રાજ્યમાં ગત્ત રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકા સાથે અન્ય કેટલીક પેટાચૂંટણી (By Election)નું મતદાન પણ યોજાયુ હતી. જેમાં અમદાવાદના ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં યોજાયેલી પેટા ચૂંટણીનું પણ મતદાન (Voting)યોજાયુ હતુ. જેમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. બંને વોર્ડમાં ભાજપ (BJP)ના કોર્પોરેટરોની જીત થઈ છે.
ભાજપ (BJP)ના બંને ઉમેદવારની જીત
ગત્ત રવિવારે પેટા ચૂંટણીનું મતદાન યોજાયુ હતુ. જેમાં ઈસનપુર વોર્ડમાં ભાજપના મૌલિક પટેલ તથા ચાંદખેડા વોર્ડમાં ભાજપના રીટાબેન પટેલની ભવ્ય જીત થઈ છે. ઉલ્લેખનિય છે કે, એક કોર્પોરેટરે (Councilor)રાજીનામું (Resign)આપતા અને એક કોર્પોરેટરનું નિધન થતાં આ બંને બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
આ પણ વાંચો: લુણાવાડામાં કોંગ્રેસ અને ભાજપની એક-એક બેઠક પર જીત, હિંમતનગરની બંને બેઠક પર…
BJP-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હતી જંગ
ચાંદખેડા વોર્ડમાં ભાજપમાંથી રીના પટેલ જ્યારે કોંગ્રેસ (Congress)માંથી દિવ્યા રોહિત વચ્ચે જંગ ખેલાય રહ્યો હતો. તેમજ ઇસનપુર વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ મળી હતી. જ્યારે કોંગ્રેસે ભાવેશ દેસાઈને ટીકીટ આપી હતી.
પૂર્વ મંત્રીના વિસ્તારમાં ભાજપ (BJP)ની હાર
ઉલ્લેખનિય છે કે, આ પહેલા રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર પણ કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, જેના પગલે ભાજપે આ બેઠક જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપી હતી. જોકે તેમાં તેઓ ક્યાંકને ક્યાંક નિષ્ફળ નિવળ્યા છે.
સાણથલી બેઠક પર કોંગ્રેસની જીત
કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું નિધન થતાં ખાલી બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ તરફથી છગન તાવિયા અને કોંગ્રેસ તરફથી વિનુ મેણિયા વચ્ચે જંગ ચાલી રહ્યો હતો. જેમાં છગન તાવિયાને 4800 થી વધુ મત મળ્યા છે અને વિનુ મેણિયાને 5600 થી વધુ મત મળ્યા હતા, આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવિયાને 2 હજારથી પણ વધુ મતથી હાર આપી છે.
ઉપલેટામાં પણ કોંગ્રેસની જીત
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું પણ કોરોનાકાળ દરમિયાન નિધન થયુ હતુ જેમાં ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ તરફથી શારદાબેન ધડુક અને ભાજપ તરફથી રસીલાબેન વેકરિયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસનાં શારદાબેનને 5100 થી વધુ મત મળ્યા હતા અને ભાજપનાં રસીલાબેનને 4800 થી વધુ મત મળ્યા હતા, આથી કોંગ્રેસનાં શારદાબેન 200 થી વધુ મતથી વિજેતા થયાં છે.
પાટનગરમાં ભાજપની જીત જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4