Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝઓબીસી અનામત વગર નહીં થવા દઈએ ચૂંટણી – મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ

ઓબીસી અનામત વગર નહીં થવા દઈએ ચૂંટણી – મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ

maharsatra,bjp,congress,news in gujarati
Share Now

ભારતીય જનતા પાર્ટીના(BJP) મહારાષ્ટ્ના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે ગુરુવારે જણાવ્યું હતું કે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામતનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી મહારાષ્ટ્ર ભાજપનું સંગઠ રાજ્ય સરકારને સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ નહીં યોજાવા દેશે નહીં. આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યમાં સંબંધિત સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી માટેની અનામત એસસી, એસટી અને ઓબીસી માટે કુલ અનામત બેઠકોના 50 ટકાથી વધુ ન હોઈ શકે.

ઓબીસી રાજકીય અનામત ગુમાવે તેવી સરકારની ઈચ્છા

પાટીલે જણાવ્યું હતું કે, ભાજપનું પ્રદેશ સંગઠન જ્યાં સુધી રાજ્યમાં ઓબીસી અનામતનો મુદ્દો ઉકેલાશે નહીં ત્યાં સુધી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવા દેશે નહીં. તેમણે મહારાષ્ટ્ર સરકાર પર આરોપ લગવ્યા હતા કે સરકારની ઈચ્છા છે કે ઓબીસી સમુદાય રાજકીય અનામત ગુમાવે. ભાજપ અને રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચેના જોડાણના પ્રશ્ન પર પાટીલે કહ્યું,” ભાજપ-મનસે ગઠબંધનની કોઈ શક્યતા નથી. કારણ કે અન્ય રાજ્યોના મુદ્દાને લઈને તેમના વિચારો અમને અસ્વીકાર્ય છે. જોકે તેમણે જણાવ્યું હતું કે, ગમે એટલા મતભેદો હોવા છતાં એકબીજાને મળવું જરૂરી છે. તેથી હું આજે તેમને મળીશ.

raj thakrey,maharashtra,news in gujarati,bjp,shivsena

આ પણ વાંચો:રાહુલ ગાંધી વિપક્ષી નેતાઓ સાથે ખેડૂતોના સમર્થનમાં જંતર મંતર જશે

સુપ્રીમ કોર્ટમાં મજબૂત દલીલ કરવામાં સરકાર નિષ્ફળ  

તાજેતરમાં એક કાર્યક્રમમાં ભાજપના નેતા પંકજા મુંડેએ કહ્યું કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં મજબૂત દલીલ કરવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે જ ઓબીસી માટે રાજકીય અનામત નાબૂદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘રાજ્ય સરકારે એક પંચની રચના કરવી જોઈએ અને OBC અનામત માટેનો ડેટા રજૂ કરવો જોઈએ.’ વધુમાં તેમણે કહ્યું કે આ સરકારનો OBC ને અનામત આપવાનો કોઈ ઈરાદો નથી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ અધિનિયમ 1961 ના ભાગ 12 (2) (c) નું અર્થઘટન કરતા તેના આદેશમા સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસીની અનામત બેઠકોની હદ સાથે સંબંધિત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 2018 અને 2020માં કરાયેલ સૂચનોને રદ્દ કર્યા હતા.

ઓબીસી ઉમેદવારોના પરિણામોને ગેરકાયદેસરજાહેર કરાયા

આ કાયદો પછાત વર્ગના લોકોને 27 ટકા અનામત આપે છે. કોર્ટે કહ્યું કે અન્ય પછાત વર્ગ(obc) માંથી આવતા ઉમેદવારોનાં ચૂંટણી પરિણામો ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે અને સંબંધિત સ્થાનિક સંસ્થાઓમાં ખાલી બેઠકોને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ભરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના(BJP) મહારાષ્ટ્ના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે ગુરુવારે જણાવ્યું હતું કે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામતનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી ભાજપ રાજ્ય સરકાર સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ નહીં યોજાવા દઈએ. આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યમાં સંબંધિત સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી માટેની અનામત એસસી, એસટી અને ઓબીસી માટે કુલ અનામત બેઠકોના 50 ટકાથી વધુ ન હોઈ શકે. ત્યારે આ મુદ્દાને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment