Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝમજબૂત ઈરાદા હોય તો દુશ્મનની કોઈ પણ ટેકનોલોજીને ધ્વસ્ત કરી શકાય, અભિનંદનને વીર ચક્ર એનાયત

મજબૂત ઈરાદા હોય તો દુશ્મનની કોઈ પણ ટેકનોલોજીને ધ્વસ્ત કરી શકાય, અભિનંદનને વીર ચક્ર એનાયત

Abhinandan
Share Now

એરફોર્સના ગ્રુપ કેપ્ટન અભિનંદનને ‘વીર ચક્ર’ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારા આ એવોર્ડ એનાયત કર્યો છે. પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડનારા તત્કાલિન વિંગ કમાન્ડર (હાલ ગ્રુપ કેપ્ટન) અભિનંદન(Abhinandan )વર્ધમાનને આજે વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.તો  બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે અભિનંદન વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં અનેક સૈનિકોને આજે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. 

અભિનંદને(Abhinandan ) તોડ્યું હતું પાકિસ્તાનનું વિમાન

14 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે પુલવામામાં CRPF ના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. તો આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારતના આ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 300થી વધુ આતંકીઓનો ખુડદો બોલાયો હતો. એરસ્ટ્રાઈકના બીજા દિવસે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં ઘૂસવાની કોશિશ કરી હતી .પરંતુ ભારતીય વાયુસેનાએ તેને ખદેડી મૂક્યા હતા.

તત્કાલિન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તે સમયે Mig 21 ઉડાવી રહ્યા હતા. તેમણે તે વિમાનથી પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું હતું. બાદમાં અભિનંદનનું (Abhinandan)વિમાન પાકિસ્તાનની સરહદમાં ક્રેશ થયું હતું. પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવ્યા હતા. પરંતુ ભારતના દબાણ હેઠળ પાકિસ્તાને લગભગ 60 કલાકમાં જ અભિનંદનને છોડી મૂક્યા હતા.તો જેને લઇને આજે અભિનંદને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ઈન્દીરા ગાંધીથી ડરતું હતું આખું પાકિસ્તાન, કોણ છે એ વ્યકતી જેના સામે ઈન્દીરાને પણ ઝુકવુ પડયું

અનેક જાંબાઝોને પણ કરાયા સન્માનિત
આતંકીઓ વિરુદ્ધ અભિયાનમાં શહીદ થયેલા આર્મીના સૈપર પ્રકાશ જાધવને મરણોપરાંત કિર્તી ચક્રથી સન્માનિત કરાયા છે. તેમની પત્ની અને માતાએ રાષ્ટ્રપતિના હાથે સન્માન ગ્રહણ કર્યું હતું. આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢોંઢિયાલને મરણોપરાંત શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા.

આ ઓપરેશનમાં 5 આતંકીઓ માર્યા ગયા હતા. શહીદ મેજર વિભૂતિના પત્ની અને માતાએ આ સન્માન લીધું હતું. શહીદ નાયબ સૂબેદાર સોમબીરને મરણોપરાંત શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશનમાં A++ કેટેગરીના આતંકીને ઠાર કર્યો હતો.તેમની પત્ની અને માતાએ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન ગ્રહણ કર્યું. 

 

રાફેલ F-16 ની ખાસીયત

F-16ની રેન્જ 4220 કિમી છે .જ્યારે રાફેલની રેન્જ 3700 કિમી છે. એટલે કે એક ફ્લાઈટમાં તે આટલા અંતર સુધી જઈને હુમલો કરી શકે છે. એ જ રીતે F-16ની સ્પીડ રાફેલ કરતા પણ વધુ છે. F-16 2414 kmphની ઝડપે ઉડી શકે છે જ્યારે Rafale 2230 kmphની ઝડપે ઉડી શકે છે. બંનેની સર્વિસ સીલિંગ માત્ર 50 હજાર ફૂટની છે. પરંતુ રાફેલ રડારમાં પકડાશે નહીં, કારણ કે તે અર્ધ-સ્ટીલ્થ છે. જ્યારે, F-16 સાથે આવું નથી.ભારતીય રાફેલ 4.5 જનરેશનનું ફાઇટર છે, પાકિસ્તાનનું ચોથી પેઢીનું છે.

ભારતીય રાફેલ 4.5 પેઢીનું ફાઈટર જેટ છે. જ્યારે, પાકિસ્તાનનું F-16 ચોથી પેઢીનું ફાઈટર એરક્રાફ્ટ છે. બંને હથિયારોની ક્ષમતા અલગ-અલગ છે. કોઈ કોઈથી ઓછું નથી. પરંતુ કયું ફાઈટર જેટ વધુ શક્તિશાળી છે, તે તેને ઉડાડનાર પાઈલટ પર નિર્ભર કરે છે. આનું નવીનતમ ઉદાહરણ અભિનંદનને મિગ-21 બાઇસન વડે પાકિસ્તાની એફ-16ને તોડી પાડ્યું છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment