ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં સતત પાંચમીવાર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે અને 28ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 નવા કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીનું નાઈટ કર્ફ્યૂ ને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથી: આરોગ્યમંત્રી
આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે કોરોના કેસ નિશ્વિત પણે વધી રહ્યા છે પરતું હાલ રાત્રિ કરફ્યુ વધારવાની હાલ કોઈ વિચારણા નથી, રાત્રિ કરફ્યુ અને અન્ય નિયંત્રણો અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે પરતું પહેલી અને બીજી લહેરની સરખામણીમાં કેસ વધાવાનો આંક ખૂબ ઓછો છે.
આ પણ વાંચો : POCSO act : સ્કીન ટુ સ્કીન સંપર્ક નહીં તો જાતીય સતામણીનો અપરાધ નહીં
જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરીશું: આરોગ્યમંત્રી
આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ મોકલાયા છે જેમાં કોરોના વેરિયંટની ચકાસણી કરવામાં આવશે, જ્યાં કેસ વધી રહ્યા છે તે અંગે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે અને જ્યાં વધુ કેસ આવ્યા છે ત્યાં નિયંત્રણો કડક કરાશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું કે હાલ રાજ્યમાં વેક્સિનેશન વધુ થયું છે જેના કારણે હવે હોસ્પિટલોમાં જવાની જરૂર પડતી નથી. એટલું જ નહીં બાળકોની રસી અને બૂસ્ટર ડોઝનું પણ હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે. પરતું હાલ કોરોનામાં રાત્રિ કર્ફ્યૂ અંગે કોઈ વિચારણા ન હોવાનું જણાવ્યું છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 54 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,25,721 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4