી સહિત પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આપ ના કાર્યકરો હુમલાખોરો વિરુધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનો ઘેરાવ કર્યો હતો. પણ પોલીસે FIR દર્જ નહી કરતા આપ ના કાર્યકરોએ ત્યાં જ રાત ઉજાગરો કર્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું આપ ના રાત ઉજાગરા ફળે છે ખરા ?

isudan and gopal italiya

પોલીસ ભાજપના ઇશારે નાચતી હોવાનો આપના કાર્યકરોએ આક્ષેપ

ઈશુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો થયાની ઘટના બનતા સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરો અને જિલ્લાઓમાંથી પણ આપ ના કાર્યકરો વિસાવદર ઉમટી પડયા હતા. તેમ છતાં 14 કલાકથી પોલીસ સ્ટેશન બહાર બેસેલા આપ ના કાર્યકરોની ફરિયાદ રાતભર પોલીસે સાંભળી નહોતી. ત્યારે પોલીસ ભાજપના ઇશારે નાચતી હોવાનો આપના કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે. આ અંગે આપના નેતા ઈશુદાન ગઢવી જણાવ્યું હતું કે, અમે કોઈપણ લોકો પર હુમલો કર્યો નથી અમે હુમલાનો ભોગ બનેલ છે છતાં પણ અમારી વિરુદ્ધ ફરિયાદ થશે તો અમે તેનો પ્રતિકાર કરશુ. આખરે સવારે 9.30 વાગ્યે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવિણ રામ સહિતના ટોળા સામે મારામારી કરી હોવાની વિસાવદર પોલીસ સ્ટેશનમાં FIR દર્જ થઇ હતી. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઇજાગ્રસ્ત હરેશ સાવલીયા દ્વારા યુવા ભાજપના આગેવાનો કાર્યકરો સહિત ૪૦થી ૫૦ લોકોના ટોળા સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની હાલ તજવીજ કરવામાં આવી હતી.

હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની હાલ તજવીજ કરવામાં આવી

fir by aap

પોલીસે ખાતરી આપી હોવા છતાં યોગ્ય ફરિયાદ નહીં નોંધાઈ હોવાનો પણ આપ એ આક્ષેપ કર્યો છે. હજુ પણ ગુજરાતભરમાંથી આપના સેંકડો કાર્યકરો વિસાવદર આવી રહ્યા છે. પોલીસ આપ ની કોઈ ફરિયાદ ન સાંભળતા આપ ના મહિલા સહિતના દરેક કાર્યકરોએ પોલીસ સ્ટેશન બહાર જ રામધુન બોલાવી હતી. આપના નેતાઓ જિલ્લા પોલીસ વડા સાથે ફરિયાદ લેવા બાબતે અનેકવાર વાટાઘાટો થયો પરંતુ તેની માંગણી ન સંતોષાતા આપના કાર્યકરો પોલીસ સ્ટેશનમાં રાત વીતાવી હતી અને રાત્રી દરમ્યાન સુરત અમદાવાદ રાજકોટ અમરેલી સહિતના જિલ્લાઓમાંથી આપના આગેવાનો અને કાર્યકરો સતત વિસાવદર આવી રહ્યા છે જ્યારે આપના નેતા ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશનના પટાંગણમાં જમીન પર નીચે સૂઈ ગયા અને રાત પસાર કરવી પડી હતી. અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ દ્વારા 307 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો દિલ્હી થી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિસાવદર પોલીસ સ્ટેશને આવશે તેવી ચીમકી ઉચ્ચારતા ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને ખુદ ગુજરાત સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. ઉલેખ્ખનીય છે કે, ગઈ કાલે હુમલો થયા બાદ આપ ના કાર્યકરોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. વિસાવદર પોલીસે આપ ની ફરિયાદ સાંભળી FIR દર્જ કરી છે.

આ પણ જુઓ : ઇસુદાન ગઢવી, મહેશ સવાણી સહિતના ‘આપ’ના નેતાઓ પર જાનલેવા હુમલો

કેજરીવાલે પ્રહાર કરતા કહ્યું, લોકોને સારી અગવડો આપી લોકોનું દિલ જીતો, વિપક્ષ પર હુમલો કરવાથી આ લોકો ડરવાના નથી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર ને ટ્વીટ કરી આમ આદમી પાર્ટીને સુરક્ષા આપવા જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કર્યા બાદ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ‘મેં વિજય રૂપાણી સાથે વાત કરી છે. તેમને FIR દાખલ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ આપના કાર્યકર્તાઓની રક્ષા સુનિશ્ચિત કરવાનું પણ જણાવ્યું છે.’ આ સાથે જ અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે, ઈશુદાન અને મહેશભાઈ જેવા લોકો પર હુમલો થાય છે તો ગુજરાતમાં કોઈ જ સુરક્ષિત નથી. અને આ હિંસા ભાજપનો ગભરાટ છે, તમારી હાર છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું, લોકોને સારી અગવડો આપી લોકોનું દિલ જીતો, વિપક્ષ પર હુમલો કરવાથી આ લોકો ડરવાના નથી. વિસાવદરના લેરિયા ગામમાં આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર થયેલો હુમલો ભાજપના ગુંડાઓએ કરાવ્યા હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લાગવવામાં આવ્યો છે. તો ભાજપ કહી રહ્યું છે કે આ હુમલો કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે, આ હુમલામાં કોંગ્રેસના કાર્યકર્તા જસ્મીન જાની નજરે પડી રહ્યા છે. અને આવા હુમલાઓ ભાજપ પર થોપી રહ્યા છે. આમાં ભાજપનો કોઈ હાથ નથી.

ફરિયાદ તો નોંધાઈ છે પણ શું હવે આપ ને સુરક્ષા મળશે?

હાલ વિસાવદરના લેરીયા ગામે આપના કાફલા પર થયેલા હુમલાની ઘટના અંગેની લેટેસ્ટ અપડેટ્સ મળી રહી છે, તે જોવા જઈએ તો, સમગ્ર ઘટનામાં સામસામી હત્યાની કોશીષની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. કાલે આપ પર હુમલો થયો હતો જેમાં આપ પરના હુમલાખોરો ભાજપના હોદ્દેદારો હોવાનું ખુલ્યું છે. જો કે, બન્ને પક્ષોની સામસામે ફરિયાદ લીધી છે. તો સામસામાં પક્ષે હત્યાની કોશિશ કરી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રવિણ રામ, જયસુખ પાખડાળ, હરેશ સાવલીયા સહીત ૪૦ થી ૫૦ લોકોના ટોળા સામે બન્ને પક્ષોમાં આઈપીસી 307 સહીતની પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. ત્યારે આપ ની માંગ સંતોસાશે ખરી ? ફરિયાદ તો નોંધાઈ છે પણ શું હવે આપ ને સુરક્ષા મળશે?, ભાજપ દ્વારા આપ પર થઇ રહેલા હુમલાઓનો અંત આવશે ? પણ હાલ તો સામસામે ફરિયાદ નોંધાતા વિવાદ વકર્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment