Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝપૃથ્વી પર રાક્ષસ કે એલિયન હશે ખરા..?

પૃથ્વી પર રાક્ષસ કે એલિયન હશે ખરા..?

surendranagar photo
Share Now

શું હશે પગલાનું ભેદી રહસ્ય ???

રાક્ષસ અને એલીયનની વાતો આપણે ફિલ્મો અને વાર્તામાં તો સાંભળી છે. પરંતુ શું હકીકતમાં પૃથ્વી પર રાક્ષસ કે એલિયન હશે ખરા..? સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં આવેલા રણમાં જોવા મળ્યા રાક્ષસી માનવના અસામન્ય પગલા…શું હશે એ ભેદી રહસ્ય ???

surendranagar photo

6 ફૂટના 300 પગલા

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા પાટડી તાલુકાના રણ વિસ્તારમાં ઓડુ ગામથી મીંઠાધોડા ગામ વચ્ચે માણસના રાક્ષસી પગલા મળી આવ્યા છે. જે સામાન્ય માસના પગલાથી ખુબ જ અલગ છે એટલું જ નહી, પગલાનું અંતર પણ ખુબ જ અસામાન્ય છે. સામાન્ય રીતે માણસના પગલાઓ વચ્ચે દોઢ થી બે ફુટનું અંતર હોય છે. સાડા 5 થી 6 ફૂટનું અંતર સામાન્ય માનવીનું તો ન જ હોય શકે. કદાચ જો કુદકો લગાવે તો પણ આટલું મોટું અંતર…અને 300 પગલા..? શક્ય જ નથી. તો રાક્ષસના પગલાનું રહસ્ય જાણવા લોકોમાં ભારે કુતુહલ જાગ્યું છે. 

surendranagar photo

 

કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણમાં દેખાયા પગલા

કચ્છના નાના રણ તરીકે ઓળખાતા દસાડા પાટડી તાલુકામાં આવેલા આ રણમાં ઓડુ અને મીઠાધોડા ગામ વચ્ચે આવેલી સફેદ ક્ષાર યુક્ત જમીનમાં ઓડુ ગામના એક સ્થાનિક ભરતભાઈ પરમાર પોતાના બાળકોને રમવા માટે અહી લઇ આવ્યા હતા. ત્યારે તેમને રાક્ષસી માનવના હોય તેવા છ ફુટના અંતર જેવા અંદાજે 300 જેટલા પગલાં જોવા મળતા તેમને અલગ જ કુતુહલ જોવા મળ્યું હતું.

surendranagar photo

એક સાથે બે માનવીના પગલા..એ પણ ત્રાંસા

ભરતભાઈને આ અંગે જાણવાની વધુ ઈચ્છા થતા આ રહસ્યમય વિરાટ માનવીના ડાબા અને જમણા પગલાઓ વચ્ચે અંતર માપ્યા હતા જેનું અસામન્ય છ ફુટનું અંતર જોવા મળ્યું હતુ. આ પગલાની દિશા જોતા પુર્વ દિશા તરફથી આવેલા રાક્ષસી માનવ ખારી વિસ્તાર ઓળંગી અને રણ તરફ ગયો હોય તેવો અંદાજ છે. અને આ માત્ર એક માનવના જ નથી. અલગ અલગ બે માનવના પગલા હોય તેવો અંદાજ છે. કારણકે એક સરખા દેખાતા પગલા એક સાથે જોવા મળ્યા છે. એ પણ ત્રાંસા..કે જેવા માનવીના નથી હોતા.

surendranagar photo

જો કોઇ વ્યક્તિ કુદકા મારીને જાય તો પણ ત્રણસો જેટલા પગલા ન હોઇ શકે અને બન્ને પગલાઓ વચ્ચે છ ફુટનું અંતર ન હોય શકે. તો શું આ રાક્ષસી માનવ છે? કે પછી કોઈ એલિયન કે આદિમાનવ..?

પગલા પર બનાવ્યા સર્કલ

જો કોઇ વ્યક્તિ કુદકા મારીને જાય તો પણ ત્રણસો જેટલા પગલા ન હોઇ શકે અને બન્ને પગલાઓ વચ્ચે છ ફુટનું અંતર ન હોય શકે. તો શું આ રાક્ષસી માનવ છે? કે પછી કોઈ એલિયન કે આદિમાનવ..? તે પ્રશ્ન સ્થાનીકોમાં ચર્ચાઈ રહ્યો છે. રણમાં મળી આવેલા છ ફુટના અંતરના પગલાઓ કોઇ સામાન્ય માનવીના તો ન જ હોઇ શકે પરંતુ આટલી મોટી ફલાંગ કોઇ પર ગ્રહવાસી કે એલીયનની કે દાનવની માયાજાળ હોઇ શકે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સ્થાનીકોમાં ક્યાંક ડર પણ ફેલાયો છે. સ્થાનીકોએ એ પગલા ખોવાય ન જાય તે માટે તેના પર સર્કલ (Circle) બનાવી દીધા છે અને પગલા ભૂસાય ન જાય તેની તકેદારી રાખી રહ્યા છે.

surendranagar photo

જુઓ આ વિડીયો : રાક્ષસનું રહસ્ય ???

પગલા કોઈ રાક્ષસી માનવના છે કે કોઈ બીજા ગ્રહના વાસીના ?

તંત્ર પાસે આ ભેદી રહસ્ય અંગે તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. લોકો એ જાણવા માટે આતુર બન્યા છે કે, આ પગલા કોઇ રાક્ષસી માનવના છે કે કોઇ બીજા ગ્રહના માનવીના ?? પરંતુ હવે તંત્ર ક્યારે તપાસ આરંભે છે તેની પર સ્થાનિકોની મીંટ મડાયેલી છે.

surendranagar photo

તંત્રએ જોવાની તસ્દી પણ ન લીધી !

રણકાંઠા વિસ્તારમાં પવનના સૂસવાટા અને વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા રણમાં જોવા મળેલા આ રહસ્યમયી રાક્ષસી પગલા ધીમે ધીમે ભુંસાવા લાગ્યાં છે. વિદેશમાં આવી કોઇ અલૌકિક ઘટના બને છે તો તંત્ર તાકીદે સેટેલાઇટ થકી આ અલૌકિક ઘટનાના મૂળ સુધી પહોંચી તેનો તાગ મેળવે છે જ્યારે અહીં તો સ્થાનિક સરકારી તંત્રએ રણ વિસ્તારની એક મુલાકાત લેવાની તસ્દી પણ લીધી નથી.

surendranagar photo

પગલા તો માણસના નીકળ્યા !!!

સ્થાનિકો, સાહિત્યપ્રેમી અને પ્રકૃતિપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે, કેટલાક દિવસથી વાયુવેગે ફેલાયેલી ઘટનામાં ભેદી રહસ્ય પરથી પરદો ઉચક્યો છે. આ કોઈ પગલા કોઈ રાક્ષસ કે એલીયાનના નથી. એક સામાન્ય માણસના જ છે. આ પગલા રાક્ષસના હોવાના જુઠ્ઠાણાની હકીકત સામે આવતા સ્થાનીકોમાં હાશકારો થયો છે. અહી એક યુવાને દોડીને કુદકો લગાવ્યો હોવાથી 6 ફૂટના પગલા પડ્યા હતા. બાદમાં વરસાદ આવતા રણની રેતી પલળતા પગલા પહોળા થઇ ગયા હતા.

surendranagar photo

લોકોમાં ફેલાયેલી અફવાનો પર્દાફાશ

આ વાતની ખરાઈ કરવા ઓડુ ગામના સરપંચે એક યુવાનને દોડાવતા તેના પગલા 7 ફૂટ જેટલા પડતા આ અફવાનો આખરે પર્દાફાશ થયો છે. આ ભેદી ઘટનાનું રહસ્ય ઉકેલાતા લોકોને કોઈ સસ્પેન્સ ફિલ્મમાં પહોચી ગયા હોય તેવી અનુભૂતિ થઇ હતી. જો કે, હવે રાક્ષસી પગલા હોવાનો ભય અને અફવા ફેલાવનાર સામે કાયદાકીય પગલા લેવા સ્થાનિકોની માંગ ઉઠી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS:http://apple.co/2ZeQjTt

No comments

leave a comment