Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝ૯ વર્ષની માસુમ પર ગેંગ રેપ : રાહુલ ગાંધીએ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત

૯ વર્ષની માસુમ પર ગેંગ રેપ : રાહુલ ગાંધીએ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત

rahul gandhi on rape of delhi
Share Now

દિલ્હીમાં સૌથી વધુ દુષ્કર્મના બનાવો બનતા રહે છે અને હવે દિલ્હીમાં મહિલાઓ નહિ માસુમ દીકરી પણ સુરક્ષિત નથી. ત્યારે દિલ્હીમાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો. માત્ર ૯ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું. દિલ્હીના કેન્ટ (Delhi Cantt) વિસ્તારના નાંગલ ગામ (Nangal Village) માં 9 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કર્યા બાદ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનો મામલો ઉગ્ર બની ગયો છે. ૯ વર્ષની માસુમ બાળકી પર પહેલા તો દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ નરાધમોએ સાબૂત મિટાવવા કરી હત્યા. જેને લઇ મામલો ઉગ્ર બનતા સ્થાનિક લોકો ન્યાયની માંગણી કરી રહ્યા અને રસ્તા પર ઉતરી આવ્યા છે. મામલોએ દલિત માસુમ બાળકીની ન્યાય માટે નો છે પરંતુ એમાં પણ રાજનીતિ શરૂ થઇ ગઈ. પહેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી એ ટ્વિટ કર્યું અને આજે અરવિંદ કેજરીવાલ પણ મળવા આવશે. ત્યારે બુધવારે સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે. આ પહેલા મંગળવારે પીડિત બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરવા અન્ય પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા. સાથે જ રાહુલગાંધી આ દુષ્કર્મનો મામલો સંસદમાં પણ ચર્ચા કરશે.

જ્યાં સુધી બાળકીના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું તેની સાથે

રાહુલ ગાંધીએ કહ્યુ કે, જ્યાં સુધી બાળકીના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું તેની સાથે છું.સાથે જ કેવી રીતે કાર્યવાહી થઇ રહી છે એ બધી જ બાબતે પરિવાર સાથે ચર્ચા કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પીડિત પરિવાર સાથે કરશે મુલાકાત

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે. આ મામલામાં પોલીસે આરોપી પુજારી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. જો કે જયારે દુષ્કર્મની ઘટના બને ત્યારે સાંત્વના પાઠવવા નેતાઓ પહોંચી જતા હોઈ છે પરંતુ પ્રશ્ન અહીં છે કે એ ૯ વર્ષની માસુમ બાળકીને ન્યાય મળશે તો ક્યારે ?

આ પણ વાંચો : મહિલાઓની સુરક્ષા પર ‘ તાળા ‘ !

માસુમને ન્યાય આપો એક જ માંગ અને આરોપીઓને ફાંસી આપો

મંગળવારે ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ (Chandrashekhar Azad) અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ અનિલ ચૌધરી પણ પીડિત પરિવારની મુલાકાત કરવા પહોંચ્યા હતા. પરંતુ બંને નેતાઓએ સ્થાનીક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનીક લોકોએ આ મામલાને રાજકીય બનાવવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો કારણકે જયારે પણ આવી ઘટના બને ત્યારે આવી જતા હોઈ છે નેતાઓ સાંત્વનાના નામે વાહવાહી મેળવવા પરંતુ હકીકત કૈક અલગ હોઈ છે જેને લઇ સ્થાનિક લોકોનો રોષ જોવા મળ્યો. અને નરાધમોને ફાંસી આપો, માસુમને ન્યાય આપો જેવી માંગ કરી રહ્યા હતા. સ્થાનિક લોકો દિલ્હી પોલીસ સામે રોષ પણ જોવબા મળ્યો. અને દિલ્હી પોલીસની ઘોર લાપર્વાહીનો આરોપ લગાવી રહ્યા છે. પોલીસે આ મામલામાં ચાર લોકોની ધરપકડ કરી છે.

શા માટે દેશની રાજધાનીમાં બાળકી કેમ સુરક્ષિત નથી

દેશની રાજધાનીમાં બાળકીઓ સુરક્ષિત નથી, તો દેશના અન્ય ભાગમાં શું સ્થિતિ હશે તે સમજી શકાય છે. દિલ્હીમાં મહિલા સુરક્ષાના નામ પર બસોમાં માર્શલ લગાવવામાં આવે છે, તો ઘરની બહાર પણ બાળકીઓ અસુરક્ષિત છે. દિલ્હીમાં ૯ વર્ષની માસુમને ન્યાય મળે એટલે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અને આરોપીઓ માટે ફાંસીની માંગણી કરી રહ્યા છે. લોકોમાં ગુસ્સો છે અને ન્યાયની કરી રહ્યા છે માંગણી. દુષ્કર્મના મામલામાં એક નવુ ચલણ જોવા મળી રહ્યું છે કે, દુષ્કર્મના પૂરાવાનો નાશ કરવાના ઈરાદાથી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમણે પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી છે. નેતાઓ તો મળવા આવી રહ્યા છે પરંતુ શું દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત નથી ? શા માટે દેશની રાજધાનીમાં બાળકી કેમ સુરક્ષિત નથી?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment