Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝવજુભાઈની વાળા સક્રિય થતા ગરમાયુ રાજકારણ : મિશન ૨૦૨૨

વજુભાઈની વાળા સક્રિય થતા ગરમાયુ રાજકારણ : મિશન ૨૦૨૨

VAJUBHAI VALA
Share Now

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા થોડા દિવસ પહેલા રાજકોટ આવી ગયા અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી હતી. મિશન ૨૦૨૨ને લઈને જ્ઞાતિ સક્રિય થઇ છે. ખોડલધામ સંસ્થા બનાવી નરેશ પટેલે પાટીદારોને એક કરવાની પહેલ કરી છે. ત્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. હવે કારડિયા રાજપૂત સમાજ એકતા બતાવવા મેદાને ઊતર્યો છે. એમાં પણ હાલ રાજકારણમાંથી નિવૃત્ત જેવા સિનિયર નેતા વજુભાઈને કમાન સોંપાશે. ગઈ કાલે સાંજે મળેલી બેઠકમાં આગામી રણનીતિ અને સામાજિક એકતા માટે રાજકીય શક્તિ પ્રદર્શનની રણનીતિને લઈ મોટા નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, માવજી ડોડિયા સહિતને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગઈકાલે સાંજે વજુભાઈના ઘરે મળી હતી બેઠક

MEETING HELD AT VAJUBHAI'S HOME

NEWS KARNATAKA

મહત્વનું છે કે આગામી સમયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તેને લઈ બેઠકોને દોર ચાલી રહ્યો છે ગુજરાતમાં આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે કેમ કે રાજ્યમાં અનેક નવા પક્ષો આ વખતે તમામ વિધાસભાની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી ચુક્યા છે એવામાં ભાજપને બેઠકો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે ત્યારે પાર્ટીના અને પક્ષના મોટા નેતાઓને રાજકીય સ્થિતિ સુધારવાની કમાન સોંપવામાં આવી છે .ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાડાની આગેવાનીમાં તેમના જ ઘરે બેઠક યોજાઈ હતી જેમાં રોજકોટમાં કારડિય રાજપૂત સમાજ દ્વારા ભવાની માતાનું મોટું મંદિર બનાવેશ તેવી જાહેરાત કરવામાં આવી હતી.

ભવાની માતાનું મોટું મંદિર બનાવવા લેવાયો નિર્ણય

સુરેન્દ્રનગર પાસે ખોડલધામ જેવું 35 એકરમાં કારડિયા રાજપૂતના કુળદેવી ભવાની માતાજીનું મંદિર નિર્માણ થશે.ઉલ્લેખનિય છે કે ખોડલધામ ઉમિયાધામની જેમ હવે સામાજિક એકતા માટેનું મંદિરનું નિર્માણ બનાવવાની જાહેર બાદ હવે રાજકીય વગ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું મનાઈ રહ્યું છે કે સંગઠનની શક્તિ ઉભી કરવા લીંબડી હાઈવે પર ભવાની માતાનું મંદિર નિર્માણ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે ગુજરાતમાં સામાજિક સંગઠનો 2022ની ચૂંટણીમાં મોટી તાકાત બનીને ઉભરી આવી શકે છે સૌરાષ્ટ્રમાં મિશન 2022નો સામાજિક સલવલાટ રાજકીય દ્રષ્ટિએ સૂચક મનાઈ રહ્યો છે એવામાં સામાજિક સંગઠનોની શક્તિ વધારવા માટે પ્રયાસ તેજ થઈ ગયા છે. ભવાની માતાજીના વિશાળ મંદિર માટે સાયલા તાલુકાના લખતરી ગામની રાજકોટ-અમદાવાદ હાઈવે ટચ જમીન ખરીદી લેવામાં આવી છે. આ માટે ટ્રસ્ટની પણ રચના થઈ ગઈ છે. હવે સમાજમાંથી ફાળો એકત્ર કરી આસ્થાના પ્રતીક સમાન ભવાની માતાજીનું મંદિર મૂર્તિમંત કરવાનું આયોજન છે. આ મંદિર માટે અંદાજિત 100 કરોડનો ખર્ચ નિર્ધારવામાં આવ્યો છે અને સમાજમાં મંદિર બનાવવા માટે ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે.

વજુભાઇ વાળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કરી ભારોભાર વખાણ

વજુભાઈને મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી અને જણાયું કે હાલના મુખ્યમંત્રીના કામકાજથી વજુભાઇ વાળા ખુશ છે…વજુભાઇ વાળની મુખ્યમંત્રી બનવાની કોઈ ઈછા નથી તેમ જણાવ્યું હતું. કોરોના સંકટ વચ્ચે પણ મુખ્યમંત્રીએ પોતાનું સારું પ્રદર્શન દેખાડ્યું અને કરી બતાવ્યું. બધા એ પાર્ટી માતંગે કામ કરવાનું છે, પાર્ટીની જે અપેક્ષા છે એ પરિપૂર્ણ કરવાની છે. સી આર પાટિલના ૧૮૨ ના ટાર્ગેટને પામવા મહેનત કરીશું. વધુમાં જણાવ્યું હતું કે પાર્ટીના સભ્યોએ પાર્ટી કે એટલું કરવાનું હોઈ ..આપણે કાઈએ અને પાર્ટી કરે એ પાર્ટીનો કાર્યકર્તા જ નથી. આમ આદમી પાર્ટીને નકારતા કહ્યું કે મારે તો ભાજપ પાર્ટી કે એમ કરવાનું છે. ૨૦૨૨ ની શું નીતિ છે એ પાર્ટી ઘડશે. જે કામ કરીએ એ ધર્મના રક્ષક તરીકે, ભાજપની સંસ્કૃતિ અને એકતા જળવાય રહે એમ કામ કરવાનું છે. ભાજપ નો દરેક કાર્યકર દિલ દઈને કામ કરશે. સંગઠનમાં રહીને કામ કરીશ, શાસક નહીં.

આ પણ વાંચો : પીએમ મોદીએ ગુરુ પૂર્ણિમાના અવસર પર કહ્યું, બુદ્ધના માર્ગ પર ચાલીને મોટી ચેલેન્જનો સામનો કરી શકાય

સંગઠનની શક્તિ મજબૂત કરવા મંદિરનું નિર્માણ કરાશે

કારડિયા રાજપૂત સમાજ આસ્થા સાથે એક્તાના પ્રતિક સમા સંગઠન બનાવવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. તેમાય તે ભાજપના સિનિયર નેતા વજૂભાઇવાળા રાજકીય વ્યૂહબાજીમાં નિષ્ણાંત છે. ત્યારે પાટીદાર અને કોળી સમાજ બાદ સૌરાષ્ટ્રમાં કારડીયા રાજપૂત સમાજ ત્રીજા નંબરનો મોટો સમાજ બને તેવું મનાઈ રહ્યું છે…બાદમાં વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીય પંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે. ત્યારે ભાજપના આ દિગ્ગજ નેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજના માતાજીનું વિશાળ મંદિર બનાવી સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકીય શક્તિપ્રદર્શનની રણનીતિ ઘડાઈ : મિશન ૨૦૨૨

VAJUBHAI VALA જ્યારે જ્યારે ચૂંટણીના દિવસો નજીક આવે છે ત્યારે ત્યારે જ્ઞાતિ આધારિત ચોગઠા ગોઠવવાની શરૂઆત થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી જ્ઞાતિ આધારિત ચૂંટણી થતી આવે છે. ખરા સમયે જ જ્ઞાતિના આગેવાનો મેદાનમાં આવી પોલિટિકલ પાર્ટીને પ્રેશર કરતા હોય છે. થોડા સમય પહેલા જ પાટીદાર ખોડલધામ ખાતે બેઠક યોજાઈ હતી અને પાટીદાર મુખ્યમંત્રી બને એવી ઈચ્છા વ્યક્ત કરી હતી તો ત્યારબાદ કોળી સમાજની પણ બેઠકો થઇ હતી અને મુખ્યમંત્રી એમના સમાજનો બને કારણકે કોળી સમાજનું પ્રભુત્વ વધારે છે તેમ જણાવ્યું હતું તો સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદ મોખરે હોઈ એવું લાગી રહ્યું છે અને અલગ સમાજના લોકો બેઠકો કરી મુખ્યમંત્રી એમના સમાજના બને તેવી ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ એક મોટા સમાજ દ્વારા સામાજિક એક્તા સ્થાપવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

વજુભાઈ રાજપૂતોની તમામ પેટાજ્ઞાતિઓને એક કરવાની દિશામાં સક્રિય

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા મોતિયાના ઓપરેશન બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પરના પ્રાઈમ લોકેશનમાં ભવાની માતાજીના મંદિરના નિર્માણ સાથે રાજપૂતોની તમામ પેટાજ્ઞાતિઓને એક કરવાની દિશામાં સક્રિય બન્યા છે. આ માટે વિવિધ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદારોના આસ્થાના બે મુખ્ય કેન્દ્રો ખોડલધામ અને ઉમિયાધામમાં પોતાની જ્ઞાતિનું રાજકીય વર્ચસ્વ વધારવા અત્યારથી જ વ્યૂહરચનાઓ ગોઠવાવા લાગી છે.

વજુભાઈએ 2013માં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો

વજુભાઈ વાળા પણ સામાજિક કાર્યો થકી રાજકીય એજન્ડા સક્રિય કરવાની દિશામાં આગળ વધી રહ્યાનું માનવામાં આવી રહ્યું છે. કારડિયા રાજપૂત સમાજના ટોચના નેતા વજુભાઈ વાળાનું નિર્વિવાદી વ્યક્તિત્વ છે. તેમણે કારડિયા રાજપૂત સમાજમાં 2013ની સાલમાં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ આ યોજના પર કોઈ પ્રગતિ થઈ શકી નથી અને વજુભાઈને પણ ભાજપમાંથી સાઈડલાઈન કરી રાજ્યપાલ બનાવી દેવાયા હતા.

સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે કારણકે ભાજપ કોંગ્રેસ સાથે હવે મેદાને આમ આદમી પાર્ટી પણ છે અને એવામાં કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા રાજકોટ આવતા જ રાજકારણમાં ગરમાયુ. ત્યારે હવે જોવું એ રહ્યું કે વજુભાઇ વાળા ના આવતા ભાજપ નો કેસરિયો મિશન ૨૦૨૨માં ફરી લહેરાશે કે પછી કોંગ્રેસના ફરી સૂપડા સાફ અને આમ આદમી પાર્ટી બાજી મારે છે કે નહીં તે જોવું રહ્યું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment